Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા છે, પરંતુ તે બરાબર નથી. આશાસ્પદ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા માટે એક સારું સ્થાયી ફંડ ઊભું કરવાની આવશ્યકતા અનિવાર્ય છે એમ અમને ચોક્કસપણે લાગે છે.” (૪૧ મેં રિપેર્ટ, રૂ. ૧૨)
આર્થિક સગવડ વગરના વિદ્યાર્થીઓનું હિત પૂરેપૂરું સચવાય, વધુમાં વધુ વિદ્યાથી એને વિદ્યાલયને લાભ મળે અને વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોને અભ્યાસ કરવાની તેમ જ વિશેષ અભ્યાસ માટે પરદેશમાં પણ જવાની વિદ્યાર્થીઓને પ્રેરણું મળે એ માટે વિદ્યાલયના સંચાલકો માત્ર ભાવના ભાવીને જ બેસી રહે એવા ન હતા. વિદ્યાથીઓના હિતને માટે તેઓને જે વિચાર આવતા અને વિદ્યાલયના વિકાસને માટે એમને જે કામ કરવા જેવું લાગતું એને અમલી બનાવવા માટે તેઓ સમૂહ ભાવનાથી દિલ દઈને પ્રિયત્ન કરતા અને આ માટે જહેમત ઉઠાવવામાં તેઓ, મનહર ઉદ્યાનના કુશળ અને નિષ્ઠાવાન બાગબાનની જેમ થાક કે કંટાળાને બદલે એક પ્રકારને આનંદ અનુભવતા. આમ હેવાને લીધે જ વિદ્યાલયને વિવિધ શાખાઓ રૂપે તેમ જ દરેક શાખામાં વધુ વિદ્યાથીઓ રાખવાની સગવડરૂપે સતત વિકાસ થતો રહ્યો છે. વિદ્યાલયના વિકાસની આ પ્રક્રિયા અત્યારે પણ ચાલે છે, અને એ માટે વિદ્યાલયના અત્યારના સંચાલકે એટલા જ સજાગ, પ્રયત્નશીલ અને સમૂહભાવનાના સૂત્રે બંધાયેલા છે, એ સમાજની ખુશનસીબી અને સંસ્થાના આદ્યપ્રેરક આચાર્યશ્રીના આશીર્વાદનું જ ફળ લેખી શકાય.
વળી, વિદ્યાલયના પ્રવેશ માટે ટ્રસ્ટ-સ્કોલરને બાદ કરતાં, વિદ્યાથીઓની પસંદગીનું ધારણ કેવળ એમની લાયકાત (ગુણવત્તા) અને જરૂરિયાત જ રાખવામાં આવ્યું છે. અને એ માટે સંસ્થાના બંધારણમાં જે સુસ્પષ્ટ અને સુનિશ્ચિત જોગવાઈઓ કરવામાં આવી છે એનું પૂરી સાવધાની સાથે પાલન કરવામાં આવે છે. સંસ્થાની શરૂઆતથી જ આવી તંદુરસ્ત અને નિષ્પક્ષ પદ્ધતિ અપનાવવામાં આવેલ હોવાથી વિદ્યાથીઓની પસંદગીનું કામ કઈ પણ પ્રકારની તાણ ખેંચ વગર, જાણે સ્વયં સંચાલિત ન હોય, એ રીતે બિલકુલ સરળતાપૂર્વક ચાલતું રહે છે. આમ થવામાં સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભ સૂરિજી મહારાજ તથા એમના સમુદાયના મુનિવરેએ દાખવેલી નિર્મોહવૃત્તિ અને તટસ્થતા તેમ જ સંસ્થાના સંચાલકોએ દાખવેલી સંસ્થાના બંધારણ પ્રત્યેની વફાદારી અને ખેલદિલી દાખલારૂપ બની રહે એવી છે. આને લીધે જ સંસ્થા ઉત્તરોત્તર વિકાસ સાધી શકી છે, ડાં કા નથી. વિદ્યાથીની પસંદગી માટે અપનાવવામાં આવેલ ધરણને ખ્યાલ નીચેની તૈધ ઉપરથી પણ આવી શકશે. એ ને કહે છે કે –
વિદ્યાર્થીઓની લાયકાત અને તેની જરૂર ઉપર જ લક્ષ્ય આપવામાં આવે છે. આથી કેટલીક વાર ભલામણ કરનારાઓને ખેદ થવાનો પ્રસંગ આવે છે; પરંતુ ભલામણની કઈ બાબત પર કમીટી વિચાર કરતી નથી, એ બાબત અહીં ખાસ જણાવવાની જરૂર એ છે કે આ સંસ્થામાં જ્ઞાતિ કે ભલામણ ઉપર લક્ષ્ય ન આપવાને સંબંધે કોઈએ ખેદ કરવાનું કારણ નથી. આખી શ્વેતાંબર કેમની નજરે જોવાની આપણે ટેવ પાડવાની જરૂર છે અને તે સાથે લક્ષ્યમાં રાખવામાં આવે છે.” (ત્રીજો રિપોર્ટ, પૃ. ૧૪)
અરજી પસાર કરતી વખતે ગામ કે કેમ ઉપર લક્ષ્ય જરા પણ અપાતું નથી. સંસ્થાના નિયમને ગ્ય હોય, જરૂરિયાતવાળા હોય અને સહાય વગર અભ્યાસ કરવા અશક્ત હોય તેને કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org