Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૬
વિદ્યાલયની વિકાસકથા તેઓ પોતાના સમુદાયના સાધુઓ દ્વારા તેમ જ સલાહ-સૂચનો દ્વારા જરૂરી માર્ગદર્શન કરાવતા જ રહેતા હતા. તેઓ ગમે ત્યાં હોય તે પણ “હું મારા પંજાબમાં ક્યારે પહોંચું' એવી એમને હમેશાં ઝંખના રહ્યા કરતી.
વિ. સં. ૧૭ નું ચોમાસું ખંભાતમાં કરીને એમણે પંજાબ તરફ વિહાર કર્યો અને વિ. સં. ૧૯૯૪ થી ૧૯૯ સુધીનાં છ ચોમાસાં પંજાબમાં કર્યા. આ એમની પંજાબની ત્રીજી યાત્રા હતી. તે પછી એક જ વર્ષ માટે આચાર્ય મહારાજે પંજાબની બહાર છતાં પંજાબની નજીક વિ. સં. ૨૦૦૦ નું ચોમાસું બીકાનેરમાં કર્યું. તે પછી ફરી પાછા તેઓ ચોથી–અને છેલ્લીવાર પંજાબ પધાર્યા. વિ. સં. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધીનાં ત્રણ ચોમાસાં એમણે પંજાબમાં કર્યો.
સને ૧૯૪૫ થી ૧૯૪૭ સુધીને અઢી-ત્રણ વર્ષનો સમય આપણું દેશમાં ભારે અસ્થિરતા અને અસ્તવ્યસ્તતાને સમય હતો. સ્વરાજ્યપ્રાપ્તિની પૂર્વેના એ સમયમાં દેશ આ કેમી તોફાનેના દાવાનળમાં સપડાઈ ગયો હતો તેમાંય ઉત્તર ભારતની અને વિશેષ કરીને પંજાબ-સિંધ-સીમા પ્રાતની દુર્દશા તે વર્ણવી જાય એવી ન હતી. અને સ્વરાજ્ય આવ્યા પછીની કલ્લેઆમે તો માજા મૂકી હતી. આ પ્રદેશના વસનારાઓ માટે આ ખરેખરી કસોટીને કાળ હત–લેકનાં જાન-માલની લેશ પણ સલામતી નહોતી. જેઓનાં જાન-માલ સલામત રહી શક્યાં એ કેવળ અકસ્માતરૂપે કે પિતાનાં પાંશરાં ભાગ્યનાં બળે અથવા તે ભગવાનની કૃપાના કારણે
આવા કપરા અને કારમાં સમયમાં પંજાબ જવું અને ત્યાં અઢી-ત્રણ વર્ષ માટે રહેવું એ આકરી કસોટી કરે એ સમય હતો. પણ શ્રી વલ્લભસૂરિજી મહારાજને એની વિશેષ ચિંતા ન હતી—આ સમયે એમની ઊંઘને ઉડાડી મૂકે એવી ચિંતાજનક વાત હતી, આવા ભયંકર સંકટના સમયમાં પંજાબના શાંતિપ્રેમી અને અહિંસાવાદી જેના સમાજનું શું થશે એ. પણ આ કોમી તંગદિલી અને તોફાનોએ કમે કમે એવું તે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કે એનું શમન કરવું કે એને સામને કરે એ મોટા મોટા સત્તાધારીઓના હાથની વાત પણ નહોતી રહી–કરાળ કાળ પોતે જ જાણે માનવરધિરથી પોતાનું ખ૫ર ભરવા ક્રૂર બન્યો હતો ! આવા દાવાનળની સામે થવાનું સામાન્ય માનવીનું કે ધર્મગુરૂનું પણ શું ગજું? અને છતાં, પિતાનાં હૃદયબળ, હિંમત અને પુરૂપાર્થને બળે પિતાના ચિત્તને સ્વસ્થ રાખીને, સર્વનાશ વેરતા આ હતાશનમાંથી બની શકે તેટલાને તે અવશ્ય ઉગારી શકાય છે. આચાર્ય મહારાજે ૭૫ વર્ષની જઈફ ઉમરે, આવા મતિમૂઢ બનાવી મૂકે અને ભલભલાની હિંમતને ભરખી જાય એવા કારમાં સંકટના સમયમાં, સ્વસ્થતાપૂર્વક સંઘરક્ષાનું આવું કામ કરી બતાવ્યું એ બીના એમની સાધુતાના ખમીરની, એમની જીવનસાધના દ્વારા પ્રગટેલી ઠંડી તાકાતની અને સાચા અહિંસાધર્મના આચરણથી પ્રાપ્ત થતી તેજસ્વિતાની કીર્તિગાથા બની રહે એવી છે.
ગુજરાનવાલાને છેલ્લી સલામ! પિતાના દાદાગુરુની, એમના સમાધિમંદિરની અને એમના નામે સ્થપાયેલ ગુરૂકુળની યાદ આચાર્ય મહારાજ ક્યારેય ભૂલી નહીં શકતા. એમને તે હમેશાં એમ જ રહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org