Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
: શ્રી કનુભાઈ વ. શેઠ અભયસેમિકૃત માનતુંગમાનવતી ચઉપઈ
૧૯ માનવતીને રાજા માનતુંગથી ગર્ભ રહ્યો. તેણે આ વાત રાજાને જણાવી. રાજા માનતુંગે તેને પોતાની સાથે ઉજજેનનગરી આવવા જણાવ્યું. પણ માનવતીએ દલથંભણ રાજાનું બહાનું બતાવી તેમ કરવાની અશક્તિ બતાવી. પછી માનવતીએ રાજા પાસે આ બાબતની નિશાની તરીકે રાજાના નામવાળી વીંટી, મોતીને હાર અને હાથનાં સાંકળાં માગી લીધાં. બાદ માનવતી યુક્તિપૂર્વક રાજા પાસેથી છટકી ઉજજેનનગરી ચાલી આવી અને એકથંભા મહેલમાં રહેવા લાગી. તેણે પિતાને ગર્ભ રહ્યાની વાત વહેતી કરી.
રાજા માનતુંગ દલથંભણ રાજાની રજા લઈ ઉજજૈન નગરી પાછો આવ્યું. તેટલામાં ચંદરી નગરીના ચક્રવતી રાજાને પિતાને ત્યાં આવી જવાનો સંદેશ મળતાં તે એકદમ તે તરફ રવાના થયે માર્ગમાં તેને પટરાણીને સંદેશો મળે કે રાણી માનવતીને ગર્ભ રહ્યો છે. પણ રાજાને આ વાત પર વિશ્વાસ ન આવ્યું. આગળ વધીને તે ચંદરી નગરી જઈ શિશુપાલ રાજાને મળ્યો. એટલામાં બીજો સંદેશે આવ્યો કે રાણી માનવતીએ સીંમતનું સ્નાન કર્યું છે. રાજા હવે વિચારમાં પડી ગયે. થોડા સમય બાદ ફરી સંદેશો આવ્યો કે માનવતીએ પુત્રને જન્મ આપ્યો છે. રાજાને હવે આ વાત સાચી લાગી. તે તરત જ ઉજજેનનગરી પાછા આવ્યા.
પાછા આવ્યા બાદ રાજા દરબાર ભરી બેઠે હતે એટલામાં માનવતીએ આવી પુત્રને રાજા સમક્ષ મૂક્યો. પોતાના જેવું બાળકનું રૂપ જોઈ રાજા અચંબો પામ્યું. રાજાએ
આ અંગે માનવતીને પૃછા કરી. ખુલાસો કરતાં માનવતીએ સર્વ ભેદ ખુલ્લે કર્યો અને પિતે જ “ગિની”, “વિદ્યાધરી ” અને “ધાઈ હોવાનું જણાવ્યું. રાજાએ પ્રત્યક્ષ પ્રમાણ વગર આ વાત સત્ય માનવાને ઇન્કાર કર્યો એટલે માનવતીએ પેલી વીંટી, મોતીને હારે અને હાથનાં સાંકળ રજૂ કર્યા. હવે રાજાને સર્વ બાબત સમજાઈ ગઈ. માનવતીએ કહ્યું કે એણે પિતાના સર્વ બેલ સિદ્ધ કર્યા છે. રાજાએ માનવતીના શીલની પ્રશંસા કરી તેને પટરાણીપદે સ્થાપી.
હવે એક વખત નગર બહાર એક સાધુ મહારાજ પધાર્યા. માનતુંગ અને માનવતી તેમને વંદના કરવા ગયાં. વંદના બાદ પૃચ્છા કરતા સાધુ મહારાજે તેઓને તેમના પૂર્વભવને વૃત્તાન્ત કહ્યો. સાધુ મહારાજને ઉપદેશ સાંભળી તેમણે શ્રાવકને અનુરૂપ બાર વ્રતને સ્વીકાર કર્યો. આમ વ્રત ધારણ કરી રહેલા તેઓ સમત્વ પામ્યાં.
માનતુંગ-માનવતી-ચઉપઈ
શ્રીગુરુભ્ય નમઃ પ્રણમ્ માતા સરસતી, પ્રણમું સદગુરુ પાય; મુરખથી પંડિત કરઈ, જસ જગમઈ કહેવાય. ૧ કથા સરિસ નઈ કવિવયણ, કેલવીયા બહુ મીઠ; સાકર દ્વાખ અમી થકી, મઈ તે અધિકા દીઠ. ૨ ધરમ અનેક પ્રકાર છઈ, સાચ સમે નહી કેઈ; બેલણહારઉ સાચનઉ, કેઈક વિરલે જોઈ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org