Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૬
વિદ્યાલયની વિકાસકથા આચાર્ય શ્રી વિજયવલ્લભસરિજી સમન્વય, સદ્ભાવના અને એકતાના હામી હતા. જેમાં એમના જેવી એકતા માટેની ભાવના અને કેશિશ બીજે બહુ ઓછી જોવા મળે છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ આ માટે રાતદિવસ પ્રયત્ન કરતા હતા. મારી એમની સાથે મુલાકાત થઈ અને અડધો કલાક એમની સાથે વાત થઈ તેથી લાગ્યું કે એમના મનમાં એકતાની સાચી ધગશ છે. એમની આ સમન્વયમૂલક ભાવના મારા હૃદયમાં વધારે ઊંડી ઊતરી અને એમના પ્રત્યે મને જે આદરની લાગણી હતી એમાં વધારો થયો.”—આચાર્ય શ્રી તુલસી.
તેઓએ ઠેર ઠેર શિક્ષણસંસ્થાઓ સ્થાપીને જૈન સમાજના મધ્યમ વર્ગમાં શિક્ષણનો પ્રચાર કરવામાં ઘણો પરિશ્રમ કર્યો હતો. એ વાત સૌકોઈ જાણે છે કે તેઓ સંપ્રદાયનું અભિમાન રાખવાને બદલે સૌની સાથે સમભાવ રાખતા હતા. તેથી જ જૈનની જેમ જૈનેતરોને પણ એમના માટે પૂજ્યભાવ હતો. એટલા માટે જ એમના જવાથી એમને જાણનાર પ્રત્યેક માનવીના મનમાં દુઃખની લાગણી પેદા થઈ છે.”—શ્રી કેદારનાથજી
“આચાર્ય વિજ્યવલ્લભસૂરિ આ સદીની સંતપરંપરામાં યુગપુરુષ અને અસાધારણ જનસેવાને વરેલા સર્વોત્તમ સંત હતા.....એમની પ્રેરણ, એમની લોકસેવા અને એમની અર્લભક્તિ સદા અમર રહેશે...એકતા, સમાજ સંગઠન, મધ્યમ વર્ગની સ્થિતિની સુધારણા વગેરે પવિત્ર કાર્યો એ જ એમના જીવનના મુખ્ય ઉદ્દેશ હતા. જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપના એ એમની સાધનાનું અજોડ ધ્યેય હતું.” –મુનિ શ્રી સુશીલકુમારજી,
આવા યુગાવતારી પુરુષે દુનિયામાં આવીને સતત કર્તવ્યપરાયણ જીવન પૂર્ણ કરીને પરલેક સિધાવે છે અને આખી દુનિયાને કર્તવ્યની યાદ આપતા જાય છે.”
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી. વિશ્વકલ્યાણની વ્રતધારી એ વંદનીય વિભૂતિને આપણું હાર્દિક વંદના હે!*
સમતાના સાગર પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ સમતારસ ભરપૂર એક સાધુપુરુષનું અંતર મહુવામાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાનાં દર્શન કરીને દ્રવવા લાગે છે –
લૌકિક પંથ મેં પરિહર્યો, મારે તમારો પંથ પ્રમાણ;
તન મન વચને માનીયો, દિ સુગુણ ગુણાવલી દાન.” એ સંતપુરુષને દુનિયાની નામના, કીર્તિ, સંપત્તિની કોઈ લાલસા નથી; ઇંદ્રિયસુપભેગની કેાઈ વાસના એમને સ્પશી શકતી નથી. એમને તો એક જ ઝંખના છે : જીવનમાં સદૂગુણને સંચય કરવાની; એ માટે જ એ પોતાના ઇષ્ટદેવને અંતરથી વીનવે છેઃ “દિ સુગુણ ગુણાવલી દાન. આ ગુણોની પ્રાપ્તિ માટે તે એ સંસારી મટી ત્યાગી બન્યા છે અને ત્યાગી બનીને ત્યાગીઓના શિરોમણિ બન્યા છે. અને ભલભલા સાધકોને લાંબી અને આકરી સાધનાને અંતે પણ જે ગુણવિભૂતિ મળવી દુર્લભ હોય છે, એવી
* આ પરિચયની સામગ્રી મેળવવામાં મેં શ્રી કૃષ્ણલાલ વર્મા તથા શ્રી ફૂલચંદ હરિચંદ દોશી મહુવાકર · લિખિત “આદર્શ જીવન” નામે શ્રી આત્માનંદ જૈન સભા પંજાબ, અંબાલા તરફથી પ્રગટ થયેલ ગ્રંથને ઉપયોગ કર્યો છે, તે બદલ હું એ બન્ને લેખક મહાનુભાવોને ખૂબ આભારી છું–લેખક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org