Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવગયા છીએ. ઇંગ્લેન્ડની કલ્પનાને જેમ દરિયે ઘડે છે તેવું ગુજરાતને માટે હવે નથી રહ્યું! “લંકાની લાડી ને ઘેઘાને વર” એ વાત એક ઉક્તિરૂપે જ સચવાઈ રહી છે.
આમ વાણિજ્ય તરફનો ઝેક ને ઠરીઠામ થવાની વૃત્તિને કારણે વીરત્વને ઉદ્રક છે થયા હોવાનો સંભવ ખરે. આથી જ કવિ નર્મદે “ગુજરાતીઓની સ્થિતિ માં જેસો અને શરીરબળ વધારી “ઠંડા લોહીનું સુખ છોડી “ગરમ લોહીના સુખને ભોગવવાની વાત કરી છે !
ગુજરાતની સંસ્કૃતિ અહિંસા, જીવદયા, સર્વધર્મસમન્વય, સમાધાનવૃત્તિ જેવાં વિશિષ્ટ તોથી ઘડાયેલી છે. આ બધાં તો સૌમ્યતા અને ઉદાત્તતાથી પરિપૂર્ણ છે. આની અંદર એક નવું બળ પ્રગટાવ્યું મહાત્મા ગાંધીજીએ. એમણે નિર્બળ ગણતી ભાવનાની સબળતાનું જગતને ભાન કરાવ્યું. ગાંધીજીની વિશેષતા ગુજરાતમાં પડેલાં આ બીજને મનભર અને મનહર વિકાસ સાધવામાં છે. આપણું સંસ્કૃતિતો એ મહાન વ્યક્તિના પારસસ્પશે ચેતનવંતાં થયાં અને એને પ્રસાર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં થયે. ભારતીય સંસ્કૃતિનું જ અંગ
ગુજરાતમાં ખીલેલી આ ભાવનાઓ સુવાંગ ગુજરાતની જ છે એવું નથી. ખરેખર તે ગુજરાતની સંસ્કૃતિ તત્ત્વતઃ ભારતીય સંસ્કૃતિથી અળગી નથી, પણ પ્રાંતીય વૈશિલ્યના રંગ ધારણ કરતાં કરતાં એની કેટલીક ભાવનાઓ વિશેષપણે વિકસી છે. પરંતુ આ પ્રાંતીય વિશેષતાઓની રંગબેરંગી પુષ્પમાળાનું સળંગસૂત્ર તો ભારતીય સંસ્કૃતિ જ છે. ગુજરાતમાં કેટલીક ભૌગોલિક યા સામાજિક વિશેષતા જોવા મળે, પણ આપણે અહિંસા અને સર્વધર્મ સમભાવ જેવા સંસ્કારો માત્ર ગુજરાતમાં જ દેખાય છે એમ નથી; અમુક અંશે એ આખા ભારતમાં પણ દેખાય છે. આને વિશે એટલું કહી શકીએ કે આ સંસ્કારોની વિશેષ ખિલાવટ ગુજરાતમાં થઈ છે. આમ ભારતના જુદાજુદા પ્રદેશની પ્રજાના રીતરિવાજ, ટેવો, વલણે અને માન્યતા ભલે જુદાં હોય, પણ એમનાં મૂલ્ય તો એક જ છે. જેવી રીતે આપણે સ્વાધીનતાની ભાવનાને ભગતસિંહ, તિલક, રાનડે, ગાંધીજી અને શ્રી અરવિંદમાં જુદે જુદે રૂપે આવિષ્કાર થયે, એવું જ આપણી ભારતીય સંસ્કૃતિ વિશે છે. 'ઉપમાથી કહીએ તે આનું પિત એક જ છે, એમાં ભાત જુદી જુદી, અવનવા રંગેની ઝલકવાળી દેખાય છે એટલું જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org