Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૯૧ લે તે વિદ્યાગંગાનું પુણ્યસ્નાન કરવું હતું; સમાજ અને દેશની સેવા કરવી હતી અને ધસતત’ પણ પાન કરવ' હત'. તેમાંય ધાર્મિકતા એ શ્રી માતીચંદભાઈ ના શ્વાસ હતી, અને એમની વ્યાવહારિક કે પારમાર્થિક એકેએક પ્રવૃત્તિમાં હંમેશાં વિશાળ ધાર્મિકતાને પ્રાણ ધબકત રહેતા. પણ શ્રી મોતીચંદભાઈની ધાર્મિકતાને રૂઢિચુસ્તપણાએ જન્માવેલી સંકુચિતતાના સીમાડા કયારેય મંજૂર ન હતા. અલબત્ત, તેઓ ક્રાંતિવીર ન હતા, પણ મધ્યમમાગી સુધારક હતા અને વિસર્જન કરતાં સર્જનમાં પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ કરવામાં એમને વિશેષ રસ હતો.
એક બાજુ ભારે જવાબદારીથી ભરેલો અને ખૂબ સમય અને શક્તિનો ભોગ માગી લે એ વકીલાતનો ધંધો હતો, અને બીજી બાજુ જાહેરજીવનની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ પણ સમય અને શક્તિનો એટલો જ હિસ્સો માગતી હતી. કહેવું જોઈએ કે શ્રી મોતીચંદભાઈએ પોતાના જીવનમાં ધંધે અને સેવા એ બન્નેની સમતુલા જાળવી જાણી હતી, એટલું જ નહીં છેવટે સેવાના પલ્લાને નમતું બનાવીને પોતાના જીવનને કૃતાર્થ બનાવ્યું હતું.
એમના જાહેરજીવનનાં અનેક પાસાં છે. રાષ્ટ્રીય, ધાર્મિક તેમ જ સમાજસેવાની અને સાહિત્યસેવાની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે ગાઢપણે સંકળાયેલા હતા. પણ એ બધાયમાં એમનું સૌથી મોટું અર્પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને હતું. સને ૧૯૧૫ માં વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી તે છેક ૧૯૪૯ ની સાલ સુધી, એકધારાં ૩૪ વર્ષ સુધી, તેઓ સંસ્થાના માનદ મંત્રી અને ટ્રસ્ટી તરીકેની ભારે જવાબદારી ઉત્સાહપૂર્વક ઉઠાવતા રહ્યા. આ સ્થાને રહીને એક સમજુ અને હેતાળ માતાની મમતાથી વિદ્યાલયની માવજત કરીને એમણે વિદ્યાલયને વિકસાવ્યું હતું. વિદ્યાલય એ શ્રી મોતીચંદભાઈની અમૂલ્ય સેવાઓનું ચિરંજીવ સ્મારક છે.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સને પણ શ્રી મોતીચંદભાઈની સેવાઓનો દાયકાઓ સુધી લાભ મળતો રહ્યો હતો. કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી તરીકે તેમ જ બીજી રીતે પણ એમણે લાંબા સમય સુધી કૉન્ફરન્સને પોતાને સહકાર આપ્યો હતો. કેટલીક વાર તે રૂઢિચુસ્તતાએ જન્માવેલ ઝંઝાવાત સામે કૉન્ફરન્સની નૌકાને ટકાવી રાખવામાં એક કાબેલ સુકાની તરીકે શ્રી મતીચંદભાઈને ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી.
એ જ રીતે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાની સાથે પણ તેઓ બહુ ગાઢ રીતે સંકળાયેલા હતા. શ્રી મોતીચંદભાઈને ઘણુ ખરા ગ્રંથે આ સંસ્થા તરફથી પ્રગટ થયા હતા, તેમ જ “જૈન ધર્મ પ્રકાશ” માસિકને માટે પણ તેઓ હમેશાં લેખસામગ્રી આપતા રહેતા. એ જ રીતે જેન એસોસીએશન ઓફ ઇન્ડિયા, માંગરોળ જૈન સભા અને કન્યાશાળા, ઘોઘારી વીસા શ્રીમાળી જૈન દવાખાનું, શેઠ શ્રી દેવકરણ મૂળજી ટ્રસ્ટ, શ્રી ગેડીજી ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ફાર્બસ સાહિત્ય સભા, હરકિશનદાસ હોસ્પિટલ વગેરે સંબઈની અનેક જૈન અને જૈનેતર સાર્વજનિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા
અંતરિક્ષજી તીર્થ અંગેના કેસ માટે સને ૧૯૨૬માં વિલાયતમાં પ્રિવીકાઉન્સીલમાં રજૂઆત કરવાની જરૂર પડી તો એ માટે કાયદાશાસ્ત્રી તરીકે શ્રી મોતીચંદભાઈની પસંદગી કરવામાં આવી. ચીવટ, ખંત, ઝીણવટ, મર્મગ્રાહી બુદ્ધિ અને ઠાવકાઈથી તેઓ એ કેસમાં સફળ થઈને આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org