Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા પ્રયાસથી વહેલું કે મેડે આ પાંચ કાર્યો પૂરાં થયાં છે, તે હકીકત નીચેની માહિતીથી જાણી શકાશે. * આપણું સંઘના અમુક વર્ગમાં આત્મસંવતનું ચલણ પ્રચલિત થયું છે. ગુજરાનવાલામાં શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરનો પા તો એ વખતે જનવિ. સં. ૧૫૨ માં જ–નંખાયા હતા. વિ. સં. ૧૯૬૨ ના વૈશાખ સુદિ ૬ ના રોજ ખૂબ ઉત્સાહ અને મહત્સવપૂર્વક સમાધિમંદિરની પ્રતિષ્ઠા કરીને એમાં આચાર્ય શ્રી આત્મારામજી મહારાજની ચરણપાદુકા પધરાવવામાં આવી. આ સ્થાન શ્રી આત્માનંદ જૈન ભવન તરીકે પણ ઓળખાતું હતું. એ સ્થાન ભક્તિની સાથે સાથે વિદ્યાનું પણ કેન્દ્ર બને એ માટે વિ. સં. ૧૯૮૧ માં ત્યાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુલની સ્થાપના કરવામાં આવી. શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ઈચ્છા સરસ્વતી મંદિરની સ્થાપના તરફ ધ્યાન આપવાની હતી; અને એની શુભ શરૂઆત ગુજરાનવાલાથી જ કરવાનું એમણે વિચાર્યું હતું. એ ભાવના ત્યારે તે અધૂરી રહી; અને એમના સ્વર્ગવાસ બાદ છેક ઓગણત્રીસ વર્ષે, મુનિમાંથી એ જ વર્ષે આચાર્ય બનેલા શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના પવિત્ર હાથે સફળ થઈ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા પંજાબ શ્રીસંઘ યત્કિંચિત્ ગુરુઋણ અદા કર્યાને સંતેષ લઈ શકે એવું એ કાર્ય હતું. પણ પછી દેશના વિભાજન સાથે એકવીસ વર્ષ પહેલાં આવેલ સ્વરાજ્ય જેમ આખા દેશ માટે કમનસીબી લઈને આવ્યું તેમ એ જ અરસામાં તીર્થધામ બનેલ ગુજરાનવાલા ઉપર પણ સર્વનાશ વરસી ગયો! એ સ્થાન પાકિસ્તાનમાં ગયું; આજે ત્યાં એક પણ જૈનની વસતી નથી. જોતજોતામાં આ ધર્મનગર આપણું મટી પરાયું બની ગયું! કેવી ક્રૂર અને કરુણ ભવિતવ્યતા!
પંજાબમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા નામે એક કેન્દ્રસ્થ સંસ્થાની સ્થાપના થવા ઉપરાંત પંજાબનાં જૈન વસતી ધરાવતાં લગભગ બધાં નાનાં-મોટાં શહેરોમાં એની શાખાઓરૂપે શ્રી આત્માનંદ જન સભાની સ્થાપના થયેલી જોવા મળે છે. આ શાખાસંસ્થાઓની મહાસભા સાથે એવી તો ફૂલગૂંથણ રચાઈ ગઈ છે કે એના લીધે સમસ્ત પંજાબને શ્રીસંઘ એકતાના સૂત્રે બંધાઈ ગયા છે. પિતાના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય આત્મારામજીનું અને ગુરુ વલ્લભનું નામ પંજાબનાં ભાવનાશીલ ભાઈઓ-બહેનો ઉપર અજબ કામણ કરે છે, અને એમને ધર્મમાગે ચાલવાની અને પિતાની એકતાને ટકાવી રાખવાની પ્રેરણા આપતું રહે છે. પંજાબ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ જેવાં સ્થાનમાં પણ શ્રી આત્મારામજી મહારાજના નામથી સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ પણ આ આચાર્ય મહારાજના શ્રીસંઘ ઉપરના અસાધારણ ઉપકારનાં સ્મારક બનીને, એ આચાર્યપ્રવરે એ યુગના જૈન સંઘને સરખે ઘાટ આપીને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવામાં કેટલો અસરકારક ફાળો આપે હતો તેનો ખ્યાલ આપે છે. સાચે જ, બસો ઉપરાંત વર્ષના ગાળા બાદ તેઓને પ્રાપ્ત થયેલ આચાર્યપદને શ્રી આત્મારામજી મહારાજે યથાર્થપણે સફળ કરી બતાવ્યું હતું, એમાં શંકા નથી.
મુનિ શ્રી વલ્લભવિજ્યજીના સંકલ્પ મુજબ પંજાબમાં ઠેર ઠેર પાઠશાળાઓ જેવી માતા સરસ્વતીની સંખ્યાબંધ દેવકુલિકાઓ ઊભી થઈએ તો ખરું જ; પણ આ પાઠશાળાઓ આપણે બીજી પાઠશાળાઓ કરતાં વિદ્યાથીઓની અધ્યયન રુચિ, સંખ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org