Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૮
વિદ્યાલયની વિકાસકથા થયું. ચોમાસું પૂરું થયું, પણ આવા પંડિત પુરુષ પાસેથી જ્ઞાન મેળવવાની આકાંક્ષા અધૂરી રહી; અને વિહારને સમય તે આવી પહોંચ્યો. વળી, પિતાને ક્યારેય પોતાની સેવામાંથી દૂર નહીં કરવાની ભિક્ષા તે દાદાગુરુ પાસે મુનિશ્રીએ પોતે જ માગી હતી. એટલે હવે વિશેષ અધ્યયન માટે દાદાગુરુથી છૂટા થઈને પટ્ટીમાં રોકાઈ જવું કે અધ્યયનને આ વિરલ સુયોગ મૂકીને દાદાગુરુની સાથે રહેવું, એની વિમાસણ ઊભી થઈ. નિર્ણય તત્કાળ લેવાનો હતો અને આ અવસર ફરી ફરી મળવાને ન હતો : “અવસર ચૂક્યા મેહુલા” જેવી સ્થિતિ હતી !
પણ પૂજ્ય આત્મારામજી મહારાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણકાર અને લાભાલાભને વિવેક કરી શકે એવા વિચક્ષણ અને દીર્ઘદશી પુરુષ હતા. મુનિ વલ્લભવિજયજી ત્યાગમાર્ગ અને સંયમધર્મના ઉપાસક હતા. અને દાદાગુરુ અને પ્રશિષ્ય બન્ને મેહમમતાનાં બંધનથી જ્ઞાન-ક્રિયાની આરાધનામાં વિક્ષેપ ન આવે એ માટે જાગ્રત હતા. ભાવી લાભને વિચાર કરીને બન્નેએ છૂટા પડવાનું નક્કી કર્યું". આચાર્ય પ્રવરે કસૂર ગામ તરફ વિહાર કર્યો; મુનિ શ્રી વલ્લભવિજયજી, મુનિ શ્રી ચારિત્રવિજયજીની સાથે, પટ્ટીમાં રોકાઈ ગયા અને એકાગ્રપણે અધ્યયનમાં પરોવાઈ ગયા. વચમાં થોડો વખત અમૃતસરના જિનમંદિરની પ્રતિષ્ઠા વગેરે માટે બીજા સ્થાનમાં વિહાર કરી આવ્યા; અને વિ. સં. ૧૯૪૪ નું ચોમાસું દાદાગુરુ સાથે પટ્ટીમાં જ કર્યું. પછી પણ વિશેષ અભ્યાસ માટે એમની ભાવના પટ્ટીમાં રહેવાની હતી, એટલે જિરાના પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપીને તેઓ ફરી પાછા પટ્ટી ગયા, પણ ત્યારે પંડિત ઉત્તમચંદજી લાંબા વખત માટે બહાર ગામ ગયા હોવાથી એ ભાવના સફળ ન થઈ અને અમૃતસર આવીને તેઓ પંડિત કર્મચંદ્રજી પાસે ભણવા લાગ્યા. પણ એ યોગ પણ વધુ વખત ચાલુ ન રહ્યો. એ પંડિતજી પિતાના અભ્યાસને આગળ વધારવા બનારસ ગયા. બીજા એક પંડિતજી પાસે અભ્યાસ શરૂ કર્યો તો એમને લાભ પણ વધુ વખત ન મળી શક્યો. આમ એક પછી એક પંડિતને જે કંઈ લાભ મળી શક્યો એ તેઓ લેતા ગયા; પણ એમની જ્ઞાનપિપાસાની તૃપ્તિ ન થઈ - વિદ્યા-ઉપાર્જનની ભાવનાનું પણ અર્થોપાર્જનના લેભ જેવું જ છે. ચિત્તમાં એક વાર લોભદશા જાગી, પછી તે જેમ જેમ પૈસાને લાભ વધારે મળતો જાય તેમ તેમ લભ પણ આગળ વધતો જાય. અને પૈસો પ્રાપ્ત કરવાના નવા નવા માર્ગોએ લેભી માનવી દેવતો જ રહે; અને છતાં ધનની તૃપ્તિ થવી તે દૂર ને દૂર જ રહે. વિદ્યારસનું પણ એવું જ છે: એક વાર જિજ્ઞાસા અને જ્ઞાનોપાર્જનની તાલાવેલી જાગી, એટલે પછી જે કંઈ અધ્યયન થઈ શક્યું હોય એના કરતાં ઘણું ઘણું બાકી રહી ગયેલું લાગ્યા જ કરે અને એ મેળવવાની ઝંખના રહ્યા જ કરેઃ ક્યાં જઈને તેની પાસે આ જ્ઞાનતૃષાને છિપાવી શકાય, એવી તીવ્ર લાગણીથી પ્રેરાઈને એ નવા નવા માગે છે તે જ રહે. પણ ધનના લભ અને જ્ઞાનના લોભ વયે પાયાનું અંતર છે: ધનને લેભ માનવીને પામર બનાવી મૂકે છે; જ્ઞાનને લેભ માનવીને વિકાસ તરફ દેરી જાય છે. - મુનિ વલ્લભવિજયજીને જ્ઞાનના અમૃતને આસ્વાદ મળી ચૂક્યો હતો. એ કે અપૂર્વ હતા અને એમને જાતઅનુભવ થયો હતો, એટલે તેઓ તે હમેશાં એ વાતની જ શોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org