Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૭૧ ઇચ્છા સર્વવ્યાપી બની ગઈ; અને આવી સુભગ ભાવના ભાવનાર પવિત્ર આત્માની સુભગ ભાવનાની શાશ્વત કીર્તિગાથા બની ગઈ. પંજાબની ભક્તિ અને રક્ષા કરવામાં શેષ જીવન સમર્પિત કરવાની આચાર્યપ્રવરની આ ઝંખના એ પંજાબ સંઘની અમર સંપત્તિ અને આચાર્ય મહારાજના મુનિસમુદાય તેમ જ ધર્મપ્રભાવનાની ધગશ ધરાવતા સર્વ મુનિવરોની જવાબદારી અને પ્રેરણાનું સ્થાન બની ગઈ.
પંજાબને પોતાની કર્મભૂમિ બનાવીને આચાર્ય પ્રવર કંઈ એકલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ ગુરુ નહાતા રહ્યા, પંજાબમાં વસતા સૌકઈ પ્રત્યે એમને વાત્સલ્ય હતું અને સૌનું ભલું કરવાની એમની ભાવના હતી. આવી મંગલ કામનાનો પડઘો પણ એવો જ પડ્યો : પંજાબ વાસીઓને પણ આચાર્ય પ્રત્યે એટલી જ ભક્તિ અને આદરભરી પ્રીતી હતી. અને એ મહાનુભાવોએ અનેક પ્રસંગે પિતાની આવી ભક્તિ પ્રદર્શિત કર્યાના અનેક હદયસ્પશી પ્રસંગો, ગગનમંડળના તેજસ્વી તારાઓની જેમ, આચાર્ય મહારાજના જીવનને શોભાયમાન કરી રહ્યા છે. પણ એ બધાંનું દર્શન કરવાનો અવકાશ અહીં કયાં? બધાનો સાર એ કે પંજાબની ભૂમિની ભક્તિ અને આચાર્ય મહારાજના અંતરની ભક્તિને સુભગ સંગમ સધાય અને એ સંગમને તીરે પંજાબ કૃતાર્થ બની ગયું.
સમાજ હશે તો ધર્મ ટકશે પંજાબે ભલે શ્રી વલ્લભસૂરિજી મહારાજને પિતાના માની લીધા અને આચાર્યશ્રીએ પણ ભલે પંજાબને પિતાનું માન્યું; પણ એથી કંઈ તેઓની અન્ય પ્રદેશે સાથેની હિતચિંતાભરી આત્મીયતા મટી કે ઘટી જતી નથી. અન્ય પ્રદેશો સાથે પણ શ્રી વલ્લભસૂરિજી મહારાજને એ જ ધર્મસ્નેહ અને ધર્મ સંબંધ રહ્યો છે. સૂરજ-ચાંદાને ભલા કેણ હમેશને માટે પિતાપણાના વાડામાં રેકી રાખી શકે? એ તો એવા ઉચ્ચ સ્થાને બિરાજતા હોય છે કે એમની નજર સૌ ઉપર ફરતી રહે અને સૌ એમ જ માને કે એ અમારી સામે જ નીરખી રહ્યા છે ! જેવું સૂર્ય-ચંદ્રનું એવું જ જીવનસાધક અને વિશ્વવત્સલ સંતનુંઃ સૌ એમને પિતાના લાગે; સી એમને પિતાના માને.
આચાર્ય મહારાજ જેમ એક ધર્મગુરુ તરીકે સંઘની આવતી કાલની–આવતા ભવની– ચિંતા સેવતા હતા તેમ નજર સામેથી પસાર થઈ રહેલા આજની-વર્તમાન કાળનીઆ ભવની-ચિંતાની ક્યારેય ઉપેક્ષા કરતા ન હતા. એમની દીર્ધદષ્ટિ જેમ પરલેકનો વિચાર કરી શકતી તેમ આ લોકનો પણ વિચાર કરી શકતી; તેઓ અતિપરલેકપરાયણ બની કેવળ કલ્પનામાં જ નહોતા ઊડ્યા કરતા, પણ ધરતી પર પગ માંડીને પોતાની આસપાસની પરિસ્થિતિને પણ સમજી શકતા હતા. એક ધર્મગુરુ તરીકે આચાર્ય મહારાજની - આ જ અસાધારણ અને વિરલ વિશેષતા હતી. અને એને લીધે જ તેઓ સંઘ અને - સમાજના સુખ દુઃખના સાથી સાચા ધર્મગુરુ બની શક્યા હતા, અને સંઘની રક્ષા માટે અવિરત જહેમત ઉઠાવીને પિતાનું સંઘનાયકપદ ચરિતાર્થ કરી શક્યા હતા.
સંવેદનશીલ, કરુણાપરાયણ અને ભક્તિસભર એમનું હૃદય હતું. પોતાની જરૂરિયાત કરતાં પણ તેઓ સમાજની કે સામી વ્યક્તિની જીવનની અનિવાર્ય જરૂરિયાત વધારે -સમભાવપૂર્વક સમજી શકતા. ત્યાગધર્મ સ્વીકારીને સાધુપણાને સ્વીકાર કરવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org