Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ-ગ્રંથ આત્માનું એવું નિર્મળ, કીપક પ્રાપ્ત થયેલું નહિ પણ પોતીકુ' જ (firsthand) સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું પ્રત્યક્ષ દર્શન-સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્માનું આવુ' અપરોક્ષ જ્ઞાન, જ્ઞાન તરીકે ગણનાપાત્ર છે.
૯૨
કેરી વિષે પુસ્તકોનાં પુસ્તક વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહી' ત્યાં સુધી તેના સ્વાદ નથી મળતા, એટલું જ નહિ, એ (સ્વાદ) ની યથાર્થ સમજણુ પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શ્રુતથી, તર્ક-યુક્તિ-આગમ વગેરેથી એની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ કે વાતા કરીએ પણ જ્યાં સુધી આત્માને આત્મા પાતે-ઇન્દ્રિયા કે મનની મદદ વિના-સાક્ષાત્ ન જુએ, એ આનંદસાગરના અનુભવ ન મેળવે, ત્યાં સુધીની આત્મા વિષેની આપણી સમજ અધૂરી જ રહે છે. એક વાર પણ આત્માને નિજાનંદનો અનુભવ થઈ ચૂકયો હેાય ત્યારે જ આત્મતત્ત્વને તે યથાર્થ પણે સમજી શકે છે.
સાધના-પ્રક્રિયા
પ્રશ્ન એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહેાંચાય શી રીતે ?
અહી’ મુખ્ય વાત તે સ્વાનુભૂતિ માટેની તીવ્ર વ્યાકુળતા અને ઉત્કટ ઝંખના જાગવી એ જ છે. આ માનવભવ એમ જ નથી ગુમાવવા એવી તીવ્ર ચટપટી લાગી જાય તે ઉપાય અવસ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શેાધી કાઢે છે. આ વ્યાકુળતા પ્રગટચા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીતિ આદિની આકાંક્ષા નિવૃત્ત થાય છે; એમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. ખાળક નાનું હાય છે ત્યાં સુધી એ ઢીગલીએ સાથે રમે છે અને એ રમતમાં આનદ મેળવે છે. મેાટુ' થતાં એ રમત તે છાડતા જોય છે. તેવુ જ જગતની વસ્તુઓનું છે. તેમાં જ્યાં સુધી આનદ આવે, મેળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજી બાળકઅવસ્થા છે. શાસ્ત્રા એને ‘ભવખાળકાળ’ કહે છે; ધ યાવન આવતાં જ એ બધુ છૂટી જાય છે અને તે આત્મા સત્ય માટે દોડે છે.
એટલે પ્રથમ તેા જીવનના ધ્યેય વિષે નિશ્ચય થવા જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધિ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પેાતાની સાધનાની યાજના (plan) ઘડી કાઢી, એ પ્રમાણે જીવનનું ઘડતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી દૂરનાં લક્ષ્યા સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈ એ.
*
આપણી સાધના-પ્રક્રિયાનું ટુંકમાં દર્શન'
ચેય : સુક્તિ=સ કમ રહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ.
(૨) સ કર્મીના ક્ષય માટે : આત્મજ્ઞાન (આત્મા સંબ`ધી માત્ર બૌદ્ધિક જાણપણું નહિ
..
}. “ આત્મનિરીક્ષણુ ' ( · ધર્મચક્ર ' ફેબ્રુ મારી-એપ્રીલ, ૧૯૬૨ ) અને ‘ આધ્યાત્મિક ઉત્થાન ( ‘ કલ્યાણુ,’ મે-જૂન, ૧૯૬૩) એ શી કા હેઠળ લેખકે અહીં રજૂ કરવામાં આવેલા મુદ્દામાંના કેટલાક મુદ્દાઓનું વિશદ વિવેચન કરેલુ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org