Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૮
વિદ્યાલયની, વિકાસકથા પધાર્યા અને એ ચોમાસુ તેઓએ મુંબઈમાં કર્યું તેથી સંસ્થાને વિશેષ બળ મળ્યું અને ખાસ કરીને સંસ્થાના પિતાના મકાનની બાબતમાં નક્કર પગલાં ભરાવાની શરૂઆત થઈ. આ માટે ત્રીજા રિપોર્ટ (પૃ. ૬-૭)માં સૂચવવામાં આવ્યું છે કે –
પૂજ્યપાદ મુનિ મહારાજ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી તથા મુનિ મહારાજ શ્રી વલ્લભવિજ્યજીનું ચાતુર્માસ કરવા અને આગમન થયું. આ સંસ્થા માટે એક સુંદર મુકામની યેજના તૈયાર થાય અને અમલમાં મુકાય તો તેથી સંસ્થાની સ્થિતિ કાયમ થવાને બહુ સંભવ થાય એ હકીકત તેમના સદુપદેશથી વધારે સ્પષ્ટ થઈ”
આ પછી બાર વર્ષે, વિ. સં. ૧૯૮૫માં, આચાર્ય મહારાજ ત્રીજી વાર મુંબઈ પધાર્યા અને એ વર્ષનું ચતુર્માસ મુંબઈમાં રહ્યા. તે વખતને જનતાને ઉત્સાહ અને વિદ્યાલય પ્રત્યે અનુરાગ અનેરો હતો. શ્રી મુંબઈ જેન યુવક સંઘે તો એક રૂપિયાની ટિકિટનું વેચાણ કરીને વિદ્યાલયને પચીસ રૂપિયા જેવી રકમ અર્પણ કરીને આચાર્ય મહારાજના આગમનને અનેખી રીતે વધાવ્યું હતું. તે છેલ્લે છેલ્લે તેઓ, વિ. સં. ૨૦૦૭નું ચતુર્માસ શ્રી શત્રુંજય મહાતીર્થની પવિત્ર
શયામાં કરીને, વિ. સં. ૨૦૦૮માં મુંબઈ ચોથી વાર પધાર્યા, ત્યારે અવસ્થા ચાર વીશી વટાવી ચૂકી હતી, કાયાને ડુંગર ડેલવા લાગ્યા હતા, આંખની પણ કંઈક તકલીફ વરતાતી - હતી; છતાં સમાજકલ્યાણ અને શ્રાવકસંઘના ઉત્કર્ષની એમની ભાવનામાં જરાય ઓછાશ , આવી ન હતી; ઊલટું એમનું હૃદય વધુ સંવેદનશીલ બન્યું હતું. અને વિદ્યાલયના વિકાસની અને શ્રાવણ-શ્રાવિકાસંધના ઉત્કર્ષની એમની તમન્ના અને એ માટે પુરુષાર્થ વધુ ઉત્કટ બન્યાં હતાં. સમાજઉત્કર્ષ અને ધર્મપ્રભાવનાની આ પ્રબળ ભાવના જ જાણે એમનું જીવનબળ હતું. : વિદ્યાલયના કાર્યને વિશેષ વેગ મળે અને સૌને એ માટે સાચી દિશામાં કામ કરવાની - પ્રેરણા મળે એ માટે વિદ્યાલયના ચાલુ તેમ જ જૂના વિદ્યાથીઓ, સભ્ય અને શુભેચ્છકેનું
એક સમેલન તા. ૭, ૮, ૯ નવેમ્બર ૧૫રના ત્રણ દિવસ માટે વિદ્યાલયમાં તેઓશ્રીના સાંનિધ્યમાં યોજવામાં આવ્યું હતું. આ નિમિત્ત આચાર્ય મહારાજ પોતાના સમુદાય સાથે સંસ્થામાં પધાર્યા હતા. આ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમ અને ચારિત્રઘડતર અને વિદ્યાલયના વિકાસ અંગે આચાર્ય મહારાજશ્રી તથા પૂજ્ય કેદારનાથજી, સમારંભના પ્રમુખ શ્રી મનસુખલાલ માસ્તર, મુંબઈ રાજ્યના પ્રધાન શ્રી શાંતિલાલ શાહ, પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી, શ્રી ગણપતિશંકર દેસાઈ વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમ જ બહારગામનાં ભાઈઓ-બહેનોએ સારી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે હતો.
આ પ્રસંગે તેમ જ તે પછી બે વાર એમ ત્રણ વાર આચાર્ય મહારાજને વિદ્યાલયમાં - રહેવાનું થતાં વિદ્યાલયના સંચાલકોને પોતાના ઉપકારી મહાપુરુષની સેવા કરવાનો થડેક :: પશુ અવસર મળતાં તેઓએ કૃતાર્થતા અનુભવી. વળી, મહારાજશ્રીના આંખના સફળ
ઓપરેશનને લીધે શ્રીસંઘ તેમ જ વિદ્યાલયના સંચાલકો ખૂબ જ હષિત થયા હતા. : તેમાંય તા. ૨૧-૧૨-૫૩થી તા. ૧૨-૮-૫૪ સુધીની ખૂબ નાદુરસ્ત તબિયત વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org