Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૫૫ બીજાનું ભલું કરીને પિતાના ધર્મગુરુપદને શોભાવી જાય છે, અને જનહૃદયના અધિપતિ બની જાય છે. જનસમૂહની આવી આશાને પૂરી કરવા માટે ધર્મગુરુએ જ્ઞાન-ચારિત્રની અખંડપણે અને અપ્રમત્તભાવે ઉપાસના કરવાની હોય છે. એક વીશી કરતાંય ઓછી ઉંમરે સંયમ અને ત્યાગને માર્ગ સમજણ અને ઉલ્લાસપૂર્વક સ્વીકારનાર મુનિ વલ્લભવિજયજી ધર્મગુરુપદનાં આ જવાબદારી અને આ મહિમા જાણે હૈયાઉકલતથી આપમેળે જ સમજી ગયા હતા, અને એ માટે પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે ગુરુ ગૌતમસ્વામીને અને એ દ્વારા સમગ્ર વિશ્વને પળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું (ત્તમ જોય! મા જમાના સૂત્રનું) જે ઉદ્બોધન કર્યું હતું તે મુનિ વલ્લભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું. નિરર્થક વાત કે પ્રવૃત્તિમાં કાળક્ષેપ થાય તો જીવનને વિકાસ જ રુંધાઈ જાય અને સમયની બરબાદી સાથે સાધુજીવનની પણ બરબાદી થઈ જાય. આટલા માટે જ સદા જાગ્રત રહેવાની જરૂર છે.
મુનિ વલ્લભવિજયજીએ શરૂઆતથી જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કષ, તિષ અને ધર્મશાના અધ્યયનમાં મનને પરવી દીધું હતું અને સાથે સાથે જ્ઞાનના મહાસાગર સમા દાદાગુરુના જ્ઞાન અને અનુભવનો લાભ તો હરહમેશ મળતો રહેતો હતોઃ માગવા છતાં કે પ્રયત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળી શકે એ સુંદર વેગ મળી ગયો હતો. એને લાભ લેવામાં કશી ખામી ન રહી જાય એને ખ્યાલ રાખવાને હતો. અને એટલા માટે જ દાદાગુરુથી દૂર રહેવાનું એમને ગમતું ન હતું. અને છતાં ગુરુની સેવા પણ એટલી જ લાભકારી હતી. તેઓ સહર્ષ પાલીમાં રોકાઈ ગયા. | મુનિશ્રીએ જ્યારે પાલીમાં ચોમાસું કર્યું તે વર્ષે શ્રી આત્મારામજી મહારાજ જોધપુરમાં ચતુર્માસ રહ્યા હતા. મુનિશ્રોને તે એમ જ થતું કે ક્યારે મારા ગુરુવર્યનું સ્વાથ્ય સારું થાય અને અમે ક્યારે મારું ઊતરતાં આચાર્ય મહારાજની છત્રછાયામાં પહોંચી જઈએ. ચોમાસું પૂરું થયું અને શ્રી હર્ષવિજયજી મહારાજની તબિયત વિહારને
ગ્ય લાગી એટલે એમણે પાલીથી વિહાર કર્યો. આચાર્યશ્રીએ પણ જોધપુરથી વિહાર કર્યો હતો. બધા અજમેરમાં ભેગા થયા. મુનિ વલભવિજયજીને તે ઉપવાસને આનંદ માણનારને સુખરૂપ પારણાને આનંદ મળ્યા જેવું થયું. ત્યાંથી બધા જયપુર પહોંચ્યા.
જયપુરમાં ફરી પાછા હર્ષવિજયજી મહારાજ બિમાર થઈ ગયા. અને મનોકામના કરતાં કર્તવ્યને ઊંચે આસને બેસાડવાને તે મુનિ વલ્લભવિજયજીને સ્વભાવ જ હતો. આચાર્ય મહારાજ સાથે રહેવાની ઈચ્છા ઉપર સંયમ મૂકીને તેઓ અને બીજા મુનિઓ જયપુરમાં જ રોકાઈ ગયા. તબિયત સારી થઈ એટલે ફરી પાછા બધા દિલ્હી પહોંચીને આચાર્ય મહારાજને મળ્યા. પણ અહીં પણ એ જ વાતનું પુનરાવર્તન થયુંઃ મુનિ હર્ષવિજયજીને વળી પાછા બિમારીએ ઘેરી લીધા અને આચાર્ય મહારાજને તો જલદી પંજાબ પહેચવું જરૂરી હતું, એટલે મુનિ વલભવિજયજી વગેરે સાધુઓને એમની સેવા માટે દિલ્હીમાં મૂકીને તેઓ પંજાબ તરફ વિહાર કરી ગયા. | મુનિ વલ્લભવિજયજીને માટે આ પ્રસંગ એક પ્રકારના મનોમંથનના પ્રસંગો હતા? એક તરફ બિમાર ગુરુની ભક્તિ કર્તવ્યને સાદ કરતી હતી અને બીજી તરફ અંતરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org