Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૮.
વિદ્યાલયની વિકાસકથા : મુંબઈની સ્થિરતા દરમ્યાન માંદગીએ પણ ઠીકઠીક ઉગ્ર રૂપ ધારણ કર્યું. પણ સાથે સાથે, સંઘકલ્યાણ માટે કાયાને જાણે કસ કાઢી લેવું ન હોય એમ, શરીરની વ્યાધિને પિતાની રીતે કામ કરવા દઈને પણ, આચાર્યશ્રીએ પિતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિને . પણ એવી જ વેગવાન બનાવી હતી. દિવસ-રાત એમને એક જ ખ્યાલ રહેતો કે મારો સમાજ કેવી રીતે ઊંચે આવે? તેઓ આ માટે એક પણ નાનેમેટે અવસર ચૂકતા નહીં.
મુંબઈની અઢી વર્ષની આ છેલ્લી સ્થિરતામાં કંઈક સમારંભ યોજાયા, કંઈક પ્રવચન આપ્યાં, કંઈક પ્રવૃત્તિઓ આદરી; કંઈક મુલાકાત થઈ–એ બધાંયની પાછળનું આચાર્યશ્રીનું ધ્યેય એક જ હતું કે સંઘને અભ્યદય કેમ થાય, શાસનની પ્રભાવના કેવી રીતે થાય. અને આચાર્ય શ્રી ધર્મસ્નેહ કંઈ કેવળ જૈન સમાજના ભલા પૂરત જ મર્યાદિત હતો એવું નથી; તેઓ તો માનવમાત્ર અને જીવમાત્રના કલ્યાણ વાંછુ હતા; અને એ રીતે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી સાધવાની (fમી સવૅમૂug)ની ધર્મઆજ્ઞાને તેઓ જીવનમાં ઉતારવાનો હમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. છેલ્લી અવસ્થામાં, છેલ્લા દિવસોમાં અને છેલ્લી ઘડીઓમાં પણ તેઓ આ જ કાર્ય કરતા રહ્યા, આ જ ભાવના ભાવતા રહ્યા.
અને આવી સર્વમંગલકારી ભાવના અને સર્વકલ્યાણકારી પ્રવૃત્તિના બળે જ આચાર્ય શ્રી મુંબઈમાં ચિરનિદ્રામાં પિઢ ગયા.
મુંબઈ નગરીને અને મુંબઈનગરી દ્વારા આખા સંઘને આચાર્યશ્રી જેવા નિર્મળ, શાણું અને હિતચિંતક સંઘનાયકને જે લાભ મળે તે ઇતિહાસને પાને સોનેરી અક્ષ
થી સદાને માટે અંકિત થઈ રહેશે; અને ધર્મભક્તિ, સંઘરક્ષા અને સમાજસેવાની પ્રેરણા આપતે રહેશે. - આચાર્યપ્રવર જેવા પારસને સ્પર્શ પામીને મુંબઈનગરી ધન્ય બની ગઈ!
અન્ય સ્થાનોને લાભ શ્રી વલ્લભસૂરિજી મહારાજનું મોટા ભાગનું કાર્યક્ષેત્ર ભલે પંજાબ રહ્યું હોય, અને સમાજના ઉત્કર્ષની દષ્ટિએ ભલે તેઓએ મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હોય, છતાં, ગમે ત્યાં રહેવા છતાં, તેઓ આખા દેશના જૈન સંઘના રક્ષણ અને અભ્યદયની ચિંતા સેવતા રહેતા હતા, એ માટે સમાજને પ્રેરણા આપતા રહેતા હતા અને પિતાની શક્તિ કે સગવડની ચિંતા કર્યા વિના એ માટે પ્રયત્ન કરતા જ રહેતા હતા. છેવટે તે પોતે દેશવ્યાપી જેને સંઘના ધર્મગુર છે એમ સમજીને પિતાની જવાબદારીની ક્યારેય ઉપેક્ષા તે કંઈ જાય એની તેઓ સતત જાગૃતિ રાખતા રહેતા હતા. સંઘકલ્યાણ અને આત્મકલ્યાણ ને તેઓએ પિતાના જીવનમાં એકરૂપ બનાવી દીધાં હતાં. સર્વકલ્યાણકારી યોગસાધના કે સંયમસાધનાનું જ આ પરિણામ હતું. ન કોઈથી દ્વેષ, ન કે પ્રત્યે પક્ષપાત, ન કેઈની ઈર્ષ્યા-અસૂયા કે ન કોઈની નિંદા-બદબાઈ . તેથી જ આચાર્ય મહારાજના ધર્મપ્રવર્તનમાં અને સેવાવ્રતમાં સર્વ પ્રદેશ અને સર્વે સંઘને સમાન આદર અને સ્થાન મળતાં હતાં. આચાર્ય મહારાજના વિહારની અને ચતુર્માસની વિગતે જોઈએ તે એમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પણ સમાવેશ થયેલું જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org