Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સંઘર્ષ
લેખકઃ વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી
પરદુઃખભંજન રાજા વીર વિક્રમ સમગ્ર ભારતવર્ષના મહાન અને સમર્થ રાજા હતા. એમના રાજમાં લૂંટ, ચેરી, અનાચાર લગભગ નષ્ટ થઈ ગયાં હતાં. પરંતુ એમના એક ત્યજાયેલા અર્થાત્ વિસ્મૃત થયેલા પુત્ર દેવકુમારે પિતાની આંખ ખેલવા ખાતર અવંતિ નગરીમાં પિતાની બુદ્ધિ અને ચાલાકી વડે એ ચમત્કાર ઊભે કર્યો કે એથી વીર વિક્રમ પણ હારી ગયા અને પિતાના પુત્રને હૈયાસરસે લઈ વિસ્મૃતિનાં વાદળ દૂર કર્યા.
યુવરાજ દેવકુમારની બુદ્ધિચાતુરીની વાત રાજસભામાં જાહેર થઈ અને રાજસભાએ દેવકુમારનું નામ વિક્રમચરિત્ર પાડ્યું.
સંસારમાં સ્ત્રીચરિત્રને કઈ પહોંચી શકતું નથી, પરંતુ વિક્રમચરિત્ર આગળ સીચરિત્રની કઈ કિંમત નથી એવી પ્રશંસા થવા માંડી. આ પ્રશંસા પાછળ કેવળ રાજાને સારું લગાડવાની કઈ દષ્ટિ નહોતી, પરંતુ દેવકુમારની ચાતુરીએ ચમત્કાર સર્જાવ્યું હતું અને તેથી જ સહુ મુગ્ધ બની ગયા હતા. - વીર વિક્રમને પણ થયું નારીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર શ્રેષ્ઠ છે, અને આજ પર્યત સ્ત્રીચરિત્રને મહાન માનનારાઓની માન્યતા યુવરાજે બેટી પાડી છે.
ધીરે ધીરે સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર મહાન છે એ વાત સમગ્ર નગરીમાં પ્રસારિત થઈ ગઈ.
અવંતિમાં જનતા ભારે સુખી હતી. ત્યાં નહાતી રાજની કનડગત કે નહોતાં કોઈ પ્રકારનાં કમ્મરતેડ કરભારણ. નહતી કેઈ નિયમ-જંજીરો કે નહતી કાયદાની અભેદ્ય જાળ. દરેક પ્રજાજન પિતાની રીતે ઉદ્યોગ-વેપાર કરી શકતા હતા અને પિતાના પરંપરાગત આદર્શો પ્રમાણે જીવી શકતો હતો. નગરીમાં કેટલાય કટાધિપતિઓ હતા. એમાં સુદંત નામનો એક શ્રેષ્ઠિવર્ય દરેક વાતે સુખી, સંસ્કારી અને ધર્મિષ્ઠ હતો. એને સંતાનમાં માત્ર મનમેહિની નામની એક કન્યા હતી; આ સિવાય કોઈ સંતાન નહોતું. સુતે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jâinelibrary.org