Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ આ ક્ષેત્રમાં આગળ વધેલા સમ હિપ્નોટિસ્ટાનાં જે વિધાના વાંચવા મળે છે, એ જાણે કે હૂબહૂ શાસ્ત્રવચન હેાય એવાં જ લાગે છે. એથી જ એ વિધાના નજરે ચડતાં વીતરાગ ભગવંતાની સજ્ઞતા અંતરમાં વસી જાય છે.
દ
જૈન દન એમ માને છે કે પ્રાણીમાત્રે કોઈ પણ અશુભ વિચાર ન કરવા જોઈ એ, અને સદા શુભ વિચારામાં જ રમમાણ રહેવુ જોઈ એ. એની પાછળનો હેતુ જણાવતાં એ કહે છે કે કોઈ પણ વિચાર અંતે આત્માના સસ્કાર અની જાય છે. અને જો આવે સ'સ્કાર અશુભ હાય તેા તે પુનઃ પુનઃ જાગૃત થતા રહી આત્મામાં ઘણા વિકારા ઉત્પન્ન કરતા રહી પ્રકાશના પુજ સમા આત્મામાં અનંત અંધકાર ફેલાવી મૂકે છે. આથી ઊલટું, શુભ વિચારના સ`સ્કાર સારા પડે છે. એટલે જ મનુષ્યે વિચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અશુભ વિચાર જો ભયંકર ગણાતા હાય તે તે તેનાથી નિષ્પન્ન થતી અશુભ સંસ્કારોની પરંપરાને કારણે જ. આ હકીકતને અનુલક્ષીને જ વિચારોથી થતા કર્મોના બંધ કરતાં સ`સ્કારોના અનુબંધનું સામર્થ્ય વધુ આંકવામાં આવ્યુ છે; અને તેથી જ જન્માન્તરામાં નિષ્પન્ન કરેલા અશુભ કર્માંના અનુ ધાને તેાડી નાંખવાનુ' માનવજીવનના પરમ કર્તવ્ય તરીકે ‘ શ્રી ઉપદેશપત્તુ ’માં જણાવવામાં આવ્યું છે.
આ જ વાતને આધુનિક વિજ્ઞાનના પુરસ્કર્તાએ હિપ્નોટિઝમની વિદ્યા દ્વારા પુષ્ટિ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે તા માણુસનાં એ મન મહત્ત્વનાં છે : એક જાગૃત ( Conscious ) મન અને ખીજું આંતર Sub-conscious ) મન. જાગૃત મનમાં જે વિચાર આવે છે તે થાડા સમય ત્યાં રહીને પછી અર્ધજાગૃત-સુષુપ્ત જેવા—મનમાં ચાલ્યા જાય છે. આ વિચાર ત્યાં જઈને સત્ર વ્યાપી જાય છે. પછી જ્યારે જ્યારે તેને તક મળે છે ત્યારે ત્યારે તે વ્યાપી ગયેલા વિચાર જાગૃત મનમાં આવી જાય છે અને પેાતાનુ’ કાર્ય કરતા રહે છે. વસ્તુસ્થિતિ આવી છે માટે માનવે કાઈ પણ અશુભ વિચાર ન થઈ જાય તેની ખૂબ કાળજી કરવી જોઈએ. હા, જાગૃત મનના ઉત્તેજિત વિચાર હજી ભયાનક નથી, પરંતુ પછી આંતર મનમાં એ સર્વત્ર વ્યાપી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે; અને તેથી ફરી ફરી તેનાં માઠાં ફળે ભાગવવાનુ` દુર્ભાગ્ય અવસરે સાંપડત્યાં કરે છે, એ બધું ખૂબ જ દુ:ખદ છે. આ જ વાતને તેએ એક સુંદર દૃષ્ટાંત આપીને સમજાવે છે. એક કાચનો ગ્લાસ લેા. તેના પાણા ભાગ પાણીથી ભરી દો. પછી તેમાં ખીસાના એક રૂમાલ એવી રીતે નાખેા કે અડધા રૂમાલ ગ્લાસના પાણીમાં પડીને ભીંજાઈ જાય અને બાકીને અડધા રૂમાલ પાણીની બહારના ગ્લાસની ધાર ઉપર પડી રહે. હવે એ પાણીની બહાર રહેલા સૂકા રૂમાલ ઉપર સાકરનો એક ગાંગડા મૂકેા. શુ' આ સાકરનો કટકા ઓગળશે ખરા ? ના. સારુ'. હવે એ સૂકેા રૂમાલ પેલા સાકરના કટકા સાથે જ ગ્લાસના પાણીમાં સરકાવી દો; ઘેાડી વારમાં જ આપણને જોવા મળશે કે પેલા સાકરનો કટકા ઓગળી ગયા છે, અને એની મીઠાશ પાણીના પ્રત્યેક ટીપા સુધી અને રૂમાલના દરેક તંતુ સુધી વ્યાપી ગઈ છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં જે સૂકા રૂમાલ છે તે અજાગૃત મન છે. જે સાકરનો કટકો છે તે વિચાર છે. જ્યાં સુધી વિચાર જાગૃત મનમાં છે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org