Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧ઃ ખાસ સમાર અને ઘટનાઓ
૧૪૧ આશાસ્પદ ચિહન છે. અને છતાં, રોજ બરોજ નવી નવી શાખાઓરૂપે વિકસી રહેલા શિક્ષણક્ષેત્રને પૂરેપૂરો ન્યાય આપવા માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું છે, એ હકીકત પણ આપણે બરાબર ધ્યાનમાં રાખવાની છે, અને નવી પરિસ્થિતિને એટલે કે નવી જરૂરિયાતને પહોંચી વળવા માટે હમેશાં પૂરતી તૈયાર કરતાં જ રહેવાનું છે.
વિદ્યાલયની આ વિકાસકથા આપણને આ દિશામાં વિશેષ પ્રેરક બને એવી અભ્યર્થના સાથે વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ત્રણ દિવસ માટે મળેલ વિદ્યાલયના જૂના તથા ચાલુ વિદ્યાથીઓ, સભ્યો અને શુભેચ્છકેના સંમેલનમાં ઉચ્ચારેલ (“આદર્શ જીવન”, પૃ. ૮૦૩) નીચેની ગૌરવ, પ્રેરણા અને શુભેચ્છાભરી વાણીથી આ વિકાસકથા પૂરી કરીએ –
“આ વિદ્યાલય તે જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની - પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદશની ઈમારત છે. શાસનદેવને પ્રાર્થના છે કે એ તમારા મહેન્સવને નિર્વિદને પૂરે કરે, આ વિદ્યાલય સદા-સર્વદા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધમ, સમાજ અને દેશની સેવામાં સહાયક થાય!”
ન હિ જ્ઞાન સદાં ત્રિમિટ વિથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org