Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આવ્યું અને ધનદેવને ઘેર ગયે. ત્યાં એણે ધનદેવને જ નહિ, એટલે તેની પત્નીઓને પૂછ્યું કે ધનદેવ કયાં ગયો છે? એમણે જવાબ આપ્યો કે વ્યાપાર માટે પરદેશ ગયા છે. ત્યારે સાગરદત્તે કહ્યું : “શ્રી પુંજ શેઠે આ અલંકાર મોકલાવ્યા છે ને જમાઈ ધનદેવને શીધ્ર બેલાવ્યા છે. બન્ને સ્ત્રીઓ બેલીઃ “અમારા પતિ કે પત્નીને મળવા ઉત્સુક છે. પરંતુ કાર્યવશ દેશાંતર ગયા છે. જતાં કહેતા ગયા છે કે કદાચ રત્નપુરથી અહીં કોઈ આવે તે તેની સાથે મારી પ્રિયાને માટે પિપટ મોકલજે, ને જે આપે તે લઈ લેજે.” એમ કહી સાગરદત્તને પાંજરા સહિત પિપટ આપે, અને તેની પાસેથી અલંકાર લઈ લીધા. સાગરદત્ત વ્યાપાર કરીને પોતાના નગર રત્નપુર ગયે ને શ્રીજને ધનદેવના સમાચાર કહીને પિપટ આપે. શેઠે પિતાની પુત્રીને એ પિોપટ આપે. તેથી તે સંતોષ પામી અને પિપટને રમાડતી દિવસે વિતાવવા લાગી.
તેરમી ઢાળ–પિપટને રમાડતા રમાડતાં એણે એક દિવસ પિપટના પગમાં દોરો જે; આશ્ચર્ય પામી તે તોડી નાખે. તત્કાળ પિપટના બદલે ધનદેવ પ્રગટ થયે. તે જોઈને તે આશ્ચર્ય પામી. એણે પૂછયું: “આ શું આશ્ચર્ય ?” તે બોલ્યોઃ “તું જે જુવે છે તે સત્ય છે. વધારે પૂછવાની જરૂર નથી.” આ વૃત્તાંત શ્રીમતીએ પિતાના પિતાને કહ્યો. આ સાંભળી બધા આનંદિત થયા. કેટલાક સમય સુખમાં વ્યતીત થયે. શ્રીપુંજ સ્વર્ગે ગ. પિતાના ઘરમાં ભાઈઓને સ્નેહ એ જાણીને શ્રીમતીએ પતિને કહ્યું: “તમારા પિતાનું ઘર કેમ બતાવતા નથી?” ધનદેવ બોલ્યઃ “અવસરે બતાવીશ.” શ્રીમતીએ ફરી ફરી આગ્રહ કર્યો. - ચૌદમી ઢાળ–ધનદેવ બોલ્યોઃ “હે પ્રિયા, હજુ સુધી મને છમકારા સાંભરે છે.” શ્રીમતી બેલીઃ “તે છમકારા કેવા ?” એટલે ધનદેવે પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રીમતીએ કહ્યું: “તમે શંકા ન રાખશો. હું તેને પ્રતીકાર કરીશ, માટે પિતાના ઘેર ચાલે. ધનદેવ હસંતી નગરીમાં આવ્યો. તે વખતે ધનદેવને પિપટના બદલે મૂળરૂપમાં જોઈને આશ્ચર્ય પામેલી અને બહારથી હર્ષ બતાવતી તે અને સ્ત્રીઓએ સુખશાતા પૂછીને પતિને ખુશ કર્યો. પછી મોટી સ્ત્રીના કહેવાથી નાની સ્ત્રી પગ ધેવા માટે જળ લઈ આવી અને ભક્તિથી તામ્રપાત્રમાં તેના પગ ધોયા. તે જળ લઈને મોટી સ્ત્રીએ મંત્રીને જમીન પર છાંટયું. એટલે તરત ચારે તરફથી પાણી વધવા લાગ્યું. તે જોઈને ધનદેવે ભય પામીને શ્રીમતી સન્મુખ જોયું. તે બોલી: “ભય ન પામો.” વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘૂંટી, ઢીંચણ, સાથળ, નાભિ, કંઠ ને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. તે વખતે તેણે ભય પામીને શ્રીમતીને કહ્યું: “પ્રિયા! ડૂબી ગયા પછી શું?” શ્રીમતીએ “ગભરાશે નહિ” એમ કહીને પિતાના મુખ વડે તે જળનું એવી રીતે પાન કર્યું કે એક બિંદુ પણ બાકી રહ્યું નહિ! આ ચમત્કાર જોઈને બન્ને સ્ત્રી શ્રીમતીના પગમાં પડી અને બોલી, “તારી વિદ્યાથી અમે હારી ગયા છીએ. તારી માફક અમે પણ પતિની સેવા કરીશું.” ત્યાર પછી ત્રણે સ્ત્રીઓ પ્રીતિવાળી થઈને રહેવા લાગી. કારણ કે સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોય છે. પણ પછી પ્રથમની બે સ્ત્રીઓની જેમ શ્રીમતી પણ વેચ્છાચારી થઈ ગઈ!
પંદરમી ઢાળ–આથી ધનદેવ વિચાર કરે છે કે આ ત્રણેનો ત્યાગ કરીને હું હવે આત્મહિત કરું. પછી ધનદેવ કંઈક બહાનું કરીને અહીં આવ્યો છે. તે ધનદેવ હું જ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org