Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૦
વિદ્યાલયની વિકાસકથા
ઉપસંહાર વિદ્યાલયના પ્રેરક આચાર્ય પ્રવરની આવી ઉત્કટ ઝંખના ત્યારે જ સફળ થઈ શકે, જ્યારે આપણે સમાજ શિક્ષણના મહત્ત્વને વધુ ને વધુ સમજતો–સ્વીકાર થાય અને એ કાર્ય માટે હજી પણ વધારે ઉદારતાપૂર્વક નાણાં આપવા લાગે. આ અંગે વિદ્યાલયના રીપ્ય મહત્સવ પ્રસંગે મંત્રીઓના નિવેદનમાં જે વાત કહેવામાં આવી હતી તે આજે પણ એટલી જ ધ્યાન આપવા જેવી છે. તે વખતે (રિપોર્ટ ૨૭, પૃ. ૩૧માં) કહેવામાં આવ્યું હતું કે–
“ આ અને આવી સંસ્થા આપણો પ્રાણ છે, એને વિકસાવવી એમાં આપણો ઉદય છે, એની પ્રગતિમાં સાથ આપવો એમાં આપણી સંતતિનું કલ્યાણ રહેલું છે, અને એને માટે તનમનધનની સહાય કરવી એ આપણા સર્વનું પરમ કર્તવ્ય છે.
“કેળવણીનું ફળ એક અને એકધારૂં જ આવશે. એ જૈનને મળે કે લુહાણને મળે, બ્રાહ્મણને મળે કે વાણીયાને મળે–પરિણામે રાષ્ટ્રભાવ ખીલે છે, વાડાભાવ નાશ પામે છે, અને આપણે ઉઘાડી આંખે જોઈએ તો આપણી ચારે બાજુએ આ બનતું જોઈ શકાય છે.
કેળવણીના વિકાસમાં ધર્મનો હાસ સમજે કે મનાવે તે આ વર્તમાન યુગને સમજ્યા નથી, એના ઝોકનો તેમણે અભ્યાસ કર્યો નથી, એમણે દર્શન કાળ અને જ્ઞાન કાળનો તફાવત જા નથી, તેમણે સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. બાકી કેળવણીની નિંદા કરવી એ અંધારાને અપનાવવા અથવા એમાં પ્રકાશ માનવા જેવું છે. કદાચ અઢારમી અને ઓગણીસમી સદીની અંધકારદશાને એને અવશેષ ગણીએ તો ખોટું ન ગણાય. એ મનોદશા દૂર થતી જાય છે, પણ જેમ જલદી દૂર થાય તેમ વધારે સારૂં.”
વિદ્યાલયના વિકાસની આ કથામાં પચાસ વર્ષની કાર્યવાહીની રૂપરેખા આપવામાં આવી છે. તે પૂરી કરતાં પહેલાં પચીસ વર્ષની કાર્યવાહી” (પૃ. ૩૪)માં જે ઉદ્ગારો મૂકવામાં આવ્યા છે તેનું સ્મરણ–મનન કરવું ઉચિત લાગે છે. એ ઉદ્દગારો કહે છે કે –
લાખ રૂપિયા ખરચી કેળવણી આપી તેનાં પરિણામો જેવાં હોય તો એ ભણેલાનાં હૃદય તપાસો, એમના પૂર્વકાળને અભ્યાસ કરે, એમના સમવયસ્કોની સ્થિતિની વિગતો તપાસો એટલે કેળવણીના ખર્ચને અનિવાર્ય ગણવા ઉપરાંત ખાસ જરૂરી–આવશ્યકીય ગણવો પડશે. તમે બીજા ગમે તે ખર્ચ કરો તે તમારી મરજીની વાત છે, અમારે તેમાં વિરોધ નથી, અમારા અભિપ્રાયને તેમાં સ્થાન નથી, પણ એક વાત તો અમે ભાર મૂકીને કહીએ છીએ કે આ ઈતિહાસ વાંચ્યા પછી તમે કેળવણીનાં કાર્યમાં લાખો ખરચ્યા અને તમારી ઉદારતાથી આ સંસ્થાએ તેનો વ્યય કર્યો તેમાં જે તમે જરા પણ ભૂલ કરી લાગતી હોય તો વધારે ઝીણવટથી ઊંડા ઉતરો. કેળવણીને પ્રશ્ન અતિ મહત્ત્વનો છે, એમાં ખરચેલ પાઈએ પાઈને બદલે મળી શકે તેમ છે એટલું જ નહિ, પણ એને ભરપ અનેક ગણો બદલે મળે છે, મળ્યો છે અને મળી રહ્યો છે તેના હવે તો જીવતા દાખલાઓ તમારી પાસે રજૂ કરી શકાય તેમ છે.” ' અત્યારે આપણને કેળવણીનું મહત્વ વધુ ને વધુ સમજાતું જાય છે અને સમાજ પણ એમાં વિશેષ ઉદારતાપૂર્વક સખાવતા આપતે થયો છે એ સમાજના ઉત્કર્ષની દષ્ટિએ ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org