Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુ. શ્રી ધુરંધરવિજયજી નેહતંતુના તાણાવાણ
૧૧૭ છેવટે કંઈ જ ઉપાય બાકી ન રહ્યો એટલે સુંદરી અને પ્રિયંકરના પિતાએ રાજદરબારે મદન રાજા પાસે ધા નાખી: “મહારાજ ! કૃપા કરો અને અમને અમારી આ ઉપાધિમાંથી ઉગારી લે. ન સુંદરીનું દુઃખ જોયું જાય છે, ન લેકનિંદા બરદાસ્ત થાય છે. પ્રિયંકરને તે હવે આ દુનિયા સાથે કશી લેવાદેવા નથી રહી, પણ એના વિકૃત થયેલા શબને જોઈને હૈયું હાથમાં નથી રહેતું! હે ભગવાન, આ તે કે પાપને વિપાક! મહારાજ, આને ઉપાય સત્વર જો ! અમારા માટે તે જીવવું હરામ બની ગયું છે.”
મદન રાજા આ કરુણ-દારુણ કથા સાંભળીને લાગણીવશ બની ગયા. પણ આમાં શું કરવું એ એમને પણ ન સૂઝયું: કઈ ચેર કે ખૂની હોય તો એને કેદમાં પુરાય, સજા પણ કરાય; પણ આવી ભાનભૂલી નારીની સાન કેવી રીતે ઠેકાણે લાવી શકાય ?
યુવરાજ અનંગકુમાર પાસે જ બેઠે હતે. હતો તે એ રાજકુમાર અને શુરાતન એના અંગઅંગમાં ઊભરાતું હતું : ભારે તરવરિયા યુવાન! પણ એના અંતરમાં કરુણાને વાસ હતે. કેઈનું થોડું પણ દુઃખ છે અને એનું હૈયું માખણના પિંડની જેમ ઓગળવા લાગતું. એને એમ જ થતું કે હું એવું તે શું કરું કે જેથી આ દુનિયાનું દુઃખ દૂર થઈ જાય–જાણે કોઈ પૂર્વભવના કરૂણા-મહાકરુણાના સાધક સંતે રાજકુમાર રૂપે ધરતી ઉપર અવતાર ધારણ કર્યો હતે.
એણે પિતાને કહ્યું: “પિતાજી, મેં આ સઘળી વાત જાણું છે. પ્રેમપિશાચના વળગાડે આવી શાણું નારીને ઘેલી બનાવી દીધી છે. એને આ વળગાડ શિક્ષાથી કે લાલચથી નહીં પણ બુદ્ધિપૂર્વકના સહાનુભૂતિભર્યા પ્રયત્નથી જ દૂર થઈ શકશે. આપની અનુમતિ હિય તે આ કાર્ય કરવા તૈયાર છું.”
રાજાજીએ પ્રસન્ન થઈને કહ્યું: “કુમાર, આવા વિચિત્ર કામનું જોખમ ખેડવાની તને આજ્ઞા આપતાં મનમાં સંકેશ થાય છે. પણ પ્રજાનું દુઃખ આપણે દૂર ન કરીએ તે બીજું કેણ કરે? આમાં પાછા રહીએ તે આપણે ફરજ ચૂક્યા ગણાઈએ. તને મારી અનુમતિ છે. યંગ્ય લાગે તે ઉપાય દ્વારા સુંદરીનું ગાંડપણું દૂર કરીને આપણું નગરની શેભા સમા આ શ્રેષ્ઠીઓ ઉપર ઉપકાર કર!”
અનંગકુમારે પિતાની આજ્ઞા શિરે ચડાવી. સત્કાર્ય કરવાનો અવસર મળ્યાથી એ આનંદ અનુભવી રહ્યો.
સ્મશાનમાં હવે એકના બદલે બે ઘેલાં ભેગાં થયાં હતાં!
કે એ જોયું કે પેલી નેહઘેલી સુંદરી પ્રિયંકરના સડતા-ગંધાતા શબ પાસેથી હજી પણ પળભર માટેય આધી જતી જ નથી ! ત્યાં વળી એ જ ઠેકાણે એવી બીજી બલા આવી પહોંચીઃ એક ચીંથરેહાલ મેઘે પુરુષ એક રૂપાળી સ્ત્રીનું શબ લઈને સ્મશાનમાં જઈ પહોંચે, અને જાણે એ સ્ત્રી જીવતી હોય એ રીતે જ એની આગતાસ્વાગતા કરવા લાગે !
કઈ પૂછતું તે એ અજબ ચેનચાળા કરીને એટલે જ જવાબ આપતાઃ “આ તો મારી પ્રાણપ્રિયા માયાદેવી છે ! બેવકૂફ દુનિયા એને મારી નાખવા બેઠી છે ! પણ મારી જુએ તો ખરી !” અને પૂછનારા ભય પામીને ચાલતા થતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org