Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ તાજી કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું જે કામ આજના હિટિસ્ટ વૈજ્ઞાનિકે કરી રહ્યા છે, તે ઉપરથી પૂર્વજન્મ અને પુનર્જન્મની સિદ્ધિ થઈ જાય છે. જેન દાર્શનિકો માટે ખૂબ મહત્ત્વની અને જેન દર્શનનું ગૌરવ વધારે એવી આ બીના છે. જે વાત જેન દાર્શનિકોએ ઠેર ઠેર કહી છે, તે પૂર્વજન્માદિની વાત ઉપર આજ પૂર્વે કયારેય જે ઊહાપોહ થયું નથી તે ઊહાપોહ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથું મારવા તત્પર બને છે. આત્મા છે કે નહિ? આ જીવન પછી બીજું કાંઈ છે કે નહિ? શું અહીં જ સર્વથા વિનાશ થઈ જાય છે જે તેમ ન થતું હોય તો મૃત્યુ પછી શું થાય છે? વગેરે વગેરે. પ્રશ્નો આજે તે ચારે બાજુ જોરશોરથી ઊઠી રહ્યા છે. અને એ કેવા અપૂર્વ આનંદની બીના છે કે આ પ્રશ્નોને જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈન દાર્શનિકે તેમ જ પૂર્વજન્મને સ્વીકાર કરતાં અન્ય દાર્શનિક વિધાનોને લગભગ સંપૂર્ણ મળતે આવે છે; આ હકીકતે સર્વજ્ઞ વિશેની શ્રદ્ધાને પણ વધુ દઢ કરે છે. - જેમની ઉપર ઊંડાં વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે તેમણે બધાએ બહુ સાફ શબ્દોમાં એ વાત કહી છે કે, “અમે મરતા જ નથી, અમે તો શાશ્વત કાળ સુધી રહીએ છીએ. તમારી મોટી દુનિયાને અમે શબ્દ દ્વારા એ ઘણી મહાન સાચી વાત કહેવા માગીએ છીએ કે આત્મા અમર છે કે તમે અમને પૂછશે કે આ અમરત્વ એ શું વસ્તુ છે? તે અમે તમને કહીશું કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનું અમરત્વ છે. ટૂંકમાં અમારે એ જ કહેવું છે કે આત્માના મૃત્યુ જેવી કઈ વસ્તુ જ નથી.' '
વશીકૃત થતા અગણિત આત્માઓએ આત્માની અમરતાનાં આવાં ગાન ગાયાં છે અહીં એ યાદ રાખવું ઘટે કે આ વિધાન આજના વૈજ્ઞાનિકનાં સંશોધનોથી નિષ્પન્ન થયેલાં વિધાન છે. આજનું જગત એની સામે બળવો ઉઠાવી શકતું નથી. એથી જ
એ વાતને અહીં શાસ્ત્રોને આધારે રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની શોધને આધારે રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે.
3. To Turn, for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct ? What happens after deth? These are great questions, and today they are engaging the attention of men as never before in the history of world.
–એજન, પૃ. ૧૭૩ . We do not die ! We live on through the ages into eternity......... The Voice is the instrument where by, we, The Greater World, can make known unto you the great Truths of Eternity in language form.
–એજન, પૃ. ૧૭૩-૧૭૪ 4. What then is Eternity ? Immediately the answer comes : Eternity means the cessation of limitation.
' –એજન, પૃ. ૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org