Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ રીતે તેમની વાતને વડી કાઢતો. પણ અફસોસ! જ્યારે ઘણાબધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું ત્યારે તે માટે પણ માનવું પડયું કે પુનર્જન્મ જેવી કઈ વસ્તુ જરૂર અસ્તિત્વ ધરાવે છે.'
વશીકરણને પ્રયોગ કરવા દ્વારા એક આત્મા (subject) પિતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાઓને વર્તમાન કાળમાં અનુભવો હોય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે—એ બધું આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું જરૂર છે, પરંતુ આ તો વૈજ્ઞાનિકોની દુનિયાની વાત છે. આજનું બાળક, આધુનિક જગતને એક યુવાન કેલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે બંડ પુકારવા સદા લાચાર હોય છે, કેમકે એને આજના વૈજ્ઞાનિકોના જાતપ્રાગે ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહી આત્માના પૂર્વજન્મની વાતને વશીકરણ વિદ્યાના પ્રયોગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે, તે જ હકીકત આપણે વિચારીશું.
જેમણે આ પ્રયોગો કર્યા છે, તેઓ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વર્તમાન કાળમાં જીવન જીવતે કોઈ પણ માનવ પિતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુઃખને અનુભવ કરે છે, તેનાં કારણે, હકીકતમાં છે, તેના પૂર્વજોમાં જ પડેલાં હોય છે. વશીકરણ વિદ્યાના સાધકે કહે છે કે પૂર્વના દેશોના ચિંતક “કર્મ” જેવી એક વસ્તુને માનીને જન્માંતરનાં કારણે અને વર્તમાન જન્મનાં સુખદુઃખાદિ કર્યો વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે. ઘણા માણસે પિતાના જીવનમાં ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી, પરંતુ પૂર્વજન્મને સિદ્ધાન્ત એ કારણે શેધી આપે છે. શું સુખ કે શું દુઃખ-બેય કાર્યોનાં કારણે અવશ્ય છે, આ જન્મમાં નહિ તો જન્માતરમાં. વશીકરણ વિદ્યાથી, સામાન્ય રીતે તે, વર્તમાન જીવનના જ ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરવાને પ્રયત્ન આજ સુધી કરવામાં આવતું હતું, પરંતુ હવે તે ગર્ભાવસ્થાના અનુભવો અને એની પૂર્વના જન્મના અનુભવોનું પણ સ્મરણ કરાવવામાં આવે છે. વર્તમાન જીવનના
9. Por years the theory of reincarnation was a nightmare to me and I did my best to disprove it and even argued with my tranee sobjects to the eliect that they were taking nossence, and yet the years went by. One subject after another told me the same story in spite of different and varied conseious beliefs, in effect until now, well over a thousand cases hare been so investigated and I have to admit that there is such a thing as reincarnation.
--ધ પાવર વિધિન (The Power Within), પૃ. ૧૭૦ .. This study explains the secret of justice in a very broad way showing how a person appears to suffer in this life as a result of something he has done in a past life through this law of action and reaction know in the East as "Karma". ......... Many a person cannot see why he suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocities committed by him in lives gone by. Others, no matter what they seem to do, 'fall on their feet' as it were; and may it not be the reward for services rendered in lives gone by ?
–એજન, પૃ. ૧૭૦-૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org