Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૦
વિદ્યાલયની વિકાસકથા મળેલા શ્રીસંઘના ઉદાર સહકારને બળે વિદ્યાલયનો, બીજના ચંદ્રની જેમ, ઉત્તરોત્તર વિકાસ થયે. આવા થોડાક કાર્યકર મહાનુભાવનું આ પ્રસંગે પુણ્યસ્મરણ કરીએ.
વિદ્યાલયના પ્રાણ શ્રી મતીચંદભાઈ કાપડિયા પ્રાણ વગર શરીર ન ચાલે. જેવું શરીરનું એવું જ સંસ્થાનું. કેઈકે તે સંસ્થાના પ્રાણુ બનવું જ પડે છે; તે જ સંસ્થા ટકી રહે છે અને વિકાસ સાધી શકે છે. એમ કહેવું જોઈએ કે સ્વ. શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા વિદ્યાલયના પ્રાણ બન્યા હતા; અને સાથે સાથે વિદ્યાલય પણ એમને મન શ્વાસ અને પ્રાણ સમું વહાલું બની ગયું હતું. પ્રવૃત્તિઓની ગમે તેટલી જંજાળ હોય પણ સો કામ મૂકીને વિદ્યાલયનું કામ પહેલું : વિદ્યાલય સાથે એમણે એવી મહમ્મત કેળવી હતી. વિદ્યાલયની સ્થાપનાથી લઈને તે પિતાની જિંદગીના અંત સુધી એમણે વિદ્યાલયની બજાવેલી સેવાઓ વિદ્યાલયના તથા સમાજસેવાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ રહે એવી છે.
શ્રી મોતીચંદ ભાઈને જન્મ વિદ્યા અને સંસ્કારિતાની ભૂમિ ભાવનગરમાં વિ. સં. ૧૯૩૬, માગસર વદિ ૨, તા. ૭-૧૨-૧૮૭૯લ્માં થયો હતો. એમનાં માતાનું નામ સમરત બહેન. પિતાનું નામ ગિરધરભાઈ. કુટુંબનું વાતાવરણ જ ધર્મ અને વિદ્યામય હતું, એટલે બચપણથી જ એમને ધર્મ તરફની પ્રીતિ અને અધ્યયન તરફની રુચિનું વરદાન મળ્યું હતું.
બી. એ. સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો. કેવળ કૉલેજનાં પાઠ્યપુસ્તકના અધ્યયનથી સંતુષ્ટ થાય એવું એમનું મન ન હતું. વિદ્યા પ્રત્યેની વ્યાપક રુચિએ એમને દેશ-પરદેશના જુદાજુદા વિષયના સાહિત્યના પરિશીલન તરફ પ્રેર્યા –ખાસ કરીને ધર્મ અને તત્વજ્ઞાનના સાહિત્ય તરફ તેઓ વિશેષ આકર્ષાયા; અને તેમાંય જેનધર્મના સાહિત્યનું ઝીણવટપૂર્વક અધ્યયન કરવાને એમને વિશેષ સુયોગ સાંપડશે, કારણ કે આ બધો સમય દરમ્યાન એમને જૈન ધર્મના મર્મજ્ઞ વિદ્વાન અને એમના કાકા શ્રી કુંવરજી આણંદજીને સતત સંપર્ક મળતો રહ્યો.
એમના સાહિત્યસર્જનની તવારીખ તપાસતાં એ પણ સ્વીકારવું પડે છે કે એમનામાં લેખક તરીકેની પ્રતિભાને ઉન્મેષ યૌવનના આરંભથી જ થવા લાગ્યો હતો. એમણે ફક્ત વીસ વર્ષની વયે શ્રી સિદ્ધષિ ગણિવિરચિત સંસ્કૃત “શ્રી ઉપમિતિભવપ્રપંચકથા” જેવા સંસ્કૃત મહાગ્રંથના પીઠબંધરૂપ પહેલા પ્રસ્તાવને અનુવાદ કર્યો હતો.
બીએ. થઈને તેઓ એલ. એલ.બી. ને અભ્યાસ કરવા મુંબઈ ગયા; અને સને ૧૯૧૦ માં વકીલાતની પરીક્ષા પાસ કરીને સેલિસિટર થયા. હવે તો એમણે મુંબઈમાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો અને કાયદાશાસ્ત્રી શ્રી દેવીદાસ જેકિસનદાસ દેસાઈની સાથે મળીને મેસર્સ મોતીચંદ એન્ડ દેવીદાસ નામની સોલિસિટરની પેઢી શરૂ કરી. હુદય તત્ત્વપ્રેમી હતું, બુદ્ધિ સત્યશોધક હતી અને વૃત્તિ નાનું કે મોટું દરેક કામ પૂરી નિષ્ઠા, એકાગ્રતા અને ચોકસાઈથી કરવાની હતી, એટલે કાયદાના સલાહકાર તરીકે આ પેઢીને અને શ્રી મોતીચંદભાઈને ખૂબ નામના મળી.
પણ ધીકતી વકીલાતના જોરે ચાલતી પૈસાની ટંકશાળથી સંતુષ્ટ થાય એ શ્રી મોતીચંદભાઈને આત્મા ન હતા. એમને તે જીવનના બધાય સુંદર પાસાઓને આસ્વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org