Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૮૭
સમતા, ક્ષમતા, સરળતા, સહનશીલતા, સંયમરંગ, સેવાપરાયણતા અને શીલ-પ્રજ્ઞા જેવી ગુણવિભૂતિ પિતાને સહજપણે મળી હોવા છતાં એમને એટલાથી સંતોષ નથી. એ તે પ્રભુના માર્ગે આગળ અને આગળ વધવા અને પિતાના જીવનને વધુ ને વધુ વિમળ અને શ્રેયસ્કર બનાવવા ઝંખે છે. આવી વિરલ ગુણવિભૂતિના અધિકારી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ આદર્શ ક્ષમાશ્રમણ સંતપુરુષ થઈ ગયા. વિદ્યાલયના ઉત્કર્ષ માટેની એમની લાગણી અને સેવાઓ ન વીસરી શકાય એવી છે. - આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની અને આ સંતપુરુષની જન્મભૂમિ એક જ વડોદરા શહેર; બન્નેનું સંસારી નામ પણ જોગાનુજોગ એક જ હતું ઃ છગનલાલ. એમને જન્મ વિ. સં. ૧૯૦૭માં થયેલું. જ્ઞાતિ દશા શ્રીમાળી. પ્રબળ ત્યાગભાવનાથી પ્રેરાઈને વિ. સં. ૧૯૩૫માં ૨૮ વર્ષની ભરયુવાન વયે તેઓએ અંબાલામાં પૂજ્ય આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધેલી. બાવીસ વર્ષના દીક્ષા પર્યાય બાદ વિ. સં. ૧૯૫૭ માં, પચાસ વર્ષની ઉંમરે, એમને પ્રવર્તકપદ આપવામાં આવ્યું હતું. પદવીને એમને ક્યારેય મેહ ન હતા, એટલે સમુદાયમાં એમનું સ્થાન વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધિ અને ચારિત્રવૃદ્ધ મુનિવર તરીકે એક વડીલ તરીકેનું હોવા છતાં, તેમ જ ગંભીર, ઠરેલ, શાણી, સૌનું હિત ચાહનારી અને સર્વવત્સલ પ્રકૃતિ હોવાને કારણે સૌhઈને એમના પ્રત્યે ખૂબ આદરબહુમાનની લાગણી હોવા છતાં, એમણે ક્યારેય પદવીની આકાંક્ષા કરી ન હતી. નિર્મળ સંયમયાત્રા દ્વારા સમતાની પ્રાપ્તિ એ જ એમનું જીવન ધ્યેય હતું.
પ્રાચીન જ્ઞાનભંડારેની સુરક્ષા અને સુવ્યવસ્થા, નવા જ્ઞાનમંદિરની સ્થાપના એ જાણે એમને જીવનરસ હતે. એને લીધે વડોદરા, છાણ, લીંબડી અને પાટણના જ્ઞાનભંડારે સુરક્ષિત બન્યા અને નવા પણ સ્થપાયા. જ્ઞાનરક્ષાના આ કાર્યની પરંપરા તેઓના સુશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ સાચવી હતી; અને પૂજ્ય ચતુરવિજયજી મહારાજના જ્ઞાનમૂર્તિ શિષ્યરત્ન આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે તે જ્ઞાનભંડારની સાચવણી, પ્રાચીન પ્રતાનો ઉદ્ધાર અને જ્ઞાને પાસનાને પોતાનું જીવન જ સમર્પિત કર્યું છે. જ્ઞાનભંડારો અને પ્રાચીન હસ્તપ્રતની સાચવણીના ઇતિહાસમાં એક જ પરંપરાના આ ત્રણ મુનિવરની સેવાઓ સદા મરણીય બની રહેશે. - પ્રવર્તકજી મહારાજે પંજાબ, ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર આદિ પ્રદેશને વિહાર કરીને એ પ્રદેશમાં પોતાની સૌમ્યતાભરી નિર્મળ સાધુતાની સુવાસ ફેલાવી હતી. જે કઈ વ્યક્તિ એમના પરિચયમાં આવતી તે એમની પ્રશાંત સાધુતાથી પ્રભાવિત થયા વગર ન રહેતી. આમાં આપણા દેશના ડો. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકર અને પરદેશના ડે. હર્મન યાકેબી જેવા વિદ્વાનને પણ સમાવેશ થતે. પંડિતવર્ય શ્રી સુખલાલજી, મુનિ શ્રી જિનવિજયજી, શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, શ્રી ઉમાશંકર જોશી જેવા વિદ્વાનો એમના પ્રત્યે ખૂબ આદર રાખતા.
એમનામાં સેવાભાવ અને કરુણાભાવ એ હતું કે જરૂર લાગે તો ગૃહસ્થ બીમારની સેવા કરતાં પણ તેઓ અચકાતા નહીં. અને એમની પાસે કામ કરતા લહિયાઓ કે વિદ્વાનેની તે તેઓ કુટુંબના વડીલ તરીકે જ સંભાળ રાખતા. અવિવેકી થવું નહીં અને અસત્ય કે અન્યાય સામે નમતું જોખવું નથી; એવી સૌમ્યભાવ અને સત્યપ્રિયતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org