Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી સુરેશ ગાંધીઃ ત્રણ રત્ન
૧૩૫ પૂર્વક ભિક્ષા આપતે. એ મુનિને ઊભા રાખી પગે લાગી અભયે કહ્યું: “ગુણની પૂજા માટે વય કે જાતિ જેવાતી નથી. જ્ઞાન અને ગુણ તે સર્વત્ર પૂજ્ય છે.”
મુનિએ આનંદ પામી અભયને આશીર્વાદ આપ્યા. પાછળ આવતા લોકોના ટોળાને આશ્ચર્ય થયું. તેઓ અભય અને મુનિને આજુબાજુથી ઘેરી વળ્યા. એક જણાએ તે મુનિ પર પથ્થર પણ ફેંક્યો. એથી ચેકીને ગંભીર બનેલા અભયે પોતાના હાથમાંની સોનાની વીંટીમાંથી ત્રણ રને બહાર કાઢી લેકના ટેળાને ઉદ્દેશીને કહ્યું: “શાંત થાઓ અને સાંભળે, મારે આ ત્રણ રત્ન આપવાનાં છે.”
કોને આપવાના છે?” ટેળામાંથી અવાજ આવ્યો.
અભયે કહ્યું: “જે ત્રણ વસ્તુ છેડે તેને એક ઠંડું પાણી, બીજી વસ્તુ અગ્નિ અને ત્રીજી સી.”
લેકે કહે : “એ તે ભારે મુશ્કેલ. હંમેશા ગરમ પાણી પીવું, કઈ પણ જાતને અગ્નિ પિતાના માટે સળગાવ નહિ અને સ્ત્રી સાથે સંબંધ હંમેશ માટે છોડી દે એ તે ભાર કઠણ કામ. એ કેમ બને?”
અભયે ગંભીર બનીને કહ્યું: “આ રત્નના અધિકારી તમે નહિ, પણ આ મુનિ છે. એમણે સાધુનાં વચ્ચે એઢી હમેશને માટે ઠંડું પાણી છોડવું છે, અગ્નિ છેડ્યો અને સ્ત્રીસંગ પણ છોડ છે.”
સાધુએ કહ્યું: “અમોને એ વીટી ને ખપે. અમે અપરિગ્રહી છીએ. આવા પાર્થિવ રત્ન કરતાં વધુ કીમતી રત્નો અમારી પાસે છે.”
ધન્ય છે, ધન્ય છે,” એ મુનિને જયજયકાર કર્યો. સ્વાર્થ અને સુખમાં અહેનિશ રારાતા લકે એ એમની ચરણવંદના કરી અને કહ્યું : “અમારી ભૂલ થઈ મુનિવર, અમને ક્ષમા આપે.”
સાધુએ પિતાની પાસેનાં ત્રણે રત્નો માનવજાતના કલ્યાણ માટે આપી દીધાં. વીતરાગી સાધુની અમૃત વાણીથી તે દિવસે રાજગૃહી નગરી ધન્ય બની. બીજા દિવસે અભયે એ જ કઠિયારા સાધુ પાસે દીક્ષા લીધી અને તેમની સાથે વનને મારગ લીધે.
આકાશમાં શ્યામ મેઘઘટા જામવા માંડી હતી. અષાઢને પવન જોરજોરથી આવીને રાજગૃહી નગરીનાં બારી-બારણું ખખડાવી રહ્યો હતે. મુનિ અને અભયના અંતરનાં દ્વાર પણ એ જ રીતે ઉઘાડ-બીડ થઈ રહ્યાં હતાં. કેઈ અપાર્થિવ તેજને ઝંખતા તેઓ આગળ 'ને આગળ ચાલ્યા જતા હતા. અને નગરનાં નર-નારીઓ એમને દૂર રહ્યાં રહ્યાં અંતરથી વંદન કરી રહ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org