Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પર
ભીમદેવના એ ઉદ્ગારથી મૌન અને ગાંભીય છવાઈ ગયાં.
એ ક્ષણ રહીને ભીમદેવે ફરમાવ્યું : “ ત્યારે સામશર્મા ! યુવરાજના રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત શેાધીને કાલે મને કહેજો. ”
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-ગ્રંથ
આટલી ત્વરાથી ભીમદેવ રાજ્યત્યાગના અને પુત્રના રાજ્યાભિષેકના નિણૅય કરશે એવુ' કોઈની કલ્પનામાં નહેાતુ, એટલે એ સાંભળનારા સર્વ કોઇ વિસ્મય પામ્યા. મહામંત્રીએ કહ્યું : “ આટલી બધી ઉતાવળ ન હેાય મહારાજ ! એ માટે તેા સ’પૂ મંત્રણા-વિચારણા કરવી જોઈ એ ”
66
શુભસ્ય શીઘ્રમ્ . યુવરાજ રાજ્ય સંભાળશે અને હુ તીવાસ કરીશ. ઘણાં વર્ષ રાજ્ય ચલાવ્યું, ઘણાં યુદ્ધો કર્યાં, અનેકને માર્યાં, અનેકને દંડયા ને તુરગમાં પૂર્યો, ઇત્યલમ્ ! ક્ષાત્રધર્માનું પાલન કર્યું, હવે આત્મધર્મની આરાધનામાં વિલ’બ કરવા નથી. ’
અંતઃપુરમાં, રાજગઢમાં અને નગરમાં એ વાત તુરત પ્રસરી ગઈ. રાણી ઉદયમતીએ પતિની સાથે તી વાસ કરવાના મનેાભાવ પ્રગટ કર્યાં અને ભીમદેવે તે સ્વીકાર્યાં. સેામશર્માએ રાજ્યાભિષેક માટે અક્ષયતૃતીયાનુ મુહૂત કાઢી આપ્યું.
પાટણમાં રાજ્યાભિષેકના સમારંભની તૈયારીએ થવા લાગી. માંડિલકા અને મ`ડલેશ્વરાને નિમંત્રણા પાઠવવામાં આવ્યાં. નગરમાં આગામી ઉત્સવના રંગ છવાઈ ગયા.
એક દિવસ ક્ષેમરાજે એકાંતમાં પિતા સમક્ષ જઈ ને કહ્યું : “પિતાજી, મને ક્ષમા કરજો, પણ રાજાપદ ગ્રહણ કરવાની મારી ઇચ્છા નથી; કણુ ના રાજ્યાભિષેક ભલે થાય !” ભીમદેવ એકાએક રામકી જતા ખેલ્યું : “ એ શુ કહે છે, તું બેટા ! ’’
66
સ ́પૂર્ણ વિચાર કરીને મે' એ નિશ્ચય આપને જણાવ્યા છે. રાજત્વ ભાગવવામાં મને રસ નથી; રાજ્યાભિષેક માટે મને લગારે ઉત્સાહ ક્રુરતા નથી. ”
ઃઃ
રસ નથી ! ક્ષત્રિયપુત્રને ક્ષાત્રધર્માંચિત કબ્યમાં રસ કેમ ન હોય ? ”
,,
“ એ રસ ચાખી–માણીનેય છેવટે તેના ત્યાગ કરવા એ જ ક્ષત્રિયનું` આત્મકલ્યાણ માટેનુ' ક બ્ય હાય તા ત્યાગ કરવાના સમય આવ્યા પૂર્વે કલ્યાણમાના પ્રવાસી થવું એ મને વધુ ગમે છે. એમાં મને વિશેષ ઔચિત્ય લાગે છે. ’
ભીમદેવ વિચારમાં પડી ગયા. ક્ષણભર તેને લાગ્યુ કે સુરાચાય મુનિની વાણી ક્ષેમરાજના અ'તરમાં ઊંડી ઊતરી ગઈ છે અને સેામચંદ્ર ઋષિના વાનપ્રસ્થ જીવન તરફ તેના મનનુ આકષ ણુ થયુ છે.
મીજી ક્ષણે તેને લાગ્યું કે ચાળીસ વર્ષના જુવાન અને રાજ્યકામાં પળેટાયેલા રાજકુમારનું એવું આકસ્મિક આકષ ણ સ્વાભાવિક ન હેાઈ શકે.
તેણે પુત્રને પૂછ્યું : “ રાજત્વથી તું ભયભીત તા થયા નથી ને, બેટા ?'
** ના, પિતાજી ! ભય પામવાનું કશું કારણ નથી. પહેલાં જેમાં રુચિ હતી તેમાં હવે અરુચિ થઈ આવી છે, એ ખરું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org