Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૪
વિદ્યાલયની વિકાસકથા શ્રી પૂતળી શેઠાણી કુટુંબવ્યવહારમાં કુશળ, ધર્માનુરાગી સન્નારી હતાં. પતિની સેવાને એમણે પોતાનું જીવનવ્રત ગયું હતું. એમને સંતાનમાં પાંચ પુત્રીઓ હતી; અને એમના ઉછેર અને સુખમાં જ એમણે પુત્રનું સુખ માન્યું હતું.
જેણે ધનને સારે માર્ગે વાપરી જાણ્યું, એણે જ ધન રળી જાણ્યું સમજવું. શ્રી દેવકરણ શેઠનું ધન આવું જ સત્કાર્ય પોષક ધન હતું. પોતાના ગુરુના સ્મરણમાં મુંબઈના લાલબાગમાં એમણે શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી સ્થાપી; વણથળીમાં શ્રી શીતળનાથ ભગવાનનું મંદિર બંધાવી એમાં તથા પ્રતિષ્ઠામાં તે વખતે એક લાખ રૂપિયા ખરચ્યા, અને એની સંભાળ તથા બીજા કામ માટે એકાવન હજારનું ટ્રસ્ટ કર્યું; મલાડમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. અને સમાજને સુખી કરવા માટે કેળવણીને પણ કામમાં એમણે અઢળક ધન અર્પણ કર્યું. મુંબઈની માંગરોળ જૈન સભા, વણથળીની પૂતળીબાઈ કન્યાશાળા, પાલીતાણાનું બાલાશ્રમ, જૂનાગઢની (હવે ધોરાજીની) શેઠ દે. પૂ. સારાષ્ટ્ર વિસા શ્રીમાળી જૈન બોર્ડિંગ, સોનગઢને શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ અને બીજી સંખ્યાબંધ સંસ્થાઓ શ્રી દેવકરણ શેઠની કેળવણીપ્રીતિ અને દાનવીરતાની પ્રશસ્તિ સંભળાવી રહી છે.
અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય તે એમની દાનશૂરતા, કેળવણીપ્રીતિ અને સમાજસેવાની ધગશનું અમર સ્મારક છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રેરણું અને શ્રી મોતીચંદભાઈની સલાહથી વિદ્યાલયને લાખનું દાન કરીને એ સંસ્થાને પગભર બનાવવામાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ મુનિવર્ય શ્રી મોહનલાલ તથા આચાર્ય વલ્લભસૂરિજીના અનુરાગી બન્યા હતા, અને એમના સમાજસેવાના દરેક કામમાં પિતાને ઉદાર હિ આપતા રહેતા હતા. વર્ષો સુધી એમણે વિદ્યાલયનું ખજાનચી પદ સાચા અર્થમાં સંભાળીને એના ખજાનામાં ક્યારેય ઓટ આવવા દીધી ન હતી, એટલું જ નહીં, પિતાની આટલી શ્રીમંતાઈ છતાં એક અદના સેવક તરીકે વિદ્યાલય માટે ફાળો ઉઘરાવવાની જહેમત ઉઠાવી હતી. વિદ્યાલયની શેઠશ્રીની સખાવતોની વિગત આ ગ્રંથમાં (પાનું પ૭) વિસ્તારથી આપવામાં આવી જ છે.
આવા એક ધર્માનુરાગી અને સખીદિલ શ્રેષ્ઠી વિ. સં. ૧૯૮૫ના જેઠ સુદિ ૧૩ (તા. ૧૯-૬-૧૯૨૯)ને રેજ, ૬૪ વર્ષની ઉંમરે, મુંબઈમાં સ્વર્ગવાસ થયે, અને જેના સંઘને એક સાચા અગ્રણીની મોટી ખોટ પડી. એમની લાગણીભરી સેવાઓ માટે આપણે સદાય એમના ઓશિંગણ રહીશું. એમને આપણા અંતરના પ્રણામ હો!
સનામધન્ય શેઠ શ્રી મોતીલાલ મૂળજી રાધનપુરથી આવીને ભાગ્યને ખીલવનાર આ શ્રેષ્ઠીવર્ય એમના જમાનાના એક આદર્શ ધર્મપરાયણ શ્રેષ્ઠી થઈ ગયા. પરગજુ જૈન મહાજનની પ્રાચીન પરંપરાના તેઓ પ્રતિનિધિ હતા અને સારા કામમાં સામે ચાલીને સહકાર આપવામાં તેઓ આનંદ અનુભવતા હતા. વિદ્યાલયના આદ્ય સ્થાપકમાં શ્રી મેંતીલાલ શેઠનું સ્થાન ઘણું આગળ પડતું હતું, અને મુંબઈના જૈન સંઘમાં પણ તેઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ ઘણું વર્ષ સુધી વિદ્યાલયના ટ્રસ્ટી રહ્યા હતા. વિદ્યાલયને આર્થિક રીતે પગભર કરવામાં એમને ફાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org