Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
१७६
વિદ્યાલયની વિકાસકથા ધારી સંતપુરુષના અંતરમાંથી પ્રગટી હતી. એ વાણી હીરજી ભોજરાજ એન્ડ સન્સ નામે પેઢીના કચ્છના માલિકનાં અંતરને એવી સ્પશી ગઈ કે એ વખતે જ એમણે કચ્છી વસા ઓસવાળ જૈન બોર્ડિગને સવા લાખનું દાન આપવાની જાહેરાત કરી. સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ પાથરે; આચાર્ય મહારાજ જ્યાં જાય ત્યાં સમાજઉત્કર્ષનાં બીજ વાવે!
વિ. સં. ૧૯૯૧માં આચાર્ય મહારાજ જેથી વાર મુંબઈ પધાર્યા અને એ ચતુર્માસ મુંબઈમાં જ રહ્યા. માહ સુદિ ૧૦ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. અને ચોમાસું પૂરું થતાં સુધી મુંબઈમાં ઠેર ઠેર શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ વર્ગના ઉત્કર્ષને સંદેશ આપતા રહ્યા.
વિ. સં. ૨૦૦૭નું ચોમાસું આચાર્યશ્રીએ પાલીતાણામાં કર્યું, ત્યારે ત્યાં સંઘમાંતપગચ્છ સંઘમાં એકતા કરવા માટે નાનું સરખું મુનિસમેલન યોજીને ખૂબ પ્રયાસ કર્યો. એમાં સફળતા તે ન મળી, પણ આચાર્યશ્રીની એકતાની ભાવનાની સંઘને વિશેષ પ્રતીતિ થઈ. ચોમાસું પૂરું થતાં જાણે સૌરાષ્ટ્ર-ગુજરાતને પોતાને છેલ્લે ધર્મસંદેશ સંભળાવ્ય; અને અત્યારના યુગમાં શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે નક્કર કામ કરવાની કેટલી જરૂર છે તે સમજાવ્યું. અનેક સ્થાને પોતાની વાણીનો લાભ આપીને વિ. સં. ૨૦૦૮માં આચાર્ય મહારાજ મુંબઈ પધાર્યા.
૮૨ વર્ષની જઈફ ઉંમરે શરીર ભલે કમજોર કે બીમાર રહેતું હોય, પણ ધર્મપ્રચારની ઝંખનામાં અને સહધમીઓનો ઉત્કર્ષ સાધવાની ભાવનામાં ઢીલાશ કેવી? આચાર્યશ્રીને આત્મા તે એ જ પ્રબળ અને જાગ્રત હતો. સામાન્ય માનવીઓ માટે સમય કેટલો બધો કપરો આવી ગયો હતો, અને એમનો જીવનનિર્વાહ કે મુશ્કેલ બની ગયો હતો, અને હજી પણ વધારે મુશ્કેલીને સમય આવી રહ્યો હતો, એ દુઃખદ અને ચિંતાકારક વસ્તુસ્થિતિ આચાર્યશ્રીની કરૂણાપરાયણ અને પારદશી દષ્ટિએ તરત જ પારખી લીધી, અને જાણે જીવનની છેલલી સંધ્યાએ, પોતાની સમગ્ર શક્તિ અને ભક્તિ એ કામને જ સમર્પિત કરી દેવાની હોય એ રીતે, તેઓ એ કાર્યમાં પરોવાઈ ગયા. જાણે એમની સંવેદનશીલતા અને વિચારણામાં નવયૌવન આવ્યું હતું.
આ અરસામાં આંખની તકલીફ ચાલુ હતી તે સંઘના સદ્ભાગ્ય દૂર થઈકરુણાભાવનાથી પ્રેરિત થઈને તેઓએ જનસમૂહ પ્રભુની વાણુ સારી રીતે સાંભળી શકે એ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ કર્યો. કેઈ કે આ માટે આચાર્યશ્રીની ટીકા કરી તે એમણે એનાથી જરાય નારાજ કે ગુસ્સે થયા વગર પોતાનું શાસનરક્ષા અને સમાજ રક્ષાનું કામ ચાલુ રાખ્યું. જે વ્યક્તિ યુગનાં એધાણ સ્પષ્ટપણે પારખી શકતી હોય, અને પરિ સ્થિતિને અનુરૂપ પગલાં ભરવાની જેનામાં હામ હોય તેને આવી બાબતે ચલિત ન કરી શકે. એક વખત આચાર્યશ્રી આંખના ઈલાજ માટે રવાના થઈ રહ્યા હતા. એ વખતે જ કેઈકે વિરોધી હેંડબિલ બહાર પાડયાના ખબર મળ્યા. મહારાજશ્રીના અનુરાગીઓ તળેઉપર થઈ ગયા. પણ આચાર્યશ્રીએ તો સૌને શાંત રહેવાની જ આજ્ઞા કરી: આચાર્યશ્રીનું જીવન આવું શાંત અને સમતાથી સભર હતું. કઈ પણ કામ કરતાં એની સચ્ચાઈની એમની કસોટી એક જ હતી. આથી પ્રભુશાસનને કેટલું લાભ થાય છે? મારા સહધમીઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org