Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સુ. શ્રી રધરવિજયજી : સ્નેહતંતુના તાણાવાણા
૧૨૧
મશિરથકુમારનું નિશાન આજે ખાલી ગયું; માના, એ નિષ્ફળ તીર એના અભિમાની અંતરને જ ઘાયલ કરતુ ગયું ! એ માથું ઢાળીને વિમાસી રહ્યો ઃ આજે આ કેવુ· આશ્ચય !
ચેાડી જ પળે। પછી એણે માથુ' ઊંચુ' કરી સામે નજર કરી તે એના કરતાંય માટું આશ્ચય સામે ખડુ' હતું: ધનુષ્યના ટંકારથી ભયભીત અનીને નાનાં-મોટાં બધાંય મૃગલાં ત્યાંથી નાસી ગયાં હતાં, પણ એક સુકુમાર મૃગલી મિણુરથકુમાર તરફ જ પેાતાની આંખા સ્થિર કરીને સ્વસ્થપણે ત્યાં ખડી હતી ! એને અત્યારે કાઈ પણ ભય સતાવતા ન હતા; જાણે પાતાના આંગણામાં સહીસલામત હેાય એવી નિયમનીને એ ઊભી હતી.
મણિરથકુમાર પણ એની સામે પળવાર અનિમેષ નેત્રે જોઈ રહ્યો. ખીજી પળે એને વિચાર આવ્યા કદાચ એ ભેાળા પશુના અંતરમાં ભયની સ્તબ્ધતા વ્યાપી ગઈ હાય અને, એનાં ગાત્રો શિથિલ થઈ જવાને કારણે, એ ચાલવા-દોડવા અશક્ત બની ગઈ હાય!
એ ધીમે પગલે મૃગલી તરફ આગળ વધ્યા, પણ મૃગલી તેા હજીય એની સામે નજર ઠેરવીને જ ખડી હતી. મણરથ મૃગલીને પપાળવા લાગ્યા. મૃગલી એની સાથે ગેલ કરવા લાગી. મૃગલીની આંખે લાગણીથી કંઈક ભીની ખની ગઈ. એ જોઈ ને મણિરથકુમારની આંખેામાં પણ જળજળિયાં આવી ગયાં.
આજના દિવસ ભારે વિચિત્રતા લઈને ઊગ્યા હતા. જાણે શિકાર કરતાં કરતાં આજે એનું અંતર જ વીંધાઈ ગયું હતું, અને એમાંથી દયા, મમતા, કરુણાના સાવ અપરિચિત રસ ઝરવા લાગ્યા હતા. આવી લાગણીશીલતાના ભાર એનું કઠાર હૈયું ન ઉઠાવી શકયું. એ પાછો કીને ચાલવા લાગ્યા તા પેલી મૃગલી પણુ, જાણે એની સાથીદાર હાય એમ, પાછળ પાછળ આવવા લાગી. જાણે એ મૃગલીની મૂક વાણી એના અંતરને જગાડી ગઈ હાય એમ મણિરથકુમારે પેાતાના ધનુષ અને તીરના ટુકડા કરીને ક્રૂ'કી દીધા; અને હવેથી ફાઈ પણ જીવના શિકાર નહી કરવાની પ્રતિજ્ઞા કરી!
પણ હજીય એના અંતરને નિરાંત ન વળી : વારેવારે એના અંતરમાં એક જ સવાલ ઊઠતા હતા કે આ મૃગલીને અને મારે એવા તે કેવા સ'ખ'ધ હશે કે મારા જેવા ક્રૂર માણસથી ભય પામીને નાસી જવાને બદલે મારા નજીકમાં રહેવામાં જ એ શાતા અનુભવે છે? પણ એના ઉત્તર મળવા સહેલા ન હતા. અને આ પ્રસંગના ભેદ્ય મેળવ્યા વગર એના ચિત્તને નિરાંત પણ થવાની ન હતી. એ તા ઊંડા વિચારમાં ઊતરી ગયા.
વિચાર કરતાં કરતાં એને નગરમાં ખેલાતી વાત યાદ આવી કે આજે સર્વજ્ઞ ભગવાન મહાવીર નગરના ઉદ્યાનમાં સમેાસર્યાં છે. એ મહાજ્ઞાની ભગવાન ભલભલા કોયડાના ભેદ ઉકેલી આપે છે. અને મણિરથકુમારે ભગવાનના સમવસરણ તરફ ઝડપથી પગ ઉપાડવા. એના અંતરમાં અત્યારે એક જ ઝંખના હતી કે કયારે પ્રભુ પાસે પહોંચુ' અને કચારે આ વાતને મમ પાડ્યું.
ભગવાન મહાવીરની ધ દેશના પૂરી થઈ અને પદા વીખરાઈ ગઈ, પણ રાજા ક’ચનરથ પેાતાની રાણી સાથે ત્યાં જ બેસી રહ્યા. એમને તે રાજ્યના અને યુવરાજના ભાવીની ચિ'તા હંમેશાં સતાવ્યા કરતી હતી. એમણે ભગવાનને પ્રશ્ન કર્યું : “ભગવાન !
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org