Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૩
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા આપણી સાધનાનું લક્ષ્ય - આમ કમશ: સાધના કરતાં કરતાં આત્મતત્વનાં અપક્ષ દર્શન-સમાપત્તિ૪૩ સુધી પહોંચવું એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય બનવું જોઈએ.
હા, એ માટે આપણા “અહંને-આપણું કર્મકૃત વ્યક્તિત્વ, જેને મહર્ષિ પતંજલિ “અસ્મિતા” કહે છે તેને—ઓગાળતાં રહેવું જોઈએ.
કર્મકૃત ભામાં “હું” બુદ્ધિ થવી એ મોહની જડ છે; એને અધીન જ મોહિની આખી બાજી નભે છે.૪૪
કર્મકૃત જે અવસ્થાઓ છે, તેમાં “હું” બુદ્ધિ ન થવી એ જાગૃતિ માગે છે. સ્વાનુભવ વિના નિત્યના જીવનવ્યવહારમાં આવી જાગૃતિને ટકાવી રાખવી એ કપરું કાર્ય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિથી દેહાત્મબુદ્ધિ ટળવી અસંભવપ્રાયઃ છે. એને માટે નિર્વિકલ્પ અવસ્થામાં આત્માનુભવ મેળવો રહ્યો.
જેમ શિલ્પી પોતે ધારે તે ટાંકણું ઉપાડી શકે છે અને પિતાની ઈચ્છાનુસાર તેને ઉપયોગ કરી પછી છે ત્યારે તેને બાજુએ મૂકી શકે છે, તેમ મુમુક્ષુ પોતાના મનરૂપી સાધનને પિતે ધારે ત્યારે અને તેટલે વખત ઉપગ કરી શકે અને છે ત્યારે એને બાજુએ મૂકી શકે એવી સ્થિતિ હેવી જોઈએ. એમાં જ્યારે એ પૂર્ણ સફળ થાય અને મનને તદ્દન સ્થગિત-શાંત કરી દે–ભલે એવી સ્થિતિ ક્ષણભર જેટલી હોય–ત્યારે સ્વાનુભૂતિજન્ય આત્મજ્ઞાન એને લાધે. શુષ્ક જ્ઞાન
તે વિના, “હું આત્મા....શુદ્ધ, બુદ્ધ, નિરંજન છું” એવી વાતો માત્ર પોપટપાઠ છે.૪૫ એની સ્થિતિ હોટલના વેઈટર (પિરસણિયા) જેવી છે. કેઈ અદ્યતન ઢબની હોટલમાં
જાયેલ પાટમાં, કડક ઈસ્ત્રીબંધ, ઊજળાં દૂધ જેવાં વસ્ત્રોમાં સજજ “વેઈટરો” દૂધપાક પીરસી રહ્યા હોય કે મધુર સડમવાળી વિવિધ વાનગીઓની રકાબીઓ (dishes) લઈને દેડાદોડ કરતા હોય તે જોઈ અબૂઝ ભિખારીને એમની સ્થિતિ સ્પૃહણીય-ઈચ્છવા ગ્યલાગે, પણ એમના અંતરમાં ડોકિયું કરી શકનાર, પાટમાં દૂધપાકને આસ્વાદ માણતા, ૪૩ સમાનિતઃ પના
–ગદષ્ટિસમુચ્ચય, ટીકા, બ્લેક ૬૪. ૪૪. બે વર્મકૃત મારા ઘરમાર્ચચેન ચાલ્મનો મિનાર તત્રામાડડમિનિવેશોદારોડé ચયા પતિ છે ममाऽहकारनामानौ सेनान्यौ तौ च तत्सुतौ । यदायतः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्तते ॥
–તત્ત્વાનુશાસન, અધ્યાય ૧, બ્લેક ૧૫, ૧૩. - ૪૫. (૧) ગૌ સૌ જન ચિર ફોત નહીં છીન, ઝિમ વીવો પાન;
वेद भण्यो पण शठ ( मूर्ख), पोथी थोथी जाण रे. * ઘટ ઘટ મો નહી, ગૌ સૌ અનુભવજ્ઞાન.
–ચિદાનંદજી મહારાજ. (૨) અવયવ સવિ સુંદર હાયે દેહે, નાકે દીસે ચાઠો; પ્રથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક જિત્યે મુખપાઠ રે.
–ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org