Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ - નિયત દિવસે કર્ણને રાજ્યાભિષેક થયે, અને ગુજરાતભરના માંડલિક, મંડલેશ્વર તથા નાગરિકે એ તેના રાજશાસનને વધાવી લીધું.
વધુ ને વધુ અશક્ત થતા જતા શરીરને કારણે તીર્થનિવાસને ભીમદેવનો મનેભાવ પાર ન પડ્યો અને થોડા દિવસમાં તેને સ્વર્ગનિવાસ થયો.
કણે ગુજર્જરેશ્વરના રાજસિંહાસન પર બેસીને મોટા ભાઈને દધિસ્થળી મંડલના અધીશ્વર તરીકે સ્થાપે. સરસ્વતીને તીરે આવેલા મંડુકેશ્વર મહાદેવના મંદિરથી શેભિત તથા કીર્તિત એવા એ સ્થાનમાં સહકુટુંબ વસીને ક્ષેમરાજે પ્રભુચિંતન તથા આત્મચિંતનમાં સંસારી જીવન પૂરું કર્યું. દેવપ્રસાદ રાજસેવાને અને પિતૃસેવાને સમાન ધર્મો સમજતો તથા જીવનયાપન કરતો રહ્યો. ક્ષેમરાજના અવસાન પછી તે દધિસ્થળીને મહામંડલેશ્વર થયા.
* અંજલિઃ મધુર કથા આપીને કથાકાર વિદાય થયા ! ધર્મને આદર્શ રજૂ કરતી આ સરસ, સરળ, હૃદયંગમ ઐતિહાસિક સમર્પણકથા શ્રી ચુનીભાઈએ તા. ૯-૫-૧૯૬૫ના રોજ લખી હતી. એ કથા મોકલતી વખતે શ્રી ચુનીભાઈએ મારા ઉપર નીચે મુજબ પત્ર લખ્યો હતો –
ગિરધરનગર, શાહીબાગ
અમદાવાદ તા. ૯-૫-૧૯૬૫ શ્રી કાંતિલાલ કેરા,
શ્રી. મ. જે. વિ. ના સુવર્ણ મહોત્સવના ગ્રંથ માટે આ સાથે એક એક નવલિકા એકલી છે. પહોંચ લખશો.
લિ. સેવક
ચુનીલાલ વ. શાહ લખાયા પછી બે વર્ષ કરતાંય લાંબા સમયે આ મનહર સાહિત્યકૃતિ પ્રગટ થાય છે ત્યારે શ્રી ચુનીભાઈ આ ગ્રંથ જેવા માટે આપણી વચ્ચે હયાત નથી તેથી અંતર ઊંડી વેદના અનુભવે છે. તેઓ તા. ૧૨-૫-૧૬ના રોજ વિદેહ થયા, એ વાતનેય ઢેક વર્ષ થવા આવ્યું! જવાનું તે કાને નથી ? શ્રી ચુનીભાઈ જીવનભર નિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક સરસ્વતી ઉપાસના કરીને એક કૃતાર્થ સારસ્વત તરીકે અમર બની ગયા. એમની પ્રશાંત વિદ્યાનિષ્ઠા અને સાદી-સ્વસ્થ જીવનરીતિને આપણે ચિરકાળ સુધી યાદ કરતાં રહીશું.
છેક છેલ્લી અવસ્થામાં લખાયેલી, કદાચ અંતિમ લેખી શકાય એવા, આ કૃતિમાં પણ શ્રી ચુનીભાઈની કલમની સુગમતા, સ્વસ્થતા, મધુરતા અને ભાષા અને શૈલીની ઠાવકાઈ અને પ્રૌઢતા દેખાઈ આવ્યા વગર નથી રહેતી. શ્રી ચુનીભાઈની આ કૃતિનું અંતરથી સ્વાગત છે ! એ કૃતિને યશનામી કર્તાને આપણું અંતરના પ્રણામ હો !
કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા
મંત્રી, સંપાદક મંડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org