Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ સાકેતનગરના શ્રમણ શ્રેષ્ઠી ભારે વૈભવશાળી પુરુષ હતા. જેવા એ રાજમાન્ય હતા એવા જ લેકમાન્ય હતા. એમને પુત્ર પ્રિયંકર સાચે જ, સૌને પ્રિય થઈ પડે એ રૂપ-ગુણ સંપન્ન હતે. યૌવનના ઉંબરે પગ મૂકતાં મૂકતાં તે એ કામદેવ જે ફૂટડે અને કામણગારો બની ગયો હતો.
પાડોશમાં જ પ્રિય મિત્ર શ્રેણી રહે. વૈશ્રમણ શ્રેષ્ઠીના એ પરમ મિત્ર. એમને એક પુત્રી. સુંદરી એનું નામ. સુંદરી તે સાચે જ સૌંદર્યની અધિષ્ઠાત્રી હતી. સૂરજ-ચાંદાનાં તેજ લઈને સેના-રૂપાના રસે રસી હેય એવી તેજના અંબાર રેલાવતી ઊજળી એની કાયા હતી. એના અંગ-અંગમાંથી રૂ૫-લાવણસૌંદર્યની આભા નીતરતી. યૌવનમાં પ્રવેશતી સુંદરીની દેહવલ્લરી જાણે રતિને સૌંદર્યભવને માત કરી રહી! - પ્રિયંકરનું તરવરતું યૌવન, સુંદરીનું રસઝરતું યૌવન જાણે યૌવન યૌવનને અણુસાંભળ્યો સાદ દઈ રહ્યું. બન્નેનાં અંતરની અણકથી કથા બનેનાં માતા-પિતાનાં અંતરને સ્પર્શી ગઈ. માતા-પિતાએ અનુમતિ આપી; પ્રિયંકર અને સુંદરી લગ્નબંધનથી બંધાઈને એકરૂપ બની ગયાં. જાણે બે દેહમાં તેઓ પ્રાણનું અદ્ભત રચી રહ્યાં ! સ્નેહની સરિતામાં સ્નાન કરતી એ જુગલજોડીને જોઈને જગતની આંખ ઠરતી!
પણ પ્રેમના દેવતાએ થોડા જ વખતમાં એ જેડીની આકરી કસોટી શરૂ કરી ? પ્રિયંકર ખૂબ માં પડી ગયા. ઔષધ-ઉપચાર અને વૈદની તે ત્યાં કઈ કમી ન હતી, અને સુંદરીની સેવાચાકરીમાં પણ કશી જ ખામી ન હતી, પણ રેગ કઈક એવું વિકરાળ રૂપ લઈને આવ્યો હતો કે જેમજેમ ઉપચારો આગળ વધતા તેમતેમ રેગ પણ ઉગ્ર બનતે જતો હતો! સુંદરીની ચિંતાને કઈ પાર ન હતો. એની વેદનાને કેઈ અવધિ નહેતી રહી. એ પોતે જ જાણે જીવલેણ વ્યાધિની અસહ્ય વેદના અનુભવી રહી: ન ખાન-પાન, ન ઊંઘ-આરામ, ન સુખ-ચેન! એ પ્રિયંકરની પીડા જોતી અને એનું અંતર બેચેન બની જતું. અમંગળ ભાવીને વિચાર એના હૈયાને લેવી મૂકતો. એ તો પ્રિયંકરની સેવા અને પ્રિય કરના મંગળ સિવાય બીજું બધું જ વિસરી ગઈ હતી. એનું રોમ રોમ મારે પ્રિયંકર કયારે જલદી સાજો થાય એની જ માળા જયા કરતું હતું.
પણ વૈદ્યોનાં નિદાન, ઔષધના ઉપચાર અને સુંદરીની સેવા–એ બધાંયને કમનસીબ ભવિતવ્યતાએ નિષ્ફળ બનાવ્યાં! ભર્યાભર્યા ઘરને સૂનું બનાવીને અને સૌ સ્વજનને વિલાપ કરતાં મૂકીને પ્રિયંકર ચાલતો થયે ! સાથે જાણે એ શાણી સુંદરીની બુદ્ધિને હસ્ત !
ડીવાર તે સુંદરી સર્વનાશની કારમી વેદના અનુભવી રહી : એને પ્રિયંકર એને એકલી–અલી–રઝળતી મૂકીને સ્વર્ગનાં સુખ માણવા ચાલ્યા ગયે? હવે મારું કોણ? પિતાના વૈધવ્યના વિચારથી એ પળવાર સ્તબ્ધ બની ગઈ. બીજી જ પળે એના અંતરમાં અસહ્ય કડાકે થયે અને એની સૂધબૂધ સર્વ હરાઈ ગઈ!
એને સુંદર ચહેરો વિકરાળ બની ગયું. એના રોમરોમ ઉપર જાણે બહાવરાપણની અસર વ્યાપી ગઈ. સુંદરી પ્રિયંકરના દેહને વળગીને જાણે હજીય એની સેવા-સુશ્રષા કરતી હોય એવા ચેનચાળા કરવા લાગી અને બબડવા લાગી : “મારા નાથ! મારા સ્વામી ! તમને હમણું સારું થઈ જશે. તમે ચિંતા ન કરશે. હું જીવતી છું ત્યાં સુધી કોઈથી તમારો વાળ પણ વાંકે થઈ શકવાને નથી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org