Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ ચંડાના મુશળથી ભય પામીને તું પ્રચંડાને શરણે ગયે, પણ અત્યારે મારાથી હણાતો તું કોને શરણે જઈ શકે તેમ છે?” આમ કહીને તે ઘેટાને વારંવાર મારવા લાગી. ઘેટાના પિકારથી લેકે એકઠા થઈ ગયા અને બોલ્યા, “રે નિર્દય! આ પશુને શા માટે મારે છે?” ત્યાર પછી તેણીએ મંત્રેલું પાણી ઘેટા પર છાંટયું. એટલે તરત ઘેટે જટાધારી તાપસ થઈ ગયો. તે જોઈ માણસોએ તાપસને પૂછયું, “હે પૂજ્ય! આ શું?” ત્યારે તેણે પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી લે કે આશ્ચર્ય પામ્યા. ભય પામેલે તાપસ ત્યાંથી નાસી ગયે. વિદુલ્લતા વિચાર કરે છે કે મને ધિક્કાર છે કે મેં નિરપરાધી તાપસને માર્યો ! લોકમાં મારી નિંદા થઈ અને પતિને વિયેગા થયા. મદન વિચારવા લાગ્યું કે સ્ત્રીઓનાં ચરિત્ર જાણવા યોગીએ પણ સમર્થ નથી. તેથી ચંડા, પ્રચંડા ને વિદ્યુલ્લતા-એ ત્રણેને તજીને હવે હું આત્મહિત કરીશ. આ પ્રમાણે વિચારી મદન શેઠ હસંતી નગરીએ પહોંચ્યો. - છઠ્ઠી ઢાળ–ત્યાં ઉદ્યાનમાં તેણે આદિજિહંદનું ચૈત્ય જોયું. ભગવાનની સ્તુતિ કરીને તે રંગમંડપમાં બેઠે. તે વખતે સુંદર વેષવાળો એક યુવાન તેની પાસે આવીને બેઠો. તેને દુઃખી જોઈને મને પૂછ્યું: “હે મિત્ર! તું કોણ છે અને શા માટે નિઃશ્વાસ મૂકે છે?” તે બોલ્યો : “મારું દુઃખ પછી કહીશ. પહેલાં તમે કેણ છે તે કહો.” ત્યારે લજજા સાથે મદન શેઠે પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ધનદેવ નામને તે યુવાન બોલ્યઃ
તમારા દુઃખ કરતાં મારું દુઃખ અલ્પ છે.” મને કહ્યું, “તમારો વૃત્તાંત કહે.” એટલે ધનદેવ આ પ્રમાણે કહેવા લાગ્યા :
સાતમી ઢાળ–“આ નગરીમાં ધનપતિ નામે શ્રેષ્ઠી હતો. તેને લક્ષમી નામની ભાર્યા હતી. તેમને બે પુત્રો હતાઃ પ્રથમ ધનસાર, બીજે ધનદેવ. બન્નેને સર્વ કળા ભણાવી બે કન્યાઓ પરણાવી. તેમને કેટલાક કાળ આનંદમાં વ્યતીત થયા. તેમનાં માતાપિતા જૈનધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયાં. બન્ને ભાઈઓ પરસ્પર સનેહથી રહેતા, પરંતુ સ્ત્રીઓ કલહ કરતી હતી. તેથી ધનાદિક વસ્તુઓ વહેંચીને તેઓ જુદા રહેવા લાગ્યા. નાનાભાઈને ઉદ્વેગ પામે જોઈને મોટા ભાઈએ ઉદ્વેગનું કારણ પૂછ્યું, ત્યારે નાનાભાઈએ પોતાની સ્ત્રી તરફ અસંતોષ બતાવ્યું, તેથી મોટાભાઈ એ રૂપગુણયુક્ત એવી બીજી કન્યા શોધી તેની સાથે ધનદેવને પરણાવ્યા.
આઠમી ઢાળ-નવી સ્ત્રી સાથે ધનદેવ ભેગ ભેગવવા લાગ્યું, પરંતુ દુર્ભાગ્યે તે પણ સ્વેચ્છાચારી નીકળી. એક દિવસ અને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઈચ્છાથી ધનદેવે કહ્યું :
મને આજે વર આવ્યા છે.” અને પછી તે સૂઈ ગયો, નાસિકાના ઘેર શબ્દ બોલાવવા લાગ્યું. તેને નિદ્રાવશ થયેલો જાણું મટી સ્ત્રીએ નાનીને કહ્યું : “બહેન, ઝટ બધી સામગ્રી તૈયાર કર.” પછી બન્ને જણ એક આમ્રવૃક્ષ પર ચઢી. તે વખતે ધનદેવ પણ ગુપ્ત રીતે આમ્રવૃક્ષના કોટરમાં બેસી ગયે. પછી તે સ્ત્રીઓએ મંત્રજાપ કર્યો, એટલે એ આંબો આકાશમાં ઊડીને રત્નદ્વીપના રત્નપુર નગરમાં ગયે. બન્ને જણ નગરમાં ઈચ્છા પ્રમાણે આશ્ચર્યો જેવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ ગયે, અને તેમનું આવું ચરિત્ર જોઈને આશ્ચર્ય પામ્ય.
નવમા ઢાળ-તે નગરમાં શ્રી પુંજ નામને શ્રેષ્ઠી હતો. તેને ચાર પુત્રો ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેને અત્યારે લગ્નોત્સવ ચાલતો હતો. તેને પરણવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org