Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮
વિદ્યાલયની વિકાસકથા " આ પ્રસંગે શેઠ વાડીભાઈ નાદુરસ્ત તબિયત છતાં હાજર રહ્યા હતા. સમારંભમાં એમનું ભાષણ એમના ભાણેજ શ્રી મણિલાલ મોહનલાલે વાંચી સંભળાવ્યું હતું, જેમાં બહુ જ વિનમ્રતાપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે
આ કાર્ય માટે મારે જે ઉપકાર માનવામાં આવ્યો છે, અને એમાં મારાં જે વખાણ કરવામાં આવ્યાં છે તે સંબંધમાં તમારો ઉપકાર માની જણાવીશ કે મેં માત્ર મારી ફરજ બજાવી છે અને તેમ કરવામાં મેં કંઈ ઉપકાર કર્યો નથી. મહાવીર વિદ્યાલયને મદદ કરવી અને તેવા કાર્યમાં મારો ફાળો આપવો એમાં કંઈ મેં મહત્ત્વનું કાર્ય કર્યું નથી. આ સંસ્થાને જોઈતી સગવડો આપી કંઈ પણ શ્રેયનું કાર્ય કરવું એ મારી ફરજ સમજું છું.” (રિપોર્ટ ૧૧, પૃ. ૭૯) - કેળવણી દ્વારા સમાજ-ઉત્કર્ષના કાર્યમાં પિતાને આ ઉમદા ફળ આપ્યા બાદ થોડા જ મહિનામાં, તા. ૧૦-૬-૧૯૨૬ના રોજ, આ સરળ, સાદા અને સખીદિલ મહાનુભાવને ખેદજનક સ્વર્ગવાસ થયા. એમનાં સત્કાર્યોની સુવાસ સદાને માટે મઘમઘતી રહેશે. - વિદ્યાલયને રજત મહોત્સવ–સને ૧૯૪૦માં વિદ્યાલયને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે રજત મહોત્સવની ઉજવણી માટે, સને ૧૯૪૧માં તા. ર૭-૨૮-૨૯ ડિસેમ્બરના ત્રણ દિવસનો ભરચક્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતે; અને ખૂબ ઉત્સાહપૂર્વક એ બધા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
તા. ૨૭મીની સવારે રેયલ ઓપેરા હાઉસમાં મનરંજન કાર્યક્રમ, બપોરે વિદ્યાલયના પ્રથમ સ્નાતક શ્રી રમણીકલાલ મગનલાલ મેદીના પ્રમુખપદે વિદ્યાલયના જૂના વિદ્યાથીએનું સમેલન, રાત્રે દીવાનબહાદુર સર હરિલાલ ગોસળિયાના પ્રમુખપદે અંગ્રેજી અને ગુજરાતીમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવ્યાં હતાં. - તા. ૨૮મીની સવારે શ્રીયુત મકનજી જૂઠાભાઈ મહેતા, બેરીસ્ટરના પ્રમુખપદે વ્યાયામના પ્રયોગે, બપોરે સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે રજતમહોત્સવને કાર્યક્રમ અને રાત્રે પંડિત શ્રી સુખલાલજીના પ્રમુખપદે શ્રી શંકરરાવ દેવનું અહિંસા ઉપર ભાષણ રાખ્યું હતું. અનિવાર્ય કારણે શ્રી શંકરરાવ દેવ ન આવી શક્યા તેથી ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમના નિવાસી બનેલા (વિદ્યાલયના જૂના વિદ્યાથી) શ્રી રમણીકભાઈ મેદીએ અહિંસા ઉપર સુંદર ભાષણ આપ્યું હતું.
ક વિદ્યાલયના અગિયાર-બારમા વર્ષનો સમય જેમ મકાન વગેરેમાં થયેલ જંગી ખર્ચને કારણે આર્થિક કટોકટીનો હતો તેમ ડેકટરી લાઈનને લઈને વિદ્યાલયની સામે ઊભી થયેલ ચર્ચાને કારણે સામાજિક કસોટીનો પણ હતો. એ જ વખતમાં માત્ર છ જ માસના ટૂંકા ગાળામાં સંસ્થાના મકાનના ઉદ્દઘાટનનો ભવ્ય સમારંભ થયો અને શેઠ વાડીલાલ સારાભાઈની એક લાખ રૂપિયા જેવી બાદશાહી સખાવત મળી તેને લીધે આવો બીજ સુંદર સમારંભ યોજી શકાય તે એમ સૂચવે છે કે કુદરત વિદ્યાલયને માટે દરેક પ્રકારની સાનુકૂળતા કરી આપતી હતી. શેઠ વાડીલાલ સારાભાઈ વિદ્યાથગૃહના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા સ્વતંત્ર ચિંતક શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાએ ઠીક જ કહ્યું હતું કે “અત્યારની શેઠ વાડીલાલની ઉદારતા માટે તેમને ધન્યવાદ ઘટે છે. અત્યારના સમયમાં નાણા સંબંધી સ્થિતિ કેવી છે, તે કાંઈ અજાણ્યું નથી. આવા સમયે તેમની એક લાખની સખાવત ચાર લાખ જેટલી છે અને એમના એ ઉદાર કાર્ય માટે તેમને ધન્યવાદ ઘટે છે.” ( રિપોર્ટ ૧૧, પૃ. ૭૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org