Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
સરસ્વતીમંદિરોના પ્રેરક
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
પુરાણપ્રસિદ્ધ ગૂર્જરભૂમિની ભવ્યતાને ઇતિહાસકાળે વધુ ભવ્ય મનાવી : પુરાતન સમયમાં અને ઇતિહાસયુગમાં એવાં અને સાધકો, સંતા, સતીએ, શૂરાએ અને રાજવીએ એ ભૂમિમાં થઈ ગયાં. આમ તે ગૂજરભૂમિને પ્રદેશ એ ભારતભૂમિનું જ એક અંગ છે; અને ગુજરાતની સ`સ્કૃતિ એ ભારતની સૌંસ્કૃતિધારાનુ જ એક ઝરણુ છે. અને છતાં ગુજરાતની સૌંસ્કૃતિની આગવી કહી શકાય એવી વિશિષ્ટતા પણ છે; અને એ વિશેષતા એને ભારતીય સંસ્કૃતિના ભાલતિલક સમું ગૌરવભર્યું સ્થાન અપાવે છે. આની કેડીએ પુરાતન કાળ તેમ જ ઇતિહાસયુગ બન્નેમાં જોવા મળે છે.
૧૫૧
શ્રીકૃષ્ણે અનાસક્તભાવે કન્યનુ' પાલન કરવાનો સંદેશો આપ્યા. એમના જ કુટુંબી શ્રી નેમિકુમારે કરુણાભાવથી પ્રેરિત થઈને લગ્નના લીલા તેારણેથી પાછા ફરીને વૈરાગ્યને આશ્રય લીધા અને સયમના માગ સ્વીકાર્યું. ઉત્કટ જીવનસાધના દ્વારા તેએ બાવીસમા તીથ'કર ભગવાન નેમિનાથ તરીકે અમર થઈ ગયા. ઇતિહાસયુગ પહેલાંની આ ઘટના, એમણે આપેàા કરુણા અને વૈરાગ્યના વારસા ગુજરાતની ધરતીને ભાવી ગયા; એ વારસાને પણ ગુજરાતની ભૂમિ અનુકૂળ લાગી. પરિણામે ગુજરાતની જનતાના અંતર છેક પુરાતન કાળથી તે અત્યાર સુધી જીવદયા અને ત્યાગ-વૈરાગ્યની ભાવનાથી સુવાસિત–સ'સ્કારિત ખનતાં રહ્યાં. આપણી પાંજરાપેાળા, પરખડીએ, ચકલાંને નખાતી ચણ, પારેવાંને નખાતી જાર, માછલાંને અપાતી કણીક અને પાંજરાપાળા ઉપરાંત માંદાં પશુ-પ’ખીએની માવજતમાં વ્યક્તિગત રીતે પણ દાખવવામાં આવતી ધરુચિ આ વાતની સાક્ષી પૂરે છે. ઇતિહાસયુગમાં અહિંસાપ્રધાન શ્રમણ સ`સ્કૃતિને કરુણા-વૈરાગ્યરસભીની ગુજરાતની ધરતી બહુ ગમી ગઈ, અને ગુજરાતમાં ઠેર ઠેર જૈનધમ અને બૌદ્ધધર્મનાં કેન્દ્રો સ્થપાયાં. સમય જતાં ૌદ્ધધર્મ ગુજરાતમાંથી વિદ્યાય લીધી; ત્યારે જૈનધમે આ ભૂમિમાં સ્થિરતા પ્રાપ્ત કરી અને ઘણા વિકાસ સાધ્યે.
ઇતિહાસયુગમાં શ્રી શીલગુણુસૂરિ, વનરાજ ચાવડા, કલિકાલસર્વજ્ઞ હેમચદ્રાચાય, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાળ અને વસ્તુપાળ-તેજપાળે અહિંસા, કરુણા, વૈરાગ્ય અને સ'ધ બહુમાનની ભાવનાના આ વારસાને જીવી અને પ્રસારી જાણ્યે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ આ વારસાના જ પ્રતિભાશાળી પ્રતિનિધિ હતા. અને આપણી સામેના જ ભૂતકાળમાં શ્રી સહજાનંદસ્વામી, શ્રી દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચ'દ્ર અને મહાત્મા ગાંધીજીની કારકિદી અહિંસા-કરુણા અને સંયમ-વૈરાગ્યની ભાવનાને કેન્દ્રમાં રાખીને જ વિકસી હતી. જૈન સંસ્કૃતિના પ્રખર જ્યાતિષર શ્રી આત્મારામજી મહારાજે (આચાય શ્રી વિજયાન દસૂરિશ્વરજી મહારાજે) પજામમાં જન્મ ધારણ કરીને ગુજરાત, પંજામ અને ખીજા પ્રદેશેામાં આ વાસસાને વધારે જાજરમાન બનાવ્યેા હતેા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એ જ ગૌરવશાળી પરંપરાના પ્રભાવક સત થઈ ગયા—સંયમ અને વૈરાગ્યના, અ`િસા અને કરુણાના એ જ વારસાને દીપાવી જાણનાર અને સ્વપરકલ્યાણુના એ જ ધર્મીમાના પુણ્યપ્રવાસી! તેએ કેાઈનાં પણ દુઃખ-દર્દ-દીનતા જોતા અને એમનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org