Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
८४
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ-ગ્રંથ જતાં જ તે બોલ્યો : “કેમ દેવ, શું થયું?”
કંઈ નહીં. પછી વાત કરીશ.” દેવકુમારે કહ્યું. બને સુદંત શેઠના ભવનમાં ગયા. સુદંત કોઠે જમાઈને ખૂબ આદરપૂર્વક સત્કાર કર્યો. દેવકુમારનું ચિત્ત કોઈ પણ વાતમાં કે વ્યવસ્થામાં પ્રસન્નતા અનુભવનું જ નહોતું. તેણે ભોજનમાં પણ બહુ રસ ન લીધે.
સુદંત શેઠને ભારે આશ્ચર્ય થયું, પણ તેઓ તે વારેવારે આગ્રહ જ કરતા રહ્યા.
ભેજન આદિથી નિવૃત્ત થયા પછી એક શણગારેલા ખંડમાં બન્ને માનનીય અતિથિએને આરામ માટે બેસાડ્યા.
દેવકુમારનું ચિત્ત અજાણી નવયૌવના ગિનીને પરિચય પામવા ભારે આતુર બની ગયું હતું. તેણે મુખવાસ ગ્રહણ કર્યા પછી પોતાના મિત્ર સામે જોઈને કહ્યું: “મિત્ર, તું અહીં બેસજે. હું જરા આટલામાં લટાર મારીને આવું છું.”
સુદંત શેઠે કહ્યું : “યુવરાજશ્રી, મારે કોઈ અપરાધ તો નથી થયે ને?”
ના મુરબ્બી, પણ ભેજન પછી મને જરા ઘૂમવાની આદત છે. હું હમણાં જ પાછો આવું છું” કહી તે આસન પરથી ઊભે થયે.
મનમોહિનીએ જે પરિણામ કયું હતું તે જ આવ્યું. યુવરાજ સુદંત શેઠના ભવનમાંથી બહાર નીકળે તે વખતે મનમોહિની હાથમાં એક ઝોળી લઈને સામેથી આવતી હતી.
યુવરાજ નજીક આવતાં જ ઊભું રહી ગયે. ગિની પણ ઊભી રહી ગઈ યુવરાજે કહ્યું: “એક આશ્ચર્યને ઉકેલ મેળવવા આપની પાસે જ આવતું હતું.”
મારાં અહોભાગ્ય ! મારી પાછળ પાછળ પધારે !” રૂપ અને યૌવન એ પુરુષ માટે માત્ર જાદુ જ નથી, કાતિલ વશીકરણ પણ છે. દેવકુમાર ગિનીની પાછળ પાછળ બાજુના મકાનમાં ગયે.
ગિનીએ પિતાના ખાસ ખંડમાં યુવરાજને બેસાડતાં પ્રશ્ન કર્યોઃ “આપને કઈ વાતનું આશ્ચર્ય થયું છે?”
યૌવનના પ્રાતઃકાળે આપે એવું તે કયું દુઃખ અનુભવ્યું છે કે જેથી આપને આ રીતે ગિની બનવું પડયું ?” દેવકુમારે પ્રશ્ન રૂપે પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“સંસાર આ એક આશ્ચર્યોને જ સમૂહ છે અને માનવીમાત્રનું જીવન પણ વિવિધ આશ્ચર્યના ભંડાર સમું છે. પરંતુ પ્રથમ આપને પરિશ્ય આપે એટલે.... વચ્ચે જ દેવકુમારે કહ્યું: “હું મહારાજા વીર વિક્રમને યુવરાજ વિક્રમચરિત્ર છું.”
યુવરાજશ્રી, ગ્ય સાથી શોધવા માટે હું બે વર્ષથી ગિની બનીને ભમી રહી છું; એક જ્યોતિષીના વચન પર શ્રદ્ધા રાખીને નીકળી છું. પરંતુ” કહેતાં કહેતાં મનમોહિનીએ નિરાશ હૈયાને કાતિલ અભિનય કર્યો.
શું આપ પસંદ કરેલા સાથી સાથે લગ્ન કરવા ઈચ્છે છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org