Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૦
વિદ્યાલયની વિકાસકથા વાત હોય, છતાં ભાવી વિકાસને માટે ભાવનાના બીજનું વાવેતર તો કોઈ પણ દીર્ઘદશ, કલ્યાણવાંછુ અને ભાવનાશીલ વ્યક્તિ કરી જ શકે છે.
પૂજ્ય આત્મારામજી મહારાજે વિ. સં. ૧૯૪૮માં હોશિયારપુરમાં જૈન સુવર્ણ મંદિરની પ્રતિષ્ઠા કરી અને વિ. સં. ૧૯૪– ચતુર્માસ ત્યાં કર્યું. વિ. સં. ૧૯૫૦નું ચોમાસું જડિયાલાગુરુમાં કર્યું. વિ. સં. ૧૫૧માં પટ્ટીના જિનમંદિરની પ્રતિષ્ઠા કરીને એ ચોમાસું જીરામાં કર્યું.
વિ. સં. ૧૫રનું છેલ્લું ચોમાસુ અંબાલા શહેરમાં કર્યું અને ત્યાં જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. આ ચતુર્માસ દરમ્યાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધી વિદેશથી પાછા ફરીને આચાર્ય મહારાજને મળ્યા. એમની ધર્મપ્રચાર માટેની જ્ઞાનયાત્રાની વિગતો સાંભળીને આચાર્યશ્રી ખૂબ પ્રસન્ન થયા. સંઘના વિકાસ અને શાસનની પ્રભાવના માટે વિદ્યાવૃદ્ધિની કેટલી બધી જરૂર છે એ વાતની તેઓને વિશેષ પ્રતીતિ થઈ, અને બાકીનું જીવન હવે આ કાર્યની પાછળ જ વિતાવવાને તેઓને વિચાર વધારે દઢ થયો. - આચાર્યશ્રીની આ મનોભાવના લુધિયાનાના એક શ્રદ્ધાળુ ક્ષત્રિય મહાનુભાવ સાથેની વાતચીતમાં સ્પષ્ટરૂપે વ્યકત થયેલી જોવા મળે છે. અંબાલાનું ચતુર્માસ પૂરું કરી તેઓ લુધિયાના પધાર્યા. ત્યાં જિનમંદિરનું મંગળ મુહૂર્ત કરાવ્યું અને પેલા ક્ષત્રિય મહાનુ ભાવની સરસ્વતીમંદિરની સ્થાપના કરવાની વિનતિના જવાબમાં તેઓએ કહ્યું કે–
હવે હું સરસ્વતીમંદિરની સ્થાપના તરફ જ વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ. આ માટે આખા પંજાબમાં ગુજરાનવાલા જ વધારે ઉપયેગી થઈ શકે એમ છે.” ૧
જ્ઞાનપ્રસારની આ ઝંખનાને અમલી બનાવવા વિ. સં. ૧૯૫૩માં આચાર્ય પ્રવરે સનખતરાવી પ્રતિષ્ઠા કરાવીને ગુજરાનવાલા તરફ વિહાર કર્યો. પણ ભાવીને વેગ કંઈક જુદે જ હતું. વિ. સં. ૧૫૩ (ગુજરાતી ૧૯૫૨)ના જેઠ સુદિ બીજના દિવસે તેઓ ગુજરાનવાલા પહોંચ્યા ત્યારે સાઠમાં વર્ષમાં પ્રવેશેલી કાયામાં વર તેમ જ શ્વાસના વ્યાધિએ તેમ જ વધારે પડતી અશક્તિએ ઘર કર્યું હતું. જોતજોતાંમાં વ્યાધિએ ઉગ્રરૂપ ધારણ કર્યું, અને પાંચ જ દિવસ બાદ, જેઠ સુદિ ૭ની પાછલી રાત્રે, જૈન સંઘના આ મહાન તિર્ધર, સરસ્વતીમંદિરોની સ્થાપનાની પોતાની ભાવના પૂરી કરવાનું કામ પિતાના પ્રીતિપાત્ર મુનિ શ્રી વલ્લભવિજયજીને ભણાવીને, સ્વર્ગે સિધાવી ગયા ! “ - પંજાબમાં અને સમસ્ત જૈન સંઘમાં સૂનકાર વ્યાપી ગયે. એ વખતે તે એમ પણ લાગ્યું કે યુગદ્રષ્ટા આચાર્યદેવની સરસ્વતીમંદિરો ઊભાં કરવાની વાત અધૂરી રહી ગઈ પણ એ ભાવનાના બીજમાં ખમીર ભર્યું હતું. વડાગુરુએ શ્રીસંઘમાં શ્રદ્ધાની પુનઃ પ્રતિષ્ઠા કરીને એ માટેનું ખેડાણ કરી રાખ્યું હતું. એ શ્રદ્ધાની ફળદ્રુપ ભૂમિમાં જ્ઞાનનું વાવેતર કરીને ઠેરઠેર સરસ્વતીમંદિરની સ્થાપના કરવાનું યશનામી અને ઉપકારી યુગકાર્ય પૂજ્ય મુનિ શ્રી વલ્લભવિજયજીએ કરવાનું હતું, અને એ એમણે યશસ્વી રીતે કરી જાણ્યું.
ત્યારે આપણે એ યુગપુરુષના જીવનની ઝાંખી કરીએ. ૧. આ આખા વાર્તાલાપ માટે જુઓ આ પુસ્તકનું ૧૦મું પાનું. ૨. પૂજ્ય આત્મારામજી મહારાજના અંતિમ ઉદ્દગાર માટે જુઓ આ પુસ્તકનું ૧૧ મું પાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org