Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૮
વિદ્યાલયની વિકાસકથા નીચેના લાગણીભીના હૃદયસ્પર્શી ઉગારો ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ આચાર્ય મહારાજની ધર્મવાણીથી પ્રભાવિત અને પ્રોત્સાહિત થઈને કહેલું કે
શું કરીએ મહારાજ, જ્યારે દાંત હતા ત્યારે દાળિયા ન મળ્યા; અને જ્યારે દાળિયા (ચણા) મળ્યા ત્યારે ચાવવાને સારુ જે દાંત જોઈએ તે નથી રહ્યા.” (એજન, પૃ. ૨૪)
આને સાર એ છે કે આપને સત્સંગ પહેલાં થયે હોત તે અમે સવિશેષપણે ધર્મનું આરાધન કરી શકત-તે વખતે અમારી એટલી બધી શક્તિ હતી.
શ્રી વિજયાનંદસૂરિજી મહારાજમાં એક સમર્થ સંઘનાયકના પદને ભાવે એવી અસાધારણ કાર્યશક્તિ, સર્વસ્પશી અને તલસ્પશી વિદ્વત્તા અને ધર્મપ્રચારની ઉત્કટ ધગશ હતી; પણ એથીય આગળ વધીને, એક સહૃદય, સંવેદનશીલ અને કરુણપરાયણ શિરછત્રની જેમ એમના અંતરમાં જૈન ધર્મના અનુયાયીના દુઃખનું નિવારણ કરવાની ભાવના સતત વહેતી રહેતી હતી. સાચે જ તેઓ ભાંગ્યાના ભેરુ હતા. સ્વ. શ્રી “સુશીલ ભાઈએ પોતાની મધુર કલમે એમના સુંદર ચરિત્રનું આલેખન કરતાં યથાર્થ કહ્યું છે કે
જૈન સંધના હિત અને શ્રેયમાં પોતાનું વ્યક્તિત્વ વિસરી જનાર, એની સાથે એકતાર બનનાર આ પુરુષ વર્તમાન જૈન સમાજે આ પહેલી અને છેલ્લી વાર જોયે. જૈન સંઘના પુણે જ એમને આકર્ષ્યા હતા. આત્મારામજીની જીવનઘટનાઓ જોતાં જાણે કે કોઈ દેવદૂત, ભાંગ્યાના ભેરુ જે કઈ મહારથી, અદશ્ય પણે વિચરતા સંતસંઘનો કોઈ સિતારો, જૈન સંઘમાં અચાનક આવી પડ્યો હોય અને પોતાનું જીવનકાર્ય પૂરું થતાં કર્તવ્યના મેદાનમાંથી ચુપચાપ ચાલી નીકળ્યો હોય એમ લાગે છે.” (એજન, પૃ. ૩૯).
ચિકા વિશ્વધર્મ પરિષદના અહેવાલમાં શ્રી આત્મારામજી મહારાજની છબીની નીચે, એમને ટૂંક પરિચય આપતાં, સાચું જ કહેવામાં આવ્યું છે કે – - “જૈન સમાજના કલ્યાણ સાથે મુનિ આત્મારામજીની જેમ બીજી કોઈ વ્યકિતએ પિતાની જાતને ખાસ એકરૂપ બનાવેલ નથી. દીક્ષા ગ્રહણ કરી ત્યારથી લઈને તે જીવન પર્યત પોતે સ્વીકારેલ ઉચ્ચ જીવનકાર્યને માટે કાર્યરત રહેનાર ઉમદા સાધુસમૂહમાંના તેઓ એક છે. જૈન સમાજના તેઓ મહાન આચાર્ય છે; અને પ્રાપ્ય વિદ્યાના વિદ્વાનોને માટે જૈનધર્મ અને સાહિત્યની બાબતમાં તેઓ મોટામાં મોટા જીવંત આધારરૂપ છે. * ”
(“જૈનાચાર્ય શ્રી આત્મારામજી જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથ", પૃ. ૧૬)
સાહિત્યસર્જન આચાર્ય વિજયાનંદસૂરીશ્વરજીને જૈનધર્મને ઉદ્ધાર, જૈન સંઘને અસ્પૃદય અને જેને
* “ધી વર્લ્ડસ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન”ના લંડનથી પ્રસિદ્ધ થયેલ અહેવાલના ૨૧ મે પાને છપાયેલ આ મૂળ લખાણ આ પ્રમાણે છે–
"No man has so peculiarly indentified himself with the interests of the Jain Community as Muni Atmaramji. He is one of the noble bands sworn from the day of initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the High Priest of the Jain Community and is recognised as the highest living authority on Jain Religion and literature by oriental Scholars."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org