Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૨
વિદ્યાલયની વિકાસકથા દયાળુ અંતર દ્રવવા લાગતું અને એ દુઃખનું નિવારણ કરવાને પુરુષાર્થ કરવાની એમને અને બીજાઓને પ્રેરણા આપતું—એવા દયાના મહેરામણ હતા એ આચાર્ય શ્રેષ્ઠ !
જન્મ અને દીક્ષા ગરવી ગૂર્જરભૂમિનું વડોદરા શહેર—વિદ્યા, કળા અને ધર્મના ધામ સમું ગુજરાતનું નાનું સરખું કાશી. એ જ આચાર્ય વિજયવલ્લભસૂરિજીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૨૭ના કારતક સુદિ બીજ (ભાઈબીજ)ને એમને જન્મ. પિતાનું નામ દીપચંદભાઈ માતાનું નામ ઈચ્છાબાઈ. એમનું પોતાનું નામ છગનલાલ. જ્ઞાતિ વિસા શ્રેમાળી. શ્રી દીપચંદભાઈને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ ત્રીજા. માતા-પિતા ધર્મના રંગે રંગાયેલાં હતાં. એમાંય ઈચ્છાબાઈ તે ભલે ભણ્યાં ઓછું હતાં, પણ ધર્મની સાદી સમજણ અને ધર્મપાલનની એમની તાલાવેલી એમના જીવનને જાણે આધાર બની હતી. એ જેમ ઘરવ્યવહાર અને કુટુંબને સાચવતાં એ જ રીતે ધર્મને સાચવવાનું પણ ધ્યાન રાખતાં. માતા-પિતાની આ ધર્મભાવનાને પ્રભાવ આખા કુટુંબ ઉપર અને બધાં સંતોનો ઉપર વિસ્તરી રહેતું. બીજું ધન મળે કે ન મળે એ ભાગ્યની વાત છે, ધર્મધનને મેળવવું એ માનવીના પિતાના હાથની વાત છેઃ માતપિતાનું સરળ, સાદું, નિર્મળ જીવન જાણે સંતાનને આ જ બેધ આપતું.
પણ આવા શાણું, ગરવા અને ધર્માનુરાગી માતાપિતાની છત્રછાયા લાંબે વખત ન ન ટકી : પહેલાં શ્રી દીપચંદભાઈનું અવસાન થયું. પછી માતા-પિતાના શરણના અભાવે અનાથ બનતાં સંતાનને અહંતનું શરણ સ્વીકારવાની ભલામણ કરીને માતા ઈચ્છાબાઈ પણ સ્વર્ગે સિધાવી ગયાં. અંતિમ સમયે દીન બનીને પોતાની પાસે બેઠેલા છગનને માતાએ કહ્યું : “બેટા, અહંતનું શરણ સ્વીકારજે અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધને મેળવવામાં અને જગતના જીવનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” એ વખતે છગનલાલની ઉંમર માંડ ૧૦-૧૨ વર્ષની હતી, પણ માતાની છેલ્લી શિખામણુના શબ્દો એના અંતરમાં સદાને માટે કેતરાઈ ગયા ? એ જ જાણે એને જીવનમંત્ર બની ગયે.
છગનનું શરીર જેવું દેખાવડું હતું. એવી જ એની બુદ્ધિ તેજસ્વી હતી. ઠાવકાઈ શાણપણ અને કોઈનું પણ કામ કરી છૂટવાની પરગજુ ભાવનાની બક્ષિસ એને બચપણથી જ મળી હતી. અને ભક્તિની ગંગા તે જાણે એના રેમ રેમને પાવન કરતી હતી. ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને છગને સાત ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. માથે બે મોટાભાઈ હીરાલાલ અને ખીમચંદ હતા, અને ઘરની કોઈ ચિંતા હતી નહી, એટલે છગનને ભણવું હોય તો ભણવાને અને વેપારી થવું હોય તે મન ફાવે ત્યાં વેપારમાં જોડાવાને માર્ગ મોકળો હતા—વાણિયાને દીકરે ખપપૂરતું ભણીને છેવટે વાણેતર થાય કે વેપારી બને, એ જ એનું ભાગ્યવિધાન. પણ છગનને જીવ કંઈક જુદી માટીને હતે. એને ન વધુ ભણવાને વિચાર આવ્યો, ન વેપાર ખેડવાનું સુચ્યું અને લગ્નસંસારમાં પડવાની તો કલ્પના પણ ન આવી. એની ઝંખના કંઈક જુદી જ હતી. એને તો એકમાત્ર આકાંક્ષા માતાની આજ્ઞાનું પાલન કરીને જીવનને ધન્ય બનાવવાની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org