Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવથ એ તો ન જ હોય કે આપની કન્યાને આ મત સાંભળીને હું રોષે ભરાયો છું અને કેઈ સજા કરવા માગું છું; હું તો કેવળ વાતને ભેદ પામવા ઈચ્છું છું.”
સુદતે કન્યા સામે જોઈને કહ્યું: “બેટી, મહારાજા કહે છે એ વાત સાચી છે?”
હા પિતાજી, ગઈ રાતે મારી સખીઓ આવી હતી એટલે અમે ઉપવનમાં બેસીને ચર્ચા કરી રહ્યાં હતાં. વિક્રમચરિત્ર માટે મેં મારી સખીઓ સમક્ષ મારે જે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તે બરાબર છે.” મનમોહિનીએ કહ્યું.
વીર વિકમે મનમોહિનીની સામે જોઈને કહ્યું: “દીકરી, હું એ વાત પુરવાર થયેલી જોવા માગું છું.”
કૃપાનાથ, સ્ત્રીચરિત્ર સમક્ષ સંસારની બધી શક્તિ સાવ પાંગળી જ છે. સ્ત્રીના એકમાત્ર ઈશારા પર અનેકનાં રાજપાટ નષ્ટ થઈ ગયાં છે. નારીની ચતુરાઈ આગળ મહાન દેવતાઓ પણ પરાજિત બન્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્રાદિ દે નારીચરિત્ર આગળ શું લાચાર નથી બન્યા? જે નારીમાં આવી શક્તિ સહજ છે તે મારી આગળ વિક્રમચરિત્ર તે કઈ વિસાતમાં નથી ! આ એક નગ્ન સત્ય હોવા છતાં આપે તુલનાત્મક વિચાર કર્યા વગર આપના યુવરાજની રાતુરાઈને આ રીતે જાહેર કરી, એ શું ભાસ્પદ છે? એથી જ મેં આપને મૂર્ખાઈને શિકાર બન્યાનું કહ્યું હતું અને આજે પણ હું એ જ કહું છું કે આપે નારીચરિત્રની ખુલ્લી ઉપેક્ષા કરીને એક મોટો અન્યાય કર્યો છે.”
વીર વિક્રમ વિચારમાં પડી ગયો. થોડી પળે પછી સુદંત શેઠ સામે જોઈને એ બે શેઠજી, આપની કન્યા ખરેખર તેજસ્વિની છે, બુદ્ધિમતી છે અને રૂપવતી પણ છે. મારી એક ભાવના છે; તમે કહો તે વ્યક્ત કરું ?”
ખુશીથી વ્યક્ત કરે.” “તે આપ આપની કન્યાનાં લગ્નની તૈયારી કરે. યુવરાજ દરેક રીતે આપની કન્યા માટે સુયોગ્ય છે. હું યુવરાજનું ખાંડું મોકલીશ–આજથી સાતમે દિવસે!”
મહારાજની આ વાતથી સુદંત ભારે હર્ષમાં આવી ગયે. અને મનમોહિની પણ મનમાં ને મનમાં હસી રહી. તે સમજી ગઈ હતી કે મહારાજા આ રીતે એક સંઘર્ષ ઊભો કરીને સ્ત્રીચરિત્ર અને વિક્રમચરિત્રની પરીક્ષા લેવા માગે છે. કંઈ હરકત નહિ!
પિતાપુત્રી પિતાના મહાન રાજાને નમન કરીને વિદાય થયાં. સુદંત શેઠનું ભવન રાજભવનના વિરાટ સ્થળથી ઘણું દૂર હતું–છેક સિઝાના કિનારે !
પ્રથમ તે વીર વિક્રમે દેવકુમારને આઠ દિવસના પ્રવાસે મોકલી કીધે. પછી સિકાના તટ પાસે આવેલા રાજને એક નાના ઉપવનમાં આવેલું ભૂગર્ભાભવન એમણે સ્વચ્છ કરાવ્યું અને તેને એ ઘુમ્મટ કરાવ્યું કે કેઈને અંદર રાખ્યા પછી ઘુમ્મટનું દ્વાર ચણી દેવામાં આવે એટલે અંદરની વ્યક્તિ બહાર ન જઈ શકે અને બહારની વ્યક્તિ અંદર ન આવી શકે. અંદરની વ્યક્તિને હવા-ઉજાસ અને જોઈતી સામગ્રી મળતી રહે એટલા માટે એક લોખંડની જાળી રાખેલી. એ જાળી વાટેથી જળ, અન્ન અને બીજી જોઈતી સામગ્રી આપી શકાય; ધેવાનાં વસ્ત્રો વગેરેની આપ. લે કરી શકાય. મળમૂત્રના ત્યાગનું પાત્ર પણ લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org