Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
બાકી સંતોને તે, “સબ ભૂમિ ગોપાલકીની જેમ, જન્મ ગમે ત્યાં થયો હોય, ઉછેર, અભ્યાસ અને સાધના પણ ગમે ત્યાં થયાં હોય છતાં, છેવટે આખો દેશ પોતાનું વતન બની જાય છે. અને એમની સેવાભાવનાને આ કે તે પ્રદેશના સીમાડાઓ બંધિયાર બનાવી શકતા નથી. રાજકારણી પુરુષને પિતાની અંગત સગવડ મુજબ આ કે તે પ્રદેશને પોતાના કે પરાયા બનાવી મૂકતાં વાર લાગતી નથી, અને એમ કરવાનાં માઠાં પરિણામે
ખ્યાલ મેળવી લેવા જેટલી દીર્ધદષ્ટિ પણ તેઓની હોતી નથી. પણ લોકકલ્યાણના ચાહક સતેની વાત આથી જુદી છે. શ્રી દયાનંદ સરસ્વતી ગુજરાત (સૌરાષ્ટ્ર)માં જન્મ્યા, અને એમણે સેવા કરી ઉત્તર ભારતની. શ્રી સહજાનંદ સ્વામીએ ઉત્તર પ્રદેશમાં જન્મ ધારણ કર્યો અને ઉદ્ધાર કર્યો ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશેને. આવા તો અનેક દાખલા મળી શકે. આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે ભારતદેશની અખંડિતતા–એકરૂપતાનું દર્શન મુખ્યપણે આવા ઉદારદિલ સાધુ-સંતોના જીવન અને વ્યવહારમાં જ થાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજે પંજાબમાં જન્મીને ગુજરાત-સૌરાષ્ટ્રની કેટલી બધી સેવા કરી! એ જ રીતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પંજાબની સેવાઓ પણ અસાધારણ હતી. પંજાબને તે જાણે એમના અંતરમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું.
વારંવાર પંજાબની યાત્રા આમ જોઈએ તે મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજે દીક્ષા લીધા પછીનાં ત્રણ ચોમાસાં ગુજરાત-રાજસ્થાનમાં (બે ગુજરાતમાં રાધનપુર: અને મહેસાણામાં અને એક રાજસ્થાનમાં) કર્યા પછી ૧૯ જેટલાં ચોમાસાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ઘણું ગામ-શહેરોને પોતાની ભાવના, શક્તિ અને વિદ્વત્તાનો લાભ આપ્યો હતો. તેમાં છ ચોમાસાં દાદાગુરુજીની સાથે અને તેર તેઓના સ્વર્ગવાસ પછી કર્યા હતાં.
વળી, એમની પંજાબની યાત્રાઓને એકંદર વિચાર કરીએ તે ચાર વાર થઈને એમણે પંજાબમાં કુલ ૩૨ ચોમાસાં કર્યા હતાં. એમના ૬૮ વર્ષ જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયને લગભગ અડધે સમય એમણે પંજાબને અર્પણ કર્યો હતો, એ બીના પંજાબ ઉપરની એમની અપાર પ્રીતિનું અને પંજાબ સંઘની તેઓના ઉપરની અસાધારણ ભક્તિનું સૂચન કરે છે.
પંજાબથી પહેલી વાર વિહાર કર્યા બાદ તેર ચોમાસાં ગુજરાત, મુંબઈ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં કરીને જાણે તેઓએ પંજાબ અને પંજાબ સિવાયના પ્રદેશના જૈન સંઘના ઉત્થાન માટેની પિતાની સેવા પ્રવૃત્તિની સમતુલા સાચવી હતી, અને એ રીતે સમગ્ર જૈન સંઘ ઉપર ઉપકાર કર્યો હતો અને સૌને પિતાના ગુરુપદને લાભ લેવા અવસર આપ્યા હતા. - વિ. સં. ૧૯૭૭ નું ચોમાસું બીકાનેરમાં કરીને તેઓએ બીજી વાર પંજાબમાં પ્રવેશ કર્યો અને વિ. સં. ૧૯૭૮ થી ૧૯૮૧ સુધીનાં ચાર ચોમાસા પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ત્યાંના શ્રીસંઘની સેવા બજાવી. | શ્રી વલ્લભસૂરિજી મહારાજ પંજાબમાં હોય કે પંજાબથી દૂર હોય, પંજાબના ગ. ક્ષેમની ચિંતા તે ક્યારેય એમના હૃદયથી દૂર થતી ન હતી. અને દૂર રહ્યા રહ્યા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org