Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ: ક્ષેમરાજ
ઊતર્યો અને મન હળવું થયું પછી નિવાસસ્થાનની સમતા-વિષમતાની ચિંતા રહેવા પામતી નથી, ખરું ને?”
ખરી વાત છે.” પછી વાનપ્રસ્થ જીવન સંબંધે પતિ-પત્ની વચ્ચે વિચાર-વિનિમય થવા લાગ્યા. તે દરમિયાન તક જોઈને ઉદયમતીએ કહ્યું: “કુમાર ક્ષેમરાજે જે કાંઈ કર્યું તે એટલું વિલક્ષણ છે કે મારા મનની એક ગ્રંથિ છૂટતી નથી.”
“કઈ ગ્રંથિ?”
તેના આ વર્તનમાં બધા જે વિલક્ષણતા જુએ છે તે કરતાં અધિક ગહન એવું કેઈ રહસ્ય હોવું જોઈએ એમ હું માનું છું. કેઈએ એ રહસ્ય સંશોધી મારા મનનું સમાધાન કર્યું નથી.”
ચાપાસ વિસ્તરી રહેલી પાર્થિવતાને જેનારાંઓ ક્યાંથી સંશોધન કરી શકે ? અને હું તે કરું તેય તમારું સાચું સમાધાન થાય કે નહિ તેની મને ખાતરી નથી.”
આપે કહેલી વાત પર મેં કોઈ વાર શંકા કરી નથી....”
“તે હવે તમે મારી પાસેથી એ રહસ્ય જાણવા ઈચ્છે છે? ભલે, હું કહીશ, પણ તે તમને પચશે કે નહિ તેની મને હજીય ખાતરી નથી.”
તે એટલું મારું તપ છું.”
એમ નાસીપાસ ન થશે. ક્ષેમરાજની જનની બકુલાદેવી સોમનાથના મંદિરની નર્તકી હતી તે તમે જાણો છે. વસ્તુતઃ તે શિવનિર્માલ્ય યોગિની હતી. મારી પત્ની થવા તેણે પતન સ્વીકાર્યું, પણ ભક્તિયોગમાંથી તે ભ્રષ્ટ થઈ નહતી, તેને હું સાક્ષી છું. સગર્ભાવસ્થામાં કે પ્રસૂતિકાળમાં પણ તેને એ વેગ ચલિત થયે નહિ કે આથમ્ય નહોતા. કેઈગભ્રષ્ટ થયેલા આત્માને પુત્ર રૂપે જન્મ આપીને તેણે થોડા દિવસમાં જ ઈહલોકમાંથી ચિર વિદાય લીધી હતી. હું, તમે અને બીજાઓ એ ગભ્રષ્ટ આત્માને આજે ક્ષેમરાજના સ્વરૂપમાં જોઈ રહ્યાં છીએ. પૂર્વભવની અધૂરી રહેલી તિતિક્ષાને પૂરી કરવા તે ઈચ્છતા હોવો જોઈએ. તેના વર્તનમાંથી મડું મેંડું પણ એ જ રહસ્ય મને લાધ્યું છે, રાણીજી ! ” - ઉદયમતી એ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ, પણ પતિની વાણી પરની તેની શ્રદ્ધા એકસરખી અડગ રહી. બકુલાદેવીને તેણે જોઈ હતી, છેડા દિવસ તેની નિકટમાં તે રહી હતી, તેને સંબંધમાં ચિત્ર-વિચિત્ર વાતે તેણે સાંભળી હતી, પરંતુ ત્યારે ઉદયમતીના અંતરમાં સપત્નીભાવની કાલિમા વ્યાપી હતી; પેલા યોગભ્રષ્ટ આત્મા તરફ અંગુલિનિર્દેશ કરીને અને તેની ગિની માતાના અંત સ્વરૂપની ઓળખ આપીને પતિએ જે કાંઈ કહ્યું હતું તેથી રાણીના અંતરની કાલિમા દૂર થઈ જતાં તેમાં અપૂર્વ પ્રકાશ પથરાવા પામ્ય હતો. એ પ્રકાશમાં તેણે બેઉને નીરખ્યાં, ઓળખ્યાં, અને તત્ક્ષણ પતિના ચરણ પર તેનું માથું ઢળ્યું. તેની આંખોમાં આદ્રતા પ્રકટી. તે જોઈ ભીમદેવની આંખોમાંથી કૃતશત કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org