Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી કુમારપાળ દેસાઈઃ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે
૧૨૫ અહિંસાની ભાવનાને એક વિશિષ્ટ અને વ્યવહારુ આવિષ્કાર જ જીવદયા કે કરુણા છે. પિતાના નિમિત્તે ન કેઈને હણવું કે દુઃખ પહોંચાડવું એ અહિંસા અને બીજાના ભલા ખાતર પિતાની જાત કે સર્વસ્વને ઘસી નાખવામાં આનંદ માનવે તે કરુણાઃ આમ અહિંસા અને કરુણા એક જ સિકકાની બે બાજુ બની જાય છે. આથી આ બંને ભાવનાને સાથે જોવી એ જ ચગ્ય લેખાશે. ઈ. સ. પૂર્વે ર૭૪–૨૩૭ના કાળમાં થયેલા દેવાનાંપ્રિય પ્રિયદર્શી મહારાજ અશોકની ચૌદ આજ્ઞાઓ ગિરનારના શૈલકણ” પર આલેખાયેલી છે. આ શિલાલેખ એ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તે ગુજરાતનાં સંસ્કારબળોને પ્રથમ આલેખ છે. આમાં પ્રાણવધની મનાઈ ઉપરાંત પ્રાણધન જાળવવાની દરકાર પણ ઘણું બતાવાઈ છે. એક આજ્ઞામાં લખ્યું છે : “જ્યાં જ્યાં મનુષ્યપાગી અને પશુઉપચગી ઔષધ ન હતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળ અને ફળ નહોતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. પશ અને માણસના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાએ દાવવામાં આવ્યા.” આમાં માનવની સાથે મૂંગા પ્રાણીઓની પણ કેટલી બધી ખેવના રખાઈ છે! ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે. પશુઓની માવજત કરવાની અને ખાસ કરીને ખેડાં ઢેરને સાચવવાની પ્રથાનાં મૂળ અહીં જણાય છે. અત્યારની પાંજરાપોળની સંસ્થાનાં મૂળ પણ ગુજરાતમાં જ છે ને!
પણ આ તો બેએક હજાર વર્ષ પહેલાંના, પ્રમાણમાં નજીકના ઇતિહાસયુગની વાત થઈ. ગુર્જરભૂમિને મળેલ અહિંસા, જીવદયા અને પ્રાણુરક્ષાની ઉત્કટ તેમ જ સુભગ ભાવનાના ચીલા તે, ઇતિહાસયુગને વટાવીને, ઇતિહાસયુગના છેક આરંભકાળ સુધી અથવા તે પ્રાગૈતિહાસિક સમયના છેલ્લા તબકકારૂપ મહાભારતના યુદ્ધના કાળ સુધી પહોંચે છે. જૈનધર્મના બાવીસમાં તીર્થકર ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા. પિતાના લગ્ન નિમિત્તે વધ માટે ભેગાં કરેલાં મૂંગા પ્રાણુઓને આર્તનાદ સાંભળીને નેમિકુમારે લગ્નના લીલા તારણેથી પિતાનો રથ પાછો વાળી લઈને ગિરનારની ગહન ગુફાઓ અને ભયંકર અટવીઓમાં તપ, ત્યાગ, સંયમ અને તિતિક્ષાને માર્ગે વૈરાગ્યની સાધના કરવાનું મંજૂર રાખ્યું હતું. ભગવાન નેમિનાથે વિસ્તારેલ અને આપેલ કરુણા અને વૈરાગ્યને આ અમર વાર ગુજરાતની ભક્તિશીલ, ધર્મપ્રેમી અને પાપભીરુ પ્રજાએ છેક અત્યાર સુધી સાચવી અને શોભાવી જાય છે. એટલે, ખરી રીતે, સમ્રાટ અશોકે તે ગુજરાતમાં અહિંસા અને કરુણાની ભાવનાનું પૂર્વભારતમાંથી પશ્ચિમ ભારતના આ પ્રદેશમાં મોટે ભાગે પુનરુચ્ચારણ અને અમુક અંશે પુનરુજજીવન કર્યું; બાકી અહિંસા અને દયાની આ ભાવના તે ઘણા જૂના સમયથી ગુજરાતની પ્રજાના જીવનમાં તાણુંવાણાની જેમ વણાઈ ગઈ હતી. શ્રીકૃષ્ણને પશુપ્રેમ પણ એટલે જ જાણીતો છે.
જૈનધર્મની પ્રરૂપણ ભલે પૂર્વ ભારતમાં થઈ હોય, પણ, સમય જતાં, એ સ્થિર થયે પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતની ભૂમિમાં, તેમજ દક્ષિણ ભારતમાં ગુજરાતની ધરતીમાં પરપ્રાંતનું આ બી રેખાયું ને ફૂલ્યુ-ફાલ્યું એ જ એની અહિંસાપ્રિયતાને માટે પુરાવે છે. ક્ષત્રપ સમય દરમ્યાન આવેલા યુએન શુઆંગની પ્રવાસનધમાં રાજા શીલાદિત્ય (પહેલા)ની વાત મળે છે. આ શીલાદિત્ય જીવનભર કેઈ પ્રાણીને હાનિ પહોંચાડી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org