Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૫૯
કરતા કે કયાં જવાથી વિશેષ અધ્યયનમાં આગળ વધી શકાય ? કયારેક તે આ ઝ‘ખના એવી તીવ્ર બની જતી કે તેઓ દાદાગુરુથી ઘણે દૂર જવાનું સાહસ કરવાને વિચાર પણ કરી બેસતા. આવેા જ એક પ્રસંગ અહી નોંધવા જેવા છે.
એક વાર ગુજરાતમાંથી સમાચાર આવ્યા કે પાલીતાણામાં મુનિવરેના અભ્યાસને માટે બાબુ બુધસિંહ દુધેડિયાએ એક સ`સ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે, અને એમાં સારા સારા પડિતા રાખવામાં આવ્યા છે. આ સમાચાર જાણીતા શાસ્ત્રાભ્યાસી ધર્માત્મા શેઠ શ્રી કુંવરજી આણુ દજી જેવા ઠરેલ અને જવામદાર આગેવાને મુનિરાજ શ્રી વીરવિજયજી ઉપર પ’જાખમાં લખ્યા હતા. શ્રી વીરવિજયજી મહારાજ પાસેથી આ વાત જાણી એટલે મુનિ વલ્લભવિજયજીનું મન પજામ છેાડીને છેક પાલીતાણા પહોંચવાના વિચાર કરવા લાગ્યું. એમણે આ માટે દાદાગુરુની અનુમતિ મગાવી તેા તેએએ, ભાવી લાભાલાભના વિચાર કરીને, પેાતાની સીધેસીધી સંમતિ ન આપી, તેમ જ એ માટે નાખુશી પણ ન દર્શાવી; પણ તમને સુખ ઊપજે એમ ખુશીથી કરી, પણ ત્યાં પાંચ વષઁથી વધુ ન રોકાશે; પાંચ વર્ષોંમાં પણ જ્યારે પણ મન થાય ત્યારે વગર સકેાચે પાછા આવી જજો અને ત્યાં જવામાં તમને અન્ને તરફથી નુકસાન ન થાય એને ખ્યાલ રાખજો—એ મતલબના હિતશિક્ષાભરેલા જવાખ આપ્યા. શ્રી વલ્લભવિજયજી મહારાજનું મન તા હજી પણ પાલીતાણા પહેાંચવા ઉત્સુક હતું; પણ પ’જામ સંઘના પ્રયાસેાથી અને ગુજરાતથી આવેલા ખુલાસાએથી છેવટે તેઓ દાદાગુરુના અંતરની ભાવનાને સમજી ગયા અને પાલીતાણા જવાના વિચાર એમણે પડતા મૂકયો. મુનિશ્રીને પણ લાગ્યું કે સારુ` થયુ` કે આ બધાએ મળીને કલ્પવૃક્ષ સમા દાદાગુરુથી દૂર થવાની ભૂલથી મને બચાવી લીધા! કોઈ પણ વિચારને જડતા કે જકપૂક વળગી રહેવાને બદલે સારાસારના વિવેક કરીને જ એના અમલ કે ત્યાગ કરવાની મુનિ શ્રી વલ્લભવિજયજીની આવી દીષ્ટિ એ પણ એમના ધર્મ ગુરુપદની સફળતાની એક ચાવી હતી, એમ કહેવું જોઈ એ. આ બધી વિ ધામાં વિ. સં. ૧૯૪૮ નું ચતુર્માસ એમણે દાદાગુરુથી જુદુ' અંબાલામાં કર્યું' અને ચામાસું ઊતરતાં જ તેઓ જલંધરમાં દાદાગુરુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. આચાય મહારાજે એમને એવા જ વાત્સલ્યથી આવકાર્યાં. મુનિશ્રીનું અંતર દાદાગુરુથી દૂર-સુદૂર જવાના દુઃસ્વપ્ન જેવા દુર્ભાગ્યથી બચી ગયાની સાતા અનુભવી રહ્યું.
આ સમય પૂજ્ય આત્મારામજી મહારાજની સાધુતા અને વિદ્વત્તાની વિખ્યાતિના સૂર્ય સેાળે કળાએ ખીલી ઊઠયાના સમય હતા. જૈનધર્મના એક સમર્થ આચાય તરીકે એમની નામના છેક અમેરિકા સુધી પહેાંચી હતી : અમેરિકામાં ચિકાગે શહેરમાં ભરાનાર વિશ્વષમ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું પૂજ્ય આચાય વિજયાન દસૂરિજી મહારાજને આમત્રણ મળ્યું હતું. જૈનધર્મી, સંઘ અને સંસ્કૃતિને માટે ભારે ગૌરવ લેવા જેવા એ પ્રસંગ હતા. જૈન સાધુ તરીકે આચાર્ય મહારાજ પાતે તે ત્યાં જઈ શકે એમ ન હતા, પણ આવેા લાભદાયી અવસર જતા કરવા પણ તેઓ તૈયાર ન હતા એમણે શ્રી વીરચંદ્ર રાઘવજી ગાંધીને પેાતાના પ્રતિનિધિ તરીકે ચિકાગા મેાકલ્યા અને એ સ્વનામધન્ય ધર્માત્મા વિદ્વાન પુરુષે અમેરિકામાં તેમ જ બીજા દેશેામાં પણ કેવળ જૈન સંસ્કૃતિના જ નહી, સમગ્ર ભારતીય સસ્કૃતિનેાડકા વગાડચો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org