Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ
૭૯ મૂકી શકાય. પણ અંદરથી કઈ માનવી આ જાળી વાટે બહાર નીકળી શકે નહિ. તેમ બહારથી કેઈ અંદર જઈ શકે નહીં.
રાજા વીર વિક્રમમાં અનેક ગુણ હતા, પરંતુ એક ગુણ એ હતો કે મનમાં આવેલી વાતને પૂરી કર્યા પછી જ તે જંપતો !
બરાબર સાતમે દિવસે સુદંત શેઠના ભવનમાં વીર વિક્રમ અને તેના બે અંગત માણસો યુવરાજના ખાંડા સાથે આવી પહોંચ્યા.
ખાંડા સાથે લગ્ન થયાં એટલે એ જ પાછલી રાતે સહ પાછા વળ્યા અને રાજભવનમાં ન જતાં વીર વિક્રમ પુત્રવધૂને લઈને સિખાના કિનારે આવેલા નાના ઉપવનમાં ગયે. ત્યાં ચાર-પાંચ કડિયા કારીગરે પણ હાજર રાખવામાં આવ્યા હતા. - વીર વિક્રમે મનમોહિનીને રથમાંથી નીચે ઉતારી અને કહ્યું: “દીકરી! તારા માટે આ નિવાસ છે. તેમાં તારે રહેવાનું છે. અંદર દાખલ થયા પછી તું બહાર નહીં નીકળી શકે; અને બહારથી અંદર કેઈ નહીં આવી શકે. તારા ખંડમાં માત્ર એક જ જાળી રાખવામાં આવી છે અને તે દ્વારા તને સઘળું મળ્યા કરશે. હવે તારે એક જ પરીક્ષા આપવાની છે. તું બાળક સહિત મને મળવા આવી શકીશ, એ સિવાય તને આ ભૂગર્ભ ગૃહમાંથી છુટકારે નહીં મળે. નારીશક્તિ અજોડ અને અપૂર્વ છે તેની ખાતરી તારે મને આ રીતે કરાવી આપવાની છે. | મનમાહિની કશું બેલી નહીં. વીર વિક્રમની ચરણરજ મસ્તકે ધારણ કરીને તે એટલું જ બેલી ” નારીશક્તિ કદી પરાજિત બની નથી અને બનશે નહીં: એવા વિશ્વાસ સાથે હું આપની આજ્ઞા મસ્તકે ધારણ કરુ છું.”
મનમોહિની અંદર ચાલી ગઈ. તરત રાજાજ્ઞાથી દ્વાર બંધ કરવામાં આવ્યું અને કડિયાઓએ તત્કાળ ત્યાં ભીંત ચણ દીધી.
વીર વિક્રમે પિતાની વિશ્વાસુ દાસીઓમાંથી એક દાસીને તે જાળી પાસે ચોકો માટે બેસાડી, અને તેને ઉચિત સૂરાના પણ આપી. કેઈ પુરુષ એકિયાતને ત્યાં ન રાખે, કારણ કે પુરુષનું મન પાંગળું હોય છે. રૂપવતી નવયૌવનાને જોઈને કર્તવ્યથી વિમુખ બનતાં એને વાર લાગતી નથી!
દાસીના નિવાસ માટે બાજુમાં જ એક કુટિર બનાવવામાં આવી હતી, અને એક મહિના પછી એની જગ્યાએ બીજી દાસી આવે એવી વ્યવસ્થા પણ કરી હતી. તે એટલા માટે કે છેવટે આવી સ્થિતિથી અકળાઈને પણ કોઈ દાસી પુત્રવધૂની સહાયક ન બને!
આમ ને આમ ચાર મહિના વીતી ગયા. ભૂગર્ભદ્વારની જાળી ઊંચી હતી એટલે મનમોહિનીને માત્ર હાથ જ ત્યાં પહોંચી શકતો હતો. ચીજવસ્તુની આપ-લેમાં કશી હરકત નહોતી આવતી; પણ એકબીજાનું મુખ જોઈને દાસી સાથે વાત કરી શકાય તેમ નહોતું.
રહેવાને ખંડ ઘણો જ ઉત્તમ હતે. સૂઈ રહેવાને પલંગ, વોની પિટિકાઓ, અલંકારના દાબડાઓ, એકલા એકલા રમી શકાય એવી રમતનાં સાધન, અભ્યાસ, લેખન અને વાચનનાં સાધનો વગેરેની ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org