Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૭.
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ
એ અરુચિનું કારણ શું છે? તને માઠું લાગે એવું કશું બન્યું છે?” “કશું જ બન્યું નથી. વિશેષમાં દેવપ્રસાદ અને તેની માતા મારા નિશ્ચયને અનુદન આપે છે.”
દેવપ્રસાદ–એ કિશોર કરે એને પણ શું એમ જ લાગે છે? સવારી માટે કચ્છી ઘોડાની જેડી તે તેણે હમણાં જ મંગાવી છે. તારા જેવું વૈરાગ્ય શું એને...”
ક્ષેમરાજ વચ્ચે બોલી ઊઠશેઃ “નહિ, નહિ, પિતાજી! એ વૈરાગ્ય નથી.” ક્ષેમરાજ સ્મિત કરતો આગળ બોલ્યો : “દેવપ્રસાદ પિતૃભક્તિથી પ્રેરાઈ મારા નિશ્ચયને વધાવી લે છે. હું કાંઈ મને વૈરાગ્યવાસિત માનતો નથી. રાજ્ય અંગેનાં જે કાર્યો આપે મને પેલાં અને મેં કરેલાં તેમાંય મારે રસ નહોત–આપની આજ્ઞાને ધમ્ય તથા અધીન થવા
ગ્ય માનીને હું તેને અનુસર્યો છું. આજે જ્યારે મારે પિતાને આપનું સ્થાન લેવાને સમય આવ્યો છે, ત્યારે જ હું આપને આટલું કહેવાનું હૈયે ધારણ કરી શક્યો છું.”
તું કાંઈક અદ્ભુત લાગે તેવી વાત કરે છે....”એટલું બેલી ભીમદેવ જરા આડે પડ્યો અને આંખો મીંચી જાણે ઊંડા વિચારમાં હોય તેમ શાન્ત પડ્યો રહ્યો.
અધઘડી, ઘડી, બે ઘડી ગઈ, પણ ભીમદેવે આંખ ઉઘાડી નહિ, ત્યારે પિતાને શાન્ત નિદ્રા અનુભવતા જોઈ ક્ષેમરાજ પિતાના આવાસમાં ચાલ્યા ગયે.
ક્ષેમરાજ ઉદયમતીના આવાસમાં ગયે અને જે કાંઈ તેણે પિતાને કહ્યું હતું તે તેણે ઉદયમતીને પણ કહ્યું. રાણી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે સ્વપ્નમાં પણ ધાર્યું નહોતું કે પોતે કોઈ દિવસ રાજમાતા થવા પામશે. ક્ષેમરાજ યુવરાજ હતું, કર્ણ નાને કુમાર હતા અને પોતે એકલા કર્ણની માતા હતી. કર્ણને ગુજર્જરેશ્વરનો રાજમુકુટ પહેરવાને અધિકાર ન હોય તે ઉદયમતીને રાજમાતા-પદ વરે એ કદાપિ બનવાનું નહોતું; છતાં જાણે ક્ષેમરાજ ચાહીને પોતાને રાજમાતા બનાવી રહ્યો હોય એવું તંદ્રાસુખ ઉદયમતીએ ઘડીભર માયું.
રાજમહાલયમાં એ વાત પ્રસરતાં વાર લાગી નહિ. રાજસેવક મહામંત્રીને આવાસે પહોંચી ગયે અને તેની પાસેથી વાત જાણી મહામંત્રી પાલખીમાં બેસી રાજગઢમાં દોડી આવ્યું. તેણે મંત્રણાગૃહમાં ડેકિયું કર્યું, ત્યારે પાર્શ્વકે કહ્યું : “મહારાજ ક્યારનાય આરામ લઈ રહ્યા છે.”
મહામંત્રી ઉદયમતીને આવાસે ગયે તે રાણી પણ વિચારનિમગ્ન જણાઈ. તેણે આશ્ચર્ય અનુભવતાં રાણીને પૂછયું તે વાત સાચી માલૂમ પડી. રાણીએ ક્ષેમરાજના સ્વમુખના શબ્દો મહામંત્રીને કહી સંભળાવ્યા.
ભીમદેવ સ્વસ્થ થઈને આસન પર બેઠે છે એવું સેવક પાસેથી જાણી મહામંત્રી ભીમદેવની પાસે ગયે કે તુરત ભીમદેવે આજ્ઞા કરીઃ “મહામંત્રી ! રાજ્યાભિષેકનું મુહૂર્ત જળવાય એ રીતે કર્ણને રાજ્યાભિષેક કરવાનું છે. ક્ષેમરાજની ઈચ્છાને મારે હવે સ્વીકા૨વી પડે છે.”
મહારાજ ! રાજા પદ ગ્રહણ કરવાની યુવરાજની અનિચ્છા મને ખૂબ જ વિસ્મયકારક લાગે છે. આપે એ અનિચ્છાનાં કારણો યુવરાજને પૂછજ્યાં તે હશે જ,”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org