Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૯૫
અને એમની મહેનત જ ન વીસરી શકાય એવાં છે. એમના જીવનની વિગતા મેળવી શકાઈ નથી; એટલે સને ૧૯૨૪ના જૂન માસમાં એમનુ શેાકજનક અવસાન થતાં વિદ્યાલય તરફથી (રિપાટ ૧૦, પૃ. ૨૦) આપવામાં આવેલ નીચેની અંજલિથી જ સતાષ માનવાના રહે છેઃ-~~ મેનેજીંગ કમિટીના કાર્ય અને ઉત્સાહની વાત થતાં સાથે જ શેઠ મેાતીલાલ મૂળજીના નામનું સ્મરણ થયા વગર રહી શકે તેમ નથી. લગભગ દરેક મીટીંગમાં પૂરતા ઉત્સાહથી હાજર રહેનાર, દરેક પ્રોસીડીંગ સમજનાર, નવી ભાવનાને સમજનાર, દેશકાળના પરિચય કરનાર અને દઢ વિચાર કરી મક્કમપણે કાર્ય કરનાર એ અમારા બધુની અમારી કમિટીમાંથી ખરેખર ખોટ પડી છે. પૈસા ભરાવવાના કાર્યોંમાં હાજર, મુકામના કાર્યોંમાં હાજર, જાતે પૈસા ભરી આપવામાં અતિ ઉત્સાહી એ આપણા પેર્ટૂનના સંવત્ ૧૯૮૧ ના માગશર વદ ૪ તે રાજ થયેલા દેહવિલયથી આ સંસ્થાએ ચુસ્ત કાર્યવાહક ગુમાવેલ છે, જૈન કામે એક શ્રદ્ધાળુ દત્રતા કાર્યદક્ષ સેવાધર્માભિમાની ગુમાવેલ છે. અને વ્યાપારી આલમે એક ગણતરીબાજ વ્યવહારકુશળ વ્યાપારી ગુમાવેલ છે. અમારી ખાતરી છે કે તેમના સુપુત્ર રોડ મણીલાલ મેાતીલાલ તેઓશ્રીને પગલે ચાલીને જરૂર પડેલી ખાટ બને તેટલી પૂરી પાડવા પ્રયત્ન કરશે જ.
""
**
સામાન્ય અને ગરીબ સ્થિતિના વનું હિત હંમેશાં તેમના હૈયે વસેલું હતું. વિદ્યાલયના નવમા વર્ષોમાં જ્યારે લેાન વિદ્યાથી ઓનુ પ્રમાણ ઘટાડીને પેઇંગ વિદ્યાથી આનુ પ્રમાણ વધારવાની વાત આવી ત્યારે શ્રી મેાતીલાલ શેઠે જ વિદ્યાલયના લાભ સામાન્ય અને ગરીબ વિદ્યાથી એને વધુ મળે એ માટે એ વાતના સફળ વિરોધ કર્યાં હતા.
આવા એક સમાજકલ્યાણના વાંછુ શ્રેષ્ઠીનું અવસાન એ સમાજ અને વિશેષે કરીને વિદ્યાલયને માટે મેાટી ખેાટરૂપ બની રહ્યું. એમને આપણા પ્રણામ હા !
અન્ય મહાનુભાવે
આજ રીતે બીજા પણ અનેક મહાનુભાવાએ વિદ્યાલયની સ્થાપના કે એના વિકાસ માટે પેાતાનાં સમય, શક્તિ અને સ`પત્તિના સદુપયેાગ કર્યાં હતા. એમાંના પણ કેટલાક મહાનુભાવાનુ` સ્મરણ કરીએ.
શેઠ હેમચંદ અમદ—એમનેા પણ સસ્થાની સ્થાપનામાં એવા જ ઉદાર અને ઉત્સાહભર્યા હિસ્સા હતા. વિદ્યાલયની સ્થાપના બાદ ટ્રેક વખતમાં જ તેઓને સ્વવાસ થયા હતા.
.
શેઠ ગાવિંદ્રજી ખુશાલ ઘણાં વર્ષો સુધી વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે તેમ જ એને દૃઢમૂળ કરનાર પાયાની વ્યક્તિ તરીકે એમણે બહુ કીમતી સેવાએ આપી હતી. કેટલેાક વખત એમણે વિદ્યાલયના ખજાનચી તરીકે પણ કામ કર્યુ હતુ. તેનુ વેરાવળમાં તા. ૧૮-૭-૧૯૩૧ના રોજ ગુંડાઓના હાથે કરપીણ ખૂન થયું હતું. એમને વિદ્યાલય તરફથી ( રિપોર્ટ ૧૩, પૃ. ૮) અ‘જલિ આપતાં કહેવામાં આવ્યું હતુ` કે—
વેળાવળના આ વયેાવૃદ્ધ નરરત્ને આ સંસ્થાની અનેક પ્રકારે સેવા બજાવી છે તે કઈ રીતે ભૂલાય તેમ નથી, તેઓએ સંસ્થાને નાણાની મદદ ઉપરાંત તેના ટ્રેઝરર તરીકે અને મેનેજીંગ કમિટીમાં દરેક વખતે હાજરી આપીને પેાતાના અનુભવના અને બુદ્ધિને પુરતા કાળેા આપ્યા છે અને સંસ્થાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org