Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વશીકરણુવિદ્યા અને પુનર્જન્મ
લેખક : પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી.
નરી ઇંદ્ધિની સહાયથી પ્રત્યક્ષ પુરવાર થતી અથવા તક, અનુમાન કે આનુષંગિક પુરાવારૂપ અન્ય સામગ્રીથી નક્કી થઈ શકતી બાબતે ઉપરાંત એવી પણ કેટલીય બાબતો છે કે જેને પુરવાર કરવા માટે આનાથી પણ વધુ સૂક્ષમ સાધનસામગ્રીની, સૂક્ષ્માતિસૂક્ષમ અવલોકનની અને જેને પ્રચલિત પરિભાષામાં યૌગિક પ્રક્રિયા કહે છે, એ પ્રક્રિયા દ્વારા મેળવેલ વિશિષ્ટ જ્ઞાન કે જાતઅનુભવની અપેક્ષા રહે છે. તેથી જ આવી બાબતોને અતીન્દ્રિય કે અહેતુવાદના વિષયની કેટિની લેખવામાં આવે છે.
પૂર્વજન્મ કે પુનર્જન્મ આવો જ એક અતીન્દ્રિય વિષય છે, અને એના રહસ્યને પામવાના અનેક પ્રયત્ન છેક અતિપ્રાચીન ભૂતકાળથી લઈને તે અત્યાર સુધી થતા જ રહ્યા છે. જૈન તત્વજ્ઞાન અને ધર્મની પ્રરૂપણા અને સાધનાને પાયો જ પુનર્જન્મનું અસ્તિત્વ છે. તેથી, એમ કહેવું જોઈએ કે, પુનર્જન્મના અસ્તિત્વની શ્રદ્ધા જેટલી દઢ બને એટલી ધર્માચરણની શ્રદ્ધા અને ભાવના દઢ બને. અહીં વશીકરણવિદ્યા (Hypnotism)ને આધારે પુનર્જન્મ અને એના અસ્તિત્વ અંગે કેટલીક વિચારણા કરવા ધારી છે.
જૈન દર્શનમાં આત્માના અસ્તિત્વ અંગે શંકાને કોઈ સ્થાન નથી. સમગ્ર સચરાચર જગતની સમવિષમ–તમામ અવસ્થાઓ ત્યારે જ ઘટમાન બની શકે જ્યારે આત્મા જેવી વસ્તુ માનવામાં આવે; તેને નિત્ય માનવામાં આવે, કર્મનો કર્તા અને ભક્તા માનવામાં આવે; એ ક્રમને સંપૂર્ણ વિનાશ શક્ય હોવાનું માનવામાં આવે અને સર્વ કર્મથી મુક્ત બનવા માટેના ઉપાયનું અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવે. શ્રીવીતરાગ સર્વજ્ઞ ભગવંતે એ પિતાના જ્ઞાનમાં આત્માનું આવું છ બાજુઓવાળું સ્વરૂપ જોયું અને જગતની સમક્ષ એ સ્વરૂપની પ્રરૂપણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org