Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
- ૧૫૬
વિદ્યાલયની વિકાસકથા અધિનાયક સમા આચાર્ય મહારાજ તરફની ભક્તિ ખેંચતી હતી અને ભક્તિનાં આ બે નેતરાંની વચ્ચે મુનિશ્રીનું મન રવૈયાની જેમ ફર્યા કરતું હતુ; પણ અંતે તે કર્તવ્યપાલનને જ વિજય થતો : જીવનમાં એ જ સાચું નવનીત મેળવવાનું હતું. જાણે કુદરત પિતે જ આવા પ્રસંગે જીને આ ઊછરતા મુનિવરને આસક્તિ-અનાસક્તિ કે મહનિર્મોહના ગેરલાભ-લાભને વિવેક પ્રચ્છન્નપણે સમજાવી-શીખવી રહી હતી. ગુરુ ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન મહાવીર જેવા વીતરાગી પુરુષ ઉપરને અતિઅલ્પ પણ મેહ પૂર્ણ વીતરાગપણની પ્રાપ્તિમાં બાધક જ બન્યો હતો ને !
મુનિ વલ્લભવિજયજી અને અન્ય મુનિવર શ્રી હર્ષવિજયજી મહારાજની ખડે પગે ચાકરી કરવામાં કશી ખામી ન રહેવા દીધી. દિલ્લીના સંઘે પણ સારા સારા વૈદ્યો-હકીમેની સલાહ મુજબ દવા અને પથ્યની પૂરી સંભાળ રાખીને રાતદિવસ ભક્તિ કરી. પણ આ વખતે વ્યાધિ એવું અસાધ્ય રૂપ લઈને આવ્યો હતો કે છેવટે શ્રી હર્ષવિજયજી મહારાજ વિ. સં. ૧૯૪૬ ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ કાળધર્મ પામ્યા ! દાદાગુરુ પંજાબમાં બિરાજતા હતા અને ગુરુમહારાજે પરલોક પ્રયાણ કર્યું હતું : મુનિ વલ્લભવિજયજીના અંતરમાં સૂનકાર વ્યાપી ગયો ! દિલ્લીના સંઘે અને સાથેના મુનિવરે એ ઘણું આશ્વાસન આપ્યું; શ્રીસંઘે તે અભ્યાસ માટેની બધી જોગવાઈ કરી આપવાનું અને દિલ્લીમાં ચતુર્માસ કરવાનું પણ કહ્યું, પણ મુનિશ્રીનું મન કઈ રીતે ન માન્યું. મુનિજીના મનની સ્થિતિ સઢ ફાટેલા વહાણ જેવી અસહાય બની ગઈ. એ સઢના સાંધણહાર એક જ હતા અને અત્યારે એ પંજાબની ભૂમિમાં બિરાજતા હતા. આવા કારમાં સંકટમાં એ જ સાચું શરણ હતું. મુનિ વલ્લભવિજયજીએ પંજાબ તરફ વિહાર કર્યો. એમનું રેમ રોમ અત્યારે શ્રી આત્મારામજી મહારાજને જ ઝંખી રહ્યું હતું : કયારે આવે પંજાબ ! અને કયારે મળે ગુરુચરણેને આશ્રય !
દાદાગુરુના ચરણોમાં એમને સ્વર્ગવાસ મુનિ વલ્લભવિજયજી તથા એમના બે ગુરુભાઈઓ મુનિ શ્રી શુભવિજયજી તથા મુનિ શ્રી મોતીવિજયજી ઝડપથી પંજાબ તરફ જઈ રહ્યા છે. વાત્સલ્યમૂર્તિ આચાર્ય મહારાજના દર્શનની તાલાવેલીમાં એમને સાવ અજાણ્યા પ્રદેશ અને સાવ અજાણ્યો પંથ પણ કશી રુકાવટ કરી શકતો નથી.
છેવટે વિહાર સફળ થયેઃ તેઓ પોતાની મંજિલે દાદાગુરુના ચરણમાં, અંબાલા કેમ્પમાં પહોંચી ગયા. વલ્લભવિજયજીનું ચિત્ત ભારે સાતા અનુભવી રહ્યું. સ્વજનની સામે દુઃખનું ઢાંકણુ આપમેળે ઊઘડી જાય છે. શ્રી આત્મારામજી મહારાજને આશ્રય પામીને મુનિ શ્રી વલ્લભવિજયજીના અંતરની લાગણીના બંધ જાણે પળ માટે છૂટી ગયા. દાદાગુરુના ચરણોમાં મસ્તક ઢાળી દઈને એને તેઓ અશ્રુઓથી અભિષેક કરી રહ્યા. લાગણીના એ પ્રવાહ આગળ વાણી જાણે થંભી ગઈ. શ્રી આત્મારામજી મહારાજે હેતાળ હાથે એમને હૈયે લગાવીને આશ્વાસન આપ્યું: “મહાનુભાવ, ભાવી ભાવને કેણ રોકી શક્યું છે ભલા ?” મન કંઈક સ્વસ્થ થયું એટલે મુનિ વલ્લભવિજયજીએ દાદાગુરુશ્રીને એક જ વિનતિ કરી: “ગુરુદેવ, હવેથી મને ક્યારેય આપના ચરણેથી દૂર ન કરશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org