Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પાયાની કેળવણી
લેખિકાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી સદ્દગુણાશ્રીજી સમાજની પાયામાંથી કેળવણીને એક અર્થ એ છે કે બહેનની કેળવણી, અને બહેને દ્વારા કેળવણી. બાળક માતાના ઉદરમાંથી જ સંસ્કાર મેળવતું થાય છે. સંસ્કારના ઘડતરમાં કુટુંબના વાતાવરણની જેમ જ દેવમંદિર અને ઉપાશ્રય જેવાં ધર્મસ્થાને પણ ઘણે ફાળો આપે છે. કુટુંબમાં કે દેવસ્થાનમાં અંધશ્રદ્ધા કે વહેમની હવા હોય તે બાળક એથી જુદા સંસ્કાર કેવી રીતે મેળવી શકે ? એથી ઊલટું, કુટુંબમાં, દેવના દરબારમાં અને ગુરુની સમીપમાં અહિંસા, સત્ય-પ્રિયતા, નમ્રતા, નિર્ભયતા, સદાચરણની ભાવના, ઉદારતા વગેરેથી ચેતનવંતું વાતાવરણ પ્રવર્તતું હોય તો ઊછરતી પેઢીમાં પણ એવા જ સગુણ ખીલે. આવું વાતાવરણ ધરાવતાં ધર્મસ્થાને સાચાં સંસ્કારધામે બને; અને આવા વાતાવરણને પોષનારાં પૂજ્ય સાધુ મહારાજે અને સાધ્વીજી મહારાજે સમાજમાં ઉત્તમ સંસ્કારનું વાવેતર કરી શકે.
તેમાંય પૂજ્ય સાધ્વીજી મહારાજેને અભ્યાસ કરવાની અને આપણી બહેને અને આપણું ઊછરતી પેઢીને સંસ્કારી બનાવવાની તક આપવામાં આવે તો સમાજનું પાયામાંથી જ નવઘડતર થાય. સાધ્વીજી મહારાજેની સંખ્યા આપણે ત્યાં ઘણી સારી છે, અને છેલ્લાં પાંચેક વર્ષમાં એમાં ઘણો ઉમે પણ થયે છે. નાની ઉંમરની બહેનને દીક્ષા આપવામાં શ્રીસંઘ જેવો ઉત્સાહ દાખવે છે એ જ ઉત્સાહ એમના અભ્યાસ માટેની સગવડ અને છૂટ આપવામાં તેમ જ સંઘમાં સંસ્કારોનું સિંચન કરવાની તક આપવામાં બતાવો જોઈએ. મતલબ કે એમની શક્તિઓનો વિકાસ થાય અને એ શક્તિઓને લાભ વિશાળ જનસમૂહને વધુમાં વધુ મળે એનું ધ્યાન શ્રીસંઘે ખાસ રાખવું જોઈએ.
આવાં સાધ્વીજી મહારાજના સહવાસથી આપણી બહેને માં સંતોષ, સમતા અને શાંતિનાં બી નંખાય અને કલેશ-કંકાસ ઘટી જાય. પરિણામે કુટુંબ અને બાળકે સુખી, સંસ્કારી અને સેવાભાવનાવાળાં થાય. ભણતર કદાચ ઓછું હોય તોય આવા સંસ્કાર હોય તે કુટુંબ શક્તિશાળી અને શાંતિપ્રિય બની શકે. આનું નામ જ પાયાની કેળવણું.
એક માતાને સો શિક્ષક જેવી ગણવામાં આવેલ છે, તે જેના અંતરમાં દુનિયાનું ભલું કરવાની ભાવના હોય એ ધર્મમાતા(ધર્મગુરુર્ણ)ના મહિમાનું તે કહેવું જ શું? ફક્ત એને એવો વિકાસ કરવાની અને આવું પાયાનું કામ કરવાની તક મળવી જોઈએ. આમ થાય તે સમાજ સંયમ, સાદાઈ અને શ્રમપ્રીતિ તરફ સહેજે વળે.
આ યુગમાં બહેનને અને ખાસ કરીને સાધ્વીસમુદાયને આવી તક આપવાની પહેલ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરીને સંઘ ઉપર ઘણે માટે ઉપકાર કર્યો છે; વળી એમણે સંઘમાં વિદ્યાલય જેવી અનેક જ્ઞાનની પરબ બેસાડી છે? એ બધું પણ પાયાનું કામ છે. કેળવણું પ્રેમી ભાઈઓ-બહેનનાં મંડળ રચીને અને પૂજ્ય સાધુ મહારાજે અને સાધ્વીજીઓના આશીર્વાદ અને સહકાર મેળવીને આ કામ મોટા પાયા પર કરવાની જરૂર છે. આવાં કામોને સારી રીતે પ્રારંભ થાય એવી શુભેચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org