Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૬૯ ' એવામાં પર્યુષણ મહાપર્વ આવ્યાં. સૌને થયું, આવા વખતમાં પર્યુષણ કેવાં અને એનું આરાધન કેવું! કેઈનું ચિત્ત પર્વારાધનમાં લાગે એવી સ્થિતિ જ ન હતી. પણ આચાર્યશ્રી તો ધર્મમૂતિ હતા. સંકટને તરવાને ઉપાય એમને ધર્મારાધનમાં જ દેખાય. મનને દઢ કરીને તેઓ શાંત ચિત્તે મહાપર્વની આરાધનામાં લાગી ગયા! આવા રૂડા આત્મપર્વનું આરાધન કરતાં કદાચ જાન જવાને વખત આવે તે પણ શી ચિંતા ?
સ્થિતિ તો વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. પણ જાણે પિતાના સંતજનો અને ધમી જીવોના રક્ષણની જવાબદારી કુદરતે પોતાના ઉપર લઈ લીધી હતી. અહીં જાણે પેલી કવિપંક્તિઓનું સત્ય સાકાર થતું લાગતું હતું–
મળ્યું છે યુદ્ધ બ્રહ્માંડે દેવદાનવનું સદા,
હણે છે કેઈ તે કઈ રક્ષાનું કરનાર છે. પણ આ રક્ષા ક્યારે, કેવી રીતે, કેની મારફત થવાની હતી? અને એક દિવસ આ સવાલનો જવાબ મળી ગયા.
ભાદરવા સુદિ આઠમે અમૃતસરથી ત્રણ મોટરલેરી ગુજરાનવાલા આવી પહોંચી. આવનારાઓએ સાધુ-સાધ્વી સમુદાય સાથે એમાં અમૃતસર આવવા આચાર્યશ્રીને વિનતિ કરી. પણ તેઓ તો પિતાના નિશ્ચયમાં દઢ હતાઃ પહેલા મારો સંઘ અને સમુદાયક છેલ્લો હું! મારા અહીંથી રવાના થવા સાથે જ આપણું સંઘની બિનસલામતીને પણ અંત આવી જોઈએ. વિનંતી કરનારા નિરાશ થયાઃ આમને કેવી રીતે સમજાવવા? કોણ સમજાવે?
આ અપાર સંકોએ જન્માવેલી જીવનની અનિશ્ચિતતાની વચ્ચે જાણે આચાર્ય પ્રવરનું તેજ વધારે ખીલી નીકળ્યું. એમને આત્મા સિદ્ધયોગીની ધીરતા-ગંભીરતા દાખવી રહ્યો. ભાદરવા સુદ અગિયારસે જગદ્ગુરુ હીરવિજયસૂરિજીની જયંતીની ઉજવણી કરી.
અને બીજે જ દિવસે સૌના છુટકારાનો સમય જાણે પાકી ગએ હોય એમ અમૃતસરથી એકીસાથે અગિયાર મોટર લેરીઓ આવી પહોંચી. સૌના વિદાયની અને પ્રાણપ્યારા ગરતીર્થ ગુજરાનવાલાને આખરી સલામ કરવાની વસમી ઘડી આવી પહોંચી. કુદરતને સંકેત પણ ક્યારેક કે વિચિત્ર હોય છે? જે ગુજરાનવાલા પ્રત્યે રોમ રોમમાં ધર્મભક્તિ ઊભરાતી અને જ્યાંની યાત્રા કરવાને માટે મન થનગની રહેતું એને સદાને માટે ત્યાગ કરવાનો વખત આવ્યા !
આચાર્ય મહારાજ પગે ચાલીને ગુરુકુલ સુધી ગયા. વચમાં દાદાગુરુના સમાધિમંદિર નાં છેલ્લાં દર્શન કર્યા. આંખોમાં આંસુ અને અંતરમાં અસહ્ય વેદના જાગી ઊઠયાં; પણ એના ઉપર મનનું ઢાંકણ વાળી દીધા વગર છૂટકે ન હતો. આચાર્યપ્રવરે એ તીર્થધામને અશ્રઓની છેલ્લી અંજલિ આપી. કેવાં જાજરમાન સ્થાને આજે કેવાં વેરાન બની ગયાં હતાં ! અંતર લેવાઈ જાય એવું એ દશ્ય હતું. જાણે પિતાના હૃદયને પાછળ મૂકતા જતા હોય એમ આચાર્ય મહારાજે દુભાતે દિલે, ભારે પગલે ત્યાંથી પ્રયાણ કર્યું.
ગુજરાનવાલામાં દાદાગુરુના સ્વર્ગવાસ બાદ પોતાની નજર સામે જ સંવત ૧૫ર માં ગુરુમંદિરને-સમાધિમંદિરને પાયે નંખાયો હતો. આજે પ૧ વર્ષે એ પુણ્યભૂમિને સદાને માટે ત્યાગ કર્યો! કર્તવ્યની કેડીઓ અને કુદરતની કરામતો સદાય અકળ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org